સુદર્શન ક્રિયાસુદર્શન ક્રિયા એ એક લયબદ્ધ શ્વાસ લેવાની તકનીક છે જે તણાવને દૂર કરવામાં, લાગણીઓને નિયંત્રિત કરવામાં અને શરીરમાંથી વિષેલા પદાર્થો દૂર કરવામાં મદદ કરે છે. સુદર્શન ક્રિયાની નિયમિત પ્રેક્ટિસ અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાથી, વિશ્વભરના ઘણા લોકો તેમની તમામ નિયમિત જવાબદારીઓ નિભાવીને તણાવમુક્ત જીવન જીવી રહ્યા છે.

સુદર્શન ક્રિયા કેવી રીતે કાર્ય કરે છે?

સુદર્શન ક્રિયા શ્વાસને નિયંત્રિત કરીને કાર્ય કરે છે. તમારા શ્વાસ તમારી લાગણીઓ સાથે જોડાયેલા છે. જ્યારે તમે ગુસ્સે થાઓ છો, ત્યારે તમે ટૂંકા શ્વાસ લો છો. જ્યારે તમે ઉદાસ હોવ ત્યારે તમે લાંબા શ્વાસ લો છો. જે રીતે તમારી લાગણીઓ તમારા શ્વાસના ચક્રને બદલે છે, તેમ તમે તમારા શ્વાસ વડે તમારા મનની સ્થિતિ બદલી શકો છો. સુદર્શન ક્રિયા તણાવ, ગુસ્સો, ચિંતા અને દુ:ખ જેવી નકારાત્મક લાગણીઓને દૂર કરવા માટે વિવિધ શ્વાસ ચક્રનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ તમને કુદરતી રીતે ખુશ, હળવા અને ઉત્સાહિત મનની સ્થિતિમાં પહોંચવામાં મદદ કરે છે

ગુસ્સો: શ્વાસ ટૂંકો અને ઝડપી બને છેઉદાસી અથવા અસ્વસ્થ: શ્વાસ લાંબા અને ઊંડા બને છે

“મન અને શરીર વચ્ચે સંવાદિતા સાધે છે”

તમારા શરીર અને મનનો ખાસ લય છે. દાખલા તરીકે, તમે જુદા જુદા સમયે ભૂખ અને સૂવાની જરૂરિયાત અનુભવો છો. તેવી જ રીતે, તમારા શ્વાસ, લાગણીઓ અને વિચારોમાં એક લય છે. શંકા, ચિંતા અને ખુશીઓ ચોક્કસ લયમાં આવે છે અને જાય છે. સમાન લાગણીઓ વર્ષના ચોક્કસ સમયે આવે છે. જ્યારે મન અને શરીરનો લય સુમેળમાં ન હોય, ત્યારે તમને અસ્વસ્થતાનો અનુભવ થવાની સંભાવના હોય છે. સુદર્શન ક્રિયા શરીર અને મન વચ્ચે સંવાદિતા સાધે છે જે સુખાકારી અને સુખની ભાવના લાવે છે.

સુદર્શન ક્રિયાની ઉત્પત્તિ:

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે 17મી સપ્ટેમ્બર 1981ના રોજ દસ દિવસના મૌન અને ઉપવાસ પછી શિમોગામાં ભદ્રા નદીના કિનારે સુદર્શન ક્રિયાની ઓળખ થઈ હતી.

