Service - VBI Volunteers rejoicing during river rejuvenation project

ડાયનેમીઝમ ફોર સેલ્ફ એન્ડ નેશન (DSN)

તમારી મર્યાદાઓ દૂર કરો, તમારા ડર ઉપર વિજય મેળવો અને તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો

તમારા અવરોધોને તોડો • તમારા ડર પર કાબુ મેળવો • તમારી અંદર રહેલી શક્તિને ઍક્સેસ કરો

*કોર્સની ફી સમયગાળો અને સ્થળ પર આધાર રાખીને અલગ અલગ હોય છે

નોંધણી

તમારા મનની અસીમ શક્યતાઓનો અનુભવ કરો

તમે વિચાર્યું હોય એ કરતાં પણ વધારે તમારી ક્ષમતાઓને વિસ્તૃત કરો

icon

ભય પર કાબુ મેળવો

તમારા ડર પર વિજય મેળવીને, મુક્તિનો અનુભવ કરો

icon

સકારાત્મક પરિવર્તન

સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તમે જે પ્રદાન કરી શકો તેમ છો તેને ઓળખો

icon

તમારી ક્ષમતા જાણો

પોતાની જાત માટે તથા પોતાની ક્ષમતાઓ માટે તમે જે ધારણાઓ બાંધી છે તેમાંથી બહાર આવો

શા માટે DSN કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ?

આપણા સૌની વ્યક્તિગત મર્યાદાઓ, જૂની ટેવો કે અવરોધો હોય છે જે આપણને પાછા પાડે છે અને જીવનમાં સંપૂર્ણ પણે સહભાગી થવા દેતા નથી.પરંતુ, સર્વશ્રેષ્ઠ બનવાની સહુને ઊંડી ઈચ્છા હોય છે-પોતાના માટે,આપણા પરિવાર માટે,આપણા સમાજ માટે અને આપણી આસપાસની દુનિયા માટે પણ.

DSN એક પરિવર્તનકારી અને આંકરું કાર્યક્રમ છે જે શિબિરાર્થીઓને વ્યક્તિગત અવરોધો તથા સીમાઓ નાબૂદ કરવા અને આંતરિક સ્વસ્થતા તથા શકિતને ઓળખવા સક્ષમ બનાવે છે.પોતાની સંપૂર્ણ ક્ષમતા જાણવા મનની મર્યાદાઓમાંથી બહાર આવો.

કાર્યક્રમમાં સમાવિષ્ટ મુખ્ય પ્રક્રિયાઓ

DSN એક પરિવર્તનકારી અને આંકરું કાર્યક્રમ છે જે શિબિરાર્થીઓને વ્યક્તિગત અવરોધો તથા મર્યાદાઓ નાબૂદ કરવા અને આંતરિક શકિતને પિછાણવા સક્ષમ બનાવે છે.

icon

આ કાર્યક્રમમાં શિબિરાર્થીઓના સમૂહને શ્રેણીબદ્ધ પ્રક્રિયાઓ સરળતાથી કરી શકાય એ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને વિવિધ ચર્ચાઓ યોજવામાં આવે છે.એક સંવેદનશીલ અને સમજદાર વાતાવરણ ઊભું કરવામાં આવે છે જેમાં શિબિરાર્થીઓ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓનો અને તેનો પોતે કેવી રીતે પ્રતિકાર કરી રહ્યા છે એ અનુભવ કરે છે.અને વિવિધ ડર અને અવરોધોથી ઉપર ઉઠવા માટે યુક્તિઓ  શીખે છે.

icon

પદ્મસાધના તમને તમારી આંતરિક શક્તિનો પરિચય કરાવે છે.જો રોજ કરવામાં આવે તો આ ૪૫ મીનીટની યોગાસનોની શ્રેણીથી તમે વધુ સ્વસ્થ મન અને તંદુરસ્ત શરીર તથા જીવનમાં વધુ શાંતિ મેળવી શકો છો.પ્રભાવશાળી યોગાસનોની આ શ્રેણી શરીર અને મનને ધ્યાનની ગહેરાઈમાં ઉતરવા માટે તૈયાર કરે છે.

icon

પ્રાચીન જ્ઞાનની ગહેરાઈમાં ઊંડા ઉતરવું, અને  જીવન જીવવાનાં રહસ્યો ને અપનાવવાની ચાવીઓ મેળવો. જૂથ ચર્ચાઓ અને ટૂંકા વિડિયો સત્રો વ્યક્તિના જીવનમાં સમજદારીની એક નવી દિશા ખોલે છે તથા વ્યક્તિને વધુ સારી રીતે જીવવા માટે માર્ગદર્શન આપે છે.

icon

તમારા સામર્થ્યનો પરિચય મેળવો અને તેને સમાજમાં યોગદાન આપવા માટે કેવી રીતે ઉપયોગ કરી શકો તે તમે જાણો.તમારી સહભાગિતાના મહત્વ ધ્વારા સમાજમાં પરિવર્તન લાવવા અચળ વિશ્વાસ કેળવો.

સ્થાપક

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.

વધુ જાણો