હોનારત માં રાહત

હોનારતોમાં ઝડપથી વસ્તુઓ અને માનસિક રાહત પહોંચાડવા માટે અમારી સાથે સેવામાં જોડાવ


દાન કરો
icon

કાર્યપદ્ધતિ

વસ્તુઓ ની મદદ પહોંચાડવી, આઘાતમાં રાહત પહોંચાડવી અને લાંબા સમયનું પુનર્વસન

icon

અત્યાર સુધીનું કામ

વિશ્વની મોટાભાગની બધી જ હોનારતોમાં મદદ પહોંચાડી

icon

વ્યાપ્તિ

56 લાખ લોકોને લાભ મળ્યો

વિહંગાવલોકન

નૈસર્ગિક હોય કે માનવ નિર્મિત, દરેક હોનારતની તેના નિશ્ચિત ભૌગોલિક સ્થાન ને કારણે આગવી સમસ્યાઓ હોય છે. સ્વયંસેવકોના વૈશ્વિક માળખા દ્વારા આર્ટ ઓફ લિવિંગ અને સહયોગી સંસ્થા ધ ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર હ્યુમન વેલ્યુસ (આઈ એ એચ વી) આજ સુધીમાં મોટાભાગની હોનારતોમાં રાહત પહોંચાડવા માટે સક્ષમ રહ્યા છે અને તેના કારણે આ બંને સંસ્થાઓએ સાબિત કર્યું છે કે તેઓ ખૂબ જ અસરકારક રીતે સેવા પહોંચાડવાનું કામ કરતી સંસ્થાઓ છે. તેમની સેવાઓ ટૂંકા ગાળાની તેમજ લાંબા ગાળાના પુનર્વસન કાર્યક્રમોના સ્વરૂપમાં હોય છે. એવી સેવા તેમણે ભારત તેમજ વિશ્વના અનેક દેશોમાં કરી છે.

એકલા ભારતમાં જ અમે ઝડપથી સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા 2001માં સેવા કાર્યો કરીને 1.5 લાખ લોકોના જીવનમાં રાહત પહોંચાડી છે.

જ્યાં સુધી લોકોને આઘાતમાંથી મુક્ત ન કરીએ ત્યાં સુધી ફક્ત આહાર અને દવાઓ કામ કરતી નથી. પીડિત લોકોના મન તેમણે સહન કરેલી યાતનાઓથી ભરાઈ ગયા હોય છે અને તેઓ ભાંગી પડ્યા હોય છે, તેઓ ઊંઘી પણ શકતા નથી.એક પ્રેમાળ સ્પર્શ દ્વારા,માનસિક આધાર દ્વારા અને ભવિષ્યની એક આશાપૂર્ણ દ્રષ્ટિ દ્વારા હોનારતોનો ભોગ બનેલા લોકો પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા સક્ષમ બને છે.

- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

કાર્ય પધ્ધતિ

જ્યારે પણ હોનારત થાય છે અમે તરત જ વસ્તુ સ્વરૂપની મદદ પહોંચાડવાનું અને સાર સંભાળ લેવાનું શરૂ કરી દઈએ છીએ. આ સેવાઓમાં ભોજન ,વસ્ત્રો, દવાઓ અને આશ્રયનો સમાવેશ થાય છે તેમજ શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્યના તજજ્ઞો આવી જગ્યાએ પહોંચીને તરત જ રાહત પહોંચાડવાનું શરૂ કરી દે છે.