તેમને દસ દિવસ માટે મૌનમાં બેસવાની પ્રેરણા મળી ત્યાર પછી , ગુરુદેવ કહે છે, “હું પહેલેથી જ વિશ્વભરમાં ફર્યો હતો. મેં યોગ અને ધ્યાન શીખવ્યું. પરંતુ તેમ છતાં, મને ચિંતા હતી કે લોકોને આનંદથી જીવવામાં કેવી રીતે મદદ કરવી. મને લાગ્યું કે કંઈક અભાવ છે. લોકો તેમની આધ્યાત્મિક મહાવરો કરતા હોવા છતાં, તેમનું જીવન વિભાજિત છે. જ્યારે તેઓ જીવનમાં બહાર આવે છે, ત્યારે તેઓ ખૂબ જ અલગ લોકો હોય છે. તેથી, હું વિચારતો હતો કે આપણે આંતરિક મૌન અને જીવનની બાહ્ય અભિવ્યક્તિ વચ્ચેના આ અંતરને કેવી રીતે દૂર કરી શકીએ? મૌન દરમિયાન, સુદર્શન ક્રિયા એક પ્રેરણા તરીકે આવી. કુદરત જાણે છે કે શું આપવું અને ક્યારે આપવું. મૌનમાંથી બહાર આવ્યા પછી, મેં જે જાણ્યું તે શીખવવાનું શરૂ કર્યું, અને લોકોને ખૂબ જ અનુભવો થયા. તેઓ અંદરથી સ્પષ્ટતા અનુભવતા હતા.”

સુદર્શન ક્રિયા આખરે ધ આર્ટ ઓફ લિવિંગના તમામ કાર્યક્રમોનો આધાર બની ગયો, જે સંસ્થા ગુરુદેવે તે જ વર્ષે સ્થાપી હતી.

સુદર્શન ક્રિયાના ફાયદા :

આ પદ્ધતિના સ્થાપક, ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના શબ્દો મુજબ, ”ઊંઘમાં, આપણે થાક દૂર કરીએ છીએ, પરંતુ ઊંડો તણાવ આપણા શરીર અને મનમાં રહે છે.” સુદર્શન ક્રિયા આપણા તંત્રને અંદરથી સાફ કરે છે. 100 થી વધુ સ્વતંત્ર રીતે કરવામાં આવેલા ઊંડા અભ્યાસોમાં સુદર્શન ક્રિયા મન અને શરીર પરના ઊંડા તણાવને દુર કરીને શરીરને વિષૈલા પદાર્થોથી શુદ્ધ કરે છે.

આ સુદર્શન ક્રિયાના ફાયદાઓમાં શામેલ છે:

  • ચિંતા, ડિપ્રેશન, PTSD (પોસ્ટ-ટ્રોમેટિક-સ્ટ્રેસ ડિસઓર્ડર) અને તણાવના સ્તરના લક્ષણોથી રાહત આપે છે.
  • આવેગ અને વ્યસનયુક્ત વર્તણૂક ઘટાડે છે.
  • આત્મસન્માન અને જીવનના સંતોષમાં સુધારો કરે છે
  • માનસિક ધ્યાનમાં સુધારો થાય છે.
  • યોગ્ય ઊંઘ આવે છે
  • રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે.
  • લોહીના દબાણને દુર કરે છે
  • શ્વસન તંત્રને સુધારે છે.

સુદર્શન ક્રિયા કોના માટે છે ?

કોઈપણ કે જેઓ તેમના જીવનની ગુણવત્તાને ઉચ્ચ સ્તર આપવા અને તણાવમુક્ત જીવવા માંગે છે. જીવનના તમામ ક્ષેત્રો અને તમામ ઉંમરના લોકો સુદર્શન ક્રિયાના લાભો અનુભવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને કાર્યકારી વ્યાવસાયિકોએ સુધારેલ ધ્યાન અને ઉત્પાદકતાનો અનુભવ કર્યો છે. ઉદ્યોગસાહસિકો અને ગૃહિણીઓએ વધુ સારા ઉર્જા સ્તરો અને આરોગ્યનો અનુભવ કર્યો છે. ભૂતપૂર્વ આતંકવાદીઓ અને જેલના કેદીઓએ હિંસક વલણ છોડી દીધું છે અને મૂળભૂત જિંદગીમાં પુનર્વસન કર્યું છે. યુદ્ધ શરણાર્થીઓ અને હિંસાનો ભોગ બનેલા લોકો તેમના ભૂતકાળના આઘાતને મુક્ત કરવામાં અને નિયમિત જીવન જીવવામાં સક્ષમ છે.

    Wait!

    Don’t miss this Once-In-A-lifetime opportunity to join the Global Happiness Program with Gurudev!

    Have questions? Let us call you back

     
    *
    *
    *
    *
    *