સહજ સમાધી ધ્યાન

દરેક જણે અનુભવ્યું હશે કે જ્યારે આપણે ખૂબ આનંદીત હોઇએ છીએ અથવા તો કોઇ કામમાં સંપૂર્ણ રીતે ખોવાઈ ગયા હોઇએ છીએ ત્યારે એક પ્રકારના ધ્યાનની અનુભૂતિ થતી હોય છે અને એ વખતે મન એક્દમ હળવું અને શાંત થયેલું અનુભવાય છે. આવી ક્ષણ આપણી ઈચ્છાથી ફરી મેળવી શકાતી નથી. સહજ સમાધી કાર્યક્રમ થી તમે શીખી શકો છો કે  ધ્યાન ની પદ્ધતિઓ થી કેવી રીતે તણાવને તાત્કાલીક  દૂર કરવો, મનને કેવી રીતે શાંત કરવું કે જેથી શરીર ચેતનવંતુ અને ઊર્જાસભર બને.

'સહજ' એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે કુદરતી અથવા સ્વાભાવિક એટલે કે વિનાપ્રયત્ને. "સમાધી" એટલે ગહન ધ્યાનની ,પરમાનંદની સ્થિતિ. "સહજ સમાધી ધ્યાન" એટલે ખૂબ જ સ્વાભાવિક રીતે ધ્યાનમાં સ્થિત થવાની પદ્ધતિ.

નિયમિતપણે આ રીતે કરાતું ધ્યાન તમારા જીવનને બદલી નાંખશે. જીવનમા પરિવર્તન લાવી દેશે. જીવનની ગુણવત્તા વધારશે. આખો દિવસ મન શાંત, સ્ફૂર્તિલુ અને સજાગ રહેતું થશે. આ ધ્યાનની પદ્ધતિની સાથે સાથે યોગના આસનો કરવાથી શરીર તંદુરસ્ત રહેશે અને મન શાંત.

  • ધ્યાન જાગ્રત મનને આત્માની ગહનતામાં લઈ જશે અને શાંતિ આપશે.સ્થિર મન બધા તણાવ દૂર કરી વ્યક્તિનેતંદુરસ્તી આપશે અને મનને કેન્દ્રિત કરશે.

સહજ સમાધી કેવી રીતે કાર્ય કરે છે?

વ્યક્તિને આ કોર્સમાં એક મંત્ર શીખવવામાં આવે છે જેનાથી મન સ્થિર થાય છે અને વ્યક્તિ હૃદયના ઊંડાણમાં જઈ શકે છે.જ્યારે મન અને જ્ઞાન તંતુઓ (ચેતા તંત્ર) પ્રગાઢ મૌનમા જઈ આરામમાં જાય ત્યારે આપણા વિકાસને રોકતા આવરણો ઓગળવા માંડે છે.

રોજ બરોજની જિંદગીમાં પોતાની જાતમાં  વિશ્રામ કરવાથી શું લાભ થાય ?

જ્યારે નદી શાંત હોય છે ત્યારે તેમાં પ્રતિબિંબ બહુ સ્પષ્ટ દેખાય છેને? તે જ રીતે  જ્યારે મન શાંત હોય છે ત્યારે વિચારોને વધુ સારી રીતે ઓળખીને સાચી રીતે વ્યક્ત કરી શકાય છે. આપણી અવલોકન શક્તિ, ગ્રહણ શક્તિ અને વિચારો  વ્યક્ત કરવાની શક્તિમાં  ઉત્ત્તરોતર વધારો થાય છે.  જેના કારણે આપણે અસરકારક તથા સ્પષ્ટ રીતે આપણા વિચારો વ્યક્ત કરી શકીઍ છીએ.

મંત્રની જરૂર શા માટે?

સંસ્કૃતમાં મંત્રને "મનન ત્રેયતે ઇતિ મંત્ર" એમ સમજાવ્યું છે. મંત્ર તમને  વારંવાર આવતા એના એ જ  વિચારોથી બચાવે છે. વારંવાર આવતા એકસરખા વિચારો એટલે ચિંતા. મંત્ર તમને ચિંતાઓથી મુક્ત કરે છે.

જરૂરી પૂર્વાપેક્ષિત

  • કંઇ નથી






  •  
  •  
  •  
  •  
  •