બાળકો અને કિશોરો તથા કિશોરીઓ માટેના કાર્યક્રમો
માનસિક તણાવ દૂર કરો,એકાગ્રતા વધારો અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરો.
બાળકો માટેના આર્ટ ઓફ લિવિંગના કાર્યક્રમો સમગ્રતયા સુખાકારી માટે સહાયરૂપ છે કારણ કે તેમાં મનની શાંતિ,માનસિક સ્પષ્ટતા,એકાગ્રતા અને ભાવનાત્મક સ્થિરતા વિકસે તેવી પદ્ધતિઓ તેમને સક્ષમ બનવા માટે શીખવવામાં આવે છે.ઉપરાંત,પોતાનું વહેંચવાની ભાવના,સંપીને રમવું અને અન્યો સાથે આત્મીયતાની ભાવના કેળવાય એવી મુલ્ય વૃદ્ધિ કરતી પ્રવૃત્તિઓ કરાવામાં આવે છે.
આ કાર્યક્રમમાં તેઓને વ્યવહારિક જ્ઞાન,સંશોધનોએ પ્રમાણિત કરેલી છે તેવી સુદર્શન ક્રિયા અને માનસિક તણાવ તથા ભાવનાઓને નિયંત્રિત કરી શકાય તે માટેના કૌશલ્યો શીખવવામાં આવે છે.આમ તેઓ એકાગ્ર થવાની ક્ષમતા કેળવવામાં , સારી રીતે અભ્યાસ કરવામાં અને મિત્રો, માતાપિતા તથા શિક્ષકો સાથે સકારાત્મક સંબંધો કેળવવામાં સક્ષમ બને છે.
પ્રેરણા આપો,સશક્ત બનો,લક્ષ પ્રાપ્ત કરો
5 વર્ષથી ઉપરના અને 18 વર્ષ સુધીના બાળકોના સાત્વિક વિકાસ માટે વિશિષ્ટ કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે.તેનાથી તેમની માનસિક,ભાવનાત્મક અને શારીરિક તંદુરસ્તીમાં વૃદ્ધિ થાય છે.

સુદર્શન ક્રિયા
આ એક શ્વસન પ્રક્રિયા છે જેને સંશોધનો દ્વારા અનુમોદન મળેલું છે.તે માનસિક તણાવ,ગુસ્સા અને ચિંતાને અસરકારક રીતે પહોંચી વળવામાં સહાયરૂપ છે તેવું મેડીકલ વિજ્ઞાન દ્વારા સાબિત થયેલું છે.તે એકાગ્રતા વધારવામાં અને શીખવાની ક્ષમતામાં વૃદ્ધિ કરવા પણ સહાયરૂપ છે.

યોગની પ્રક્રિયાઓ
આસનો,વિશ્રામ આપતી પ્રક્રિયાઓ જેનાથી મનની શાંત અવસ્થા પ્રાપ્ત થાય છે,યાદશક્તિ અને ગ્રહણશક્તિ વધારવા સરળ પ્રક્રિયાઓ તથા આત્મવિશ્વાસ અને એકાગ્રતા વધારવા વિશિષ્ટ પ્રક્રિયાઓ કરાવવામાં આવે છે.

વ્યવહારિક જ્ઞાન
નકારાત્મક લાગણીઓને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય,સ્કૂલમાં સફળતા મેળવવા પ્રેરણા મળી રહે તથા જયારે મિત્રોના દબાણો અને જીવનના પડકારોનો સામનો કરવાનો આવે ત્યારે બાળક યોગ્ય વિકલ્પ પસંદ કરી શકે તે માટે જીવન કૌશલ્યો શીખવવામાં આવે છે જે અમલમાં મુકવાના સરળ હોય છે.

પારસ્પરિક રમતો
રમુજી પ્રવૃત્તિઓ,વ્યક્તિગત અને સામૂહિક કસરતો તથા સક્રિય ચર્ચાઓ ,લક્ષ્ય નક્કી કરવાનું, યોગ્ય નિર્ણય કરવાનું,સમસ્યાઓનો ઉકેલ લાવવાનું.વિખવાદનું નિરાકરણ કરવાનું અને સમાજ અભિમુખ વર્તણૂક તથા સહકાર રાખવાનું બાળકોને શીખવવામાં આવે છે.