A young woman meditating on a bench in the woods

એડવાન્સ મેડીટેશન પ્રોગ્રામ

ઊંડા ધ્યાન અને ગહન શાંતિનો અનુભવ, સર્જનાત્મકતાને ખીલાવીને શક્તિના સ્તરને વધારે છે.

ગહન મૌન • ઊંડું ધ્યાન • વધેલી ઊર્જા

*તમારું યોગદાન તમને ફાયદા આપશે અને આર્ટ ઓફ લિવિંગની અનેક સામાજિક યોજનાઓને ટેકો આપશે.

નોંધણી

આ કાર્યક્રમ કરવાથી મને શું મળશે?

icon

ગહન ધ્યાનનો અનુભવ

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શિત "ખાલી અને પોલ" તરીકે ઓળખાતા ધ્યાન આ કાર્યક્રમનું કેન્દ્રબિંદુ છે. આ ધ્યાન તમને ઊંડા વિશ્રામમાં લઈ જાય છે.

icon

મૌનની ગહનતાની શોધ.

ધ્યાન દ્વારા આપ સતત કાર્યરત મનથી મુક્ત થાઓ છો અને અસાધારણ શાંતિનો અનુભવ કરો છો. આનાથી આપ નવી જીવની ઊર્જાનો અનુભવ કરવા સક્ષમ બનશો.

icon

ભાવનાત્મક તણાવથી રાહત

આ ધ્યાન આપણા ચેતા તંત્રમાંથી ઊંડામાં ઊંડા સ્તરના તણાવને દૂર કરવામાં આપણને મદદ કરે છે. આપ આપના ભૂતકાળના અનુભવોની દરેક છાપથી મુક્ત થાવ છો અને પોતાના કાયાકલ્પ થયેલા સ્વ સાથે જોડાઈ જાવ છો.

icon

રોગપ્રતિકારક શક્તિમાં વધારો.

ધ્યાન આપની નર્વસ સિસ્ટમ-ચેતાતંત્રને સુધારે છે, તેથી શરીરમાં શક્તિનું યોગ્ય રીતે વહન થાય છે અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરવામાં મદદ કરે છે.

icon

સર્જનાત્મકતાનો માર્ગ ખુલે છે.

મૌન એ સર્જનાત્મકતાની માતા છે. આ પ્રોગ્રામ દ્વારા આપ વિશ્રામની ગહન અવસ્થામાં જાઓ છો . મનની અશાંતી દૂર થવાથી આપની અંતર્ગત કલાઓ અને બુદ્ધિમત્તા  વિકસવા લાગે છે.

icon

ઊર્જાના ઉચ્ચ સ્તરનો અનુભવ થાય છે.

આ પ્રોગ્રામની ટેક્નિક્સ પ્રાણશક્તિ અથવા જીવનીશક્તિ માં વધારો કરે છે. જ્યારે પ્રાણ ઉચ્ચ સ્તર પર હોય છે ત્યારે આપનું મન શાંત અને સકારાત્મક થાય છે.

એડવાન્સ મેડીટેશન પ્રોગ્રામમાં શા માટે ભાગ લેવો જોઈએ?

ઓનલાઇન કે ઓફલાઈન વર્કશોપ માં સુદર્શન ક્રિયાનો અનુભવ લઈને આપે આપની અંતર્ગત શાંતિ ની અનુભૂતિ કરી જ હશે. તેને કઈ રીતે ટકાવી રાખવી અને એ શાંતિપૂર્ણ અનુભવના ઊંડાણમાં કઈ રીતે જવું?