જે લોકો હોનારતમાંથી ઉગરી ગયા હોય છે પરંતુ જેમણે ભયાનક શારીરિક તેમજ માનસિક આઘાત અનુભવ્યા હોય છે તેમને ફક્ત વસ્તુ સ્વરૂપની મદદ પૂરતી હોતી નથી. તેમને આઘાત માંથી બહાર કાઢીને ફરીથી જીવન પ્રત્યે આશાવાદી બનાવવાની ખૂબ જ જરૂર હોય છે. આઘાત માંથી બહાર કાઢવાના અમારા પ્રોગ્રામમાં અમે તે લોકોને તેમની ભાવનાઓથી ઉપર ઉઠીને માનસિક તાણમાંથી બહાર આવવા માટે વિવિધ પ્રકારની શ્વાસની પ્રક્રિયાઓ શીખવીએ છીએ. અને તે દ્વારા તેમનું ધ્યાન અમે ભૂતકાળમાંથી દૂર કરીને ભવિષ્યની શક્યતાઓ તરફ દોરીએ છીએ.

ખરેખર રાહત ત્યારે જ પહોંચાડી કહેવાય જ્યારે હોનારતમાંથી ઉગરી ગયેલા લોકોનું પૂર્ણ રીતે શારીરિક તેમજ માનસિક પુનર્વસન થાય. અસરગ્રસ્ત લોકોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે અમારા કાર્યકર્તાઓ ગામડાઓમાં સ્થાનિક લોકો સાથે હળીમળીને કામ કરે છે. તેઓ ઘરો બનાવે છે, સ્વચ્છતાની વ્યવસ્થાઓ કરે છે, રસ્તાઓ, શાળાઓ બનાવે છે,વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્રો અને બીજી માળખાકીય સુવિધાઓ પણ તૈયાર કરે છે.

અમારી કાર્યપદ્ધતિ

icon

તરત જ મદદ પહોંચાડવી

વસ્તુઓ તેમજ અતિ આવશ્યક સેવાઓ પહોંચાડવી

icon

આઘાતમાંથી બહાર આવવા માટેની કાર્ય શાળાઓ

દ્વારા ભાવનાત્મક આધાર આપી તેમનું મનોબળ વધારવું

icon

લાંબા ગાળાનું પુનર્વસન

માળખાગત સુવિધાઓના નિર્માણ થકી કાયમી વ્યવસ્થા નિર્માણ કરવી

અસર

અત્યંત પ્રભાવશાળી રાહત અને પુનર્વસન કામગીરી દ્વારા સુનામીથી અસર પામેલા વિશ્વભરના ક્ષેત્રોમાં તેમજ ગુજરાતના ભૂકંપમાં અમારા સ્વયમસેવકો એ સહાનુભૂતિ અને પ્રતિબદ્ધતા સાથે કામ કરી અસરગ્રસ્તોને શારીરિક, માનસિક તેમજ વસ્તુ સ્વરૂપની મદદ પહોંચાડી ગત સમયમાં અમે કરેલા વિશેષ કાર્યો નીચે મુજબ છે-

ધરતીકંપ

ગુજરાતમાં ભૂકંપ
ભારત (જાન્યુઆરી 2001)

 

બામ ભૂકંપ
ઈરાન (ડિસેમ્બર 2003)

 

કાશ્મીર તેમજ પાકિસ્તાનનો ભૂકંપ
ભારત (ઓક્ટોબર 2005)

 

ગોરખા ભૂકંપ
નેપાળ (એપ્રિલ 2015)

મહાપુર

એલ્બે નદીમાં મહાપુર
જર્મની (ઓગસ્ટ 2002)

 

સુરતમાં મહાપુર
ભારત (ઓગસ્ટ 2006)

 

દક્ષિણ ભારતમાં માં પૂર રાહત (2009)

 

મુંબઈમાં મહાપુર
ભારત (જાન્યુઆરી 2001)

 

ઉત્તરાખંડમાં મહાપુર
(2015)

વાવાઝોડા

ઓરિસ્સામાં સાઇકલોન
ભારત (ઓક્ટોબર 1999)

 

ઓરિસ્સામાં ફાની સાયકલોન
(2019)

 

હેરીકેન કેટરીના
યુએસએ (ઓગસ્ટ 2005)

સુનામી

ભારતીય મહાસાગરમાં સુનામી
(2004)