યુવાશક્તિ જાગૃતિ શિબિર (યૂથ એમ્પાવરમેન્ટ સેમિનાર- YES

યુવાશક્તિ જાગૃતિ શિબિર (યૂથ એમ્પાવરમેન્ટ  સેમિનાર- YES 
 
)
 
આપણી પરીક્ષાઓ, માતા-પિતાની અપેક્ષાઓ, સંબંધોની કાળજી, રમત-ગમતની હરિફાઈઓ અને 
 
આંતરીક કસોટીઓ... આ બધું જ દરેક યુવાનને જરૂરી એવા સતત અનુભવાતા દબાણ કે ભારણ આપનારાં 
 
પરીબળો છે.
 
આ બધાને તમે શી રીતે સંભાળશો? 
 
YES શિબિર સરળ યોગાસનથી તમારી શારિરિક શક્તિને, શ્વાસોશ્વવાસની સુદર્શનક્રિયા અને 
 
અન્ય પ્રાણાયામથી માનસિક તેમજ ભાવનાત્મક શક્તિને કેળવે છે.
 
સામુહિક રમતોની મસ્તી અને અરસપરસ (અન્યોન્યને) જોડતી પ્રક્રિયાઓ તથા તમારા 
 
જીવનને લગતા પ્રશ્નો વિશે સામુહિકચર્ચાનો આનંદ માણતા માણતા  મિત્રતા અને સંબંધો 
 
કેમ સંભાળવા, અભ્યાસમા વધુ સારુ ધ્યાન શી રીતે આપવુ અને પોતાની આંતરીક  શક્તિઓને 
 
કઈ રીતે પૂર્ણ ક્ષમતાથી વિસ્તારવી એ આ શિબિરમાં શીખવા મળે છે.
 
યોગ્ય નિર્ણય લેવાની શક્તિ સુદર્શનક્રિયા દ્વારા મેળવો. માનસિક અસ્વસ્થતા અને જાહેર 
 
મંચ પર જતાં અનુભવાતો ભય  (સભાક્ષોભ) સરળ પ્રક્રિયાઓથી દૂર કરો. સ્વયંને પ્રેમ કરતા 
 
શીખો. બધા સાથે હળીમળીને રહો અને તકલીફોથી ડરો નહિ  તેને  હસતા હસતા દૂર કરો.
 
આવો અને અલગ જ દ્રષ્ટિકોણથી દુનિયાને જોતાં શીખો.
 
તમારી નજીકમાં YES કોર્સ થતો હોય તો જોડાઈ જાવ.