જવાબ છે એડવાન્સ મેડીટેશન પ્રોગ્રામ દ્વારા. આ પ્રોગ્રામ તમારા ધ્યાન ના અભ્યાસ અને અનુભવને ઉચ્ચ સ્તર પર લઈ જાય છે. અહીં આપનો પરિચય આધ્યાત્મિક શાંતી સાથે થાય છે જે ઊંડો આરામ અને વિશ્રામ આપે છે. કંઈ જ કર્યા વગર થોડા દિવસો શાંતિથી રહેવું એ કોઈ માટે સહેલું નથી. તેથી આ પ્રોગ્રામ દ્વારા અને સઘન ધ્યાનની હારમાળાથી અમે આપને ગહન વિશ્રાંતિના અનુભવમાં લઈ જઈશું. આપની સાચી આંતરિક ક્ષમતાઓ અને આપના સાચા સ્વરૂપને આપ જાણી શકશો અને સંપૂર્ણ ઊર્જાવાન અનુભવશો. કોઈ પણ પડકાર જીલવા માટે તૈયાર!!!

આ પ્રોગ્રામમાં જોડાવા માટે કોઈ પૂર્વ શરત છે?

  • આપની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ.
  • આપે ઓનલાઇન કે ઓફલાઇન મેડીટેશન એન્ડ બ્રેથ વર્કશોપ / હેપીનેસ પ્રોગ્રામ / યસ પ્લસ પ્રોગ્રામ / (SELP) એટલે કે સ્ટુડન્ટ એક્સેલન્સ એન્ડ લર્નિંગ પ્રોગ્રામ કરેલો હોવો જોઈએ.
  • પ્રોગ્રામના દિવસોમાં તમારે તમારા રોજિંદા ક્રમથી મુકત રહેવાનું છે જેથી કરીને આપ પૂરી રીતે પ્રોગ્રામમાં સહભાગી થઈ શકો અને ગહન વિશ્રામ કે જે આપને જરૂરી છે અને જેના માટે આપ લાયક છો તે મેળવશો.

સ્થાપક

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.

વધુ જાણો

મારે આ કોર્સ કરવો છે પણ…..

મેં હેપીનેસ પ્રોગ્રામ કરેલો છે અને તેનાથી હું સંતુષ્ટ છું. એડવાન્સ મેડીટેશન પ્રોગ્રામ કરીને મારે કંઈ ધ્યાનના ક્ષેત્રમાં તજજ્ઞ બનવું નથી. હું કોઈ યોગી બનવાનો પ્રયત્ન નથી કરી રહ્યો.

જે રીતે તમારી કાર છ મહિને અથવા 12 મહિને સર્વિસિંગ માગે છે તે જ રીતે તમારું શરીર અને મન નવચૈતન્યની પ્રક્રિયાઓ અને વિશ્રામ માગે છે. તમે હેપીનેસ પ્રોગ્રામ અથવા ઓનલાઈન મેડીટેશન એન્ડ બ્રેથ વર્કશોપમાં જે શક્તિ અને આનંદનો અનુભવ કર્યો તેમાં એડવાન્સ મેડીટેશન પ્રોગ્રામ વધારો કરે છે અને તેને સાતત્ય પૂર્ણ બનાવે છે. તમે ધ્યાનની ગહનતામાં જઈને ગાઢ વિશ્રામનો આનંદ લઈ શકશો. તમે કંઈ યોગી નહીં બની જાઓ. હકીકતમાં અનેક લોકો ગહન વિશ્રામનો અનુભવ કરવા માટે વારંવાર આ પ્રોગ્રામમાં ભાગ લે છે અને દરેક વખતે કંઈક નવું તેમની અંદર પામે છે અને તેઓ તેનો લાભ લે છે.

મને એમ લાગે છે કે આટલા ગહન ધ્યાનનો અનુભવ કરવા માટે મારી ઉંમર ઘણી નાની છે. હું હજુ 20 જ વર્ષનો છું અને આ તબક્કે આટલા ગહન ધ્યાનનો અનુભવ લેવા જેટલો સ્ટ્રેસ પણ મારામાં નથી.

તમારી અંદર સ્ટ્રેસ નથી એ બહુ સારી વાત છે પણ સમય અને ઉંમરની સાથે તમારી જવાબદારીઓ વધવાની છે અને તમારે વધારે કામ પણ કરવું પડશે. અને તેના કારણે તમારી અંદર સ્ટ્રેસ આવે તેની રાહ જોવાની જરૂર નથી અને તેમ કરવું યોગ્ય પણ નહી ગણાય. જ્યારે વર્ષના અંતે તમારી પરીક્ષાઓ થવાની હોય છે પણ અભ્યાસની શરૂઆત કરવા માટે તમે વર્ષ પૂરું થાય તેની રાહ નથી જોતા.બરાબર ને? તે જ રીતે પોતાની પાસે રહેલી પૂરી રકમ ખર્ચાઈ જાય ત્યાર પછી નવી કમાણી કરશું તેમ પણ તમે નથી કરતા. તમે અગાઉથી જ બધી તૈયારીઓ કરો છો. એ જ રીતે તમારી અંદર રહેલી સુષુપ્ત શક્તિમાં સુધારો થાય તેવી અને આપની અંદર નિર્માણ થઈ રહેલા સ્ટ્રેસને તે નિર્માણ થાય તે પહેલાં જ સંભાળી લેવાની ટેક્નિક્સ શીખી લેવી એ લાભકારક છે ને?

હું 65 વર્ષનો છું. શું હું આ પ્રોગ્રામ કરવા માટે બહુ મોટો ન ગણાઉં? મને નથી લાગતું કે હું તેમાં બેસી શકીશ.

આ પ્રોગ્રામ દ્વારા તમે શ્વાસની એવી પ્રક્રિયાઓ શીખવાના છો કે જે દ્વારા તમે તમારી અંદરના  શક્તિના સ્તરને ઘણું ઊંચું લઈ જઈ શકશો. તમે અર્થ સભર અને જ્ઞાનયુક્ત મૌન દ્વારા ગહનતમ વિશ્રામનો અનુભવ કરશો. પ્રોગ્રામની પ્રક્રિયાઓ બહુ જ સરળ અને સહજ છે અને તે તમને વધુ શક્તિશાળી અને સ્થિતિ સ્થાપક બનાવશે. કોઈ પણ વ્યક્તિ એટલી મોટી ક્યારેય નથી થઈ જતી કે જે આ કોર્સ ના કરી શકે.

આ પ્રોગ્રામ મૌન વિશે ઘણું કહે છે. શું પ્રોગ્રામ દરમિયાન હું મારા કુટુંબીઓ સાથે સંવાદ સાધી શકીશ? અને ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન નું શું?

આ પ્રોગ્રામનો આપને મહત્તમ લાભ મળે એટલા માટે અમે એવું સૂચવીશું કે આપ મેસેજ લખવા, મેલ કરવા અથવા બીજા કોઈ પણ પ્રકારની શાબ્દિક પ્રતિક્રિયાઓ આપવાની પ્રવૃત્તિઓથી જેટલા દૂર રહો તેટલું સારું. તે દ્વારા અમારો એટલો જ ઉદ્દેશ છે કે આપ વધુમાં વધુ સમય પોતાના સ્વની અંદર ડુબકી મારીને સ્વને શોધી શકો. કદાચ સાંભળવામાં આ થોડું અઘરું લાગતું હશે પરંતુ વાસ્તવમાં એ ઘણું સહેલું છે.

આ પ્રોગ્રામનું ધ્યાન અને વિપશ્યના ધ્યાન સરખા જ છે કે?

ના એડવાન્સ મેડીટેશન પ્રોગ્રામ વિપસ્યના ધ્યાન જેવું નથી. કોઈપણ વ્યક્તિ કરી  શકે તેટલો ઊંડો અનુભવ આ પ્રોગ્રામ કરાવે છે અને તે દ્વારા અંતર્દૃષ્ટિ ખુલવાથી જે ઊંડાણનો અનુભવ થાય છે તેની ક્ષમતા તો જીવન પરિવર્તન કરી નાખવા જેટલી છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) જેવી અનેક પ્રસિદ્ધ સંસ્થાઓએ કરેલા સંશોધન દ્વારા એ જણાઈ આવ્યું છે કે આ પ્રક્રિયાઓ દ્વારા મનની સર્જનાત્મકતામાં ઘણો વધારો થાય છે, રોગપ્રતિકારક  શક્તિ વધે છે અને જીવનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.

આ પ્રોગ્રામ કરવા માટે મારે દરરોજ કેટલા કલાક હાજર રહેવું પડશે?

આ પ્રોગ્રામ પુરા ત્રણ દિવસનો છે. સવારે 6 અથવા 7 વાગે શરૂ થાય છે અને રાત્રે 8 અથવા 9:00 વાગે પૂરો થાય છે. તેથી આટલા દિવસો માટે પૂરી રીતે મોકળા રહેવાની તૈયારી રાખો અને પોતાની જાતને જ એક સુંદર વેકેશન ભેટમાં આપો.

આમાં મને વચ્ચે વિરામ મળશે?

આ સમગ્ર  પ્રોગ્રામ જ તમારા રોજિંદા જીવનની ઘરેડમાંથી તમને વિરામ  આપવા માટે બનાવવામાં આવ્યો છે!  જોકે પ્રોગ્રામના દિવસો દરમ્યાન આપને બાયો બ્રેક્સ, નાસ્તો, જમવું તે માટે થોડો વિરામ આપવામાં આવશે જ.

શું આ પ્રોગ્રામમાં કોઈ મંત્ર આપવામાં આવે છે?

ના. આ પ્રોગ્રામમાં કોઈ વ્યક્તિગત મંત્ર આપવામાં આવતો નથી, પણ માર્ગદર્શિત ધ્યાનોની શૃંખલાથી આ કોર્સ બનેલો છે.જોકે તમને મંત્રની મદદ થી ધ્યાન કરવામાં રસ હોય તો તમે તમારું નામ અમારા સહજ સમાધિ ધ્યાન યોગના પ્રોગ્રામ માટે નોંધાવી શકો છો.

એવી કોઈ મેડિકલ કન્ડિશન છે કે જેના કારણે આ પ્રોગ્રામમાં ભાગ ન લઈ શકાય?

જો તમે ઓનલાઈન મેડીટેશન એન્ડ બ્રેથ વર્કશોપ અથવા હેપીનેસ પ્રોગ્રામ પૂરો કરેલો છે તો આ પ્રોગ્રામ કરવામાં પણ તમને કોઈ અડચણ ન આવવી જોઈએ. જો કે તમને એવી કોઈ બીમારી/ હાલત  હોય તો તે વિશે તમારા પ્રશિક્ષકને અગાઉથી જણાવો.

શું આ પ્રોગ્રામ કરવા માટે મારું શાકાહારી હોવું જરૂરી છે?

ના સહેજ પણ નહીં . તમારા આહારની આદત આ કોર્સમાં મહત્વપૂર્ણ નહી હોય. જોકે અમે આપને જરૂર સૂચવીશું કે આપ આ કોર્સ દરમ્યાન હળવો શાકાહારી આહાર લો. તે તમને ગહન ધ્યાનમાં લઈ જવામાં મદદ કરશે.

મેં સુદર્શન ચક્ર ક્રિયા નામની નવી પ્રક્રિયા વિશે સાંભળ્યું છે. શું તે આ કોર્સનો ભાગ હશે?

આ એક બહુ જ શક્તિશાળી પદ્ધતિ છે જે તમે એડવાન્સ મેડીટેશન પ્રોગ્રામ (AMP) પૂરો કર્યા બાદ શીખી શકશો. તે તમારી સાધનાના રોજિંદા મહાવરાને નિખારશે અને તે પણ વિનામૂલ્ય. તે માટે આ પ્રોગ્રામ પૂરો કર્યા બાદ તમે તમારા શિક્ષક સાથે સંપર્કમાં રહેજો.