ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર માનવતાવાદી નેતા, આધ્યાત્મિક શિક્ષક અને શાંતિના દૂત છે. તણાવમુક્ત, હિંસા-મુક્ત સમાજની તેમની દ્રષ્ટિએ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ઓફર કરાયેલ સેવા પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમો દ્વારા વિશ્વભરના લાખો લોકોને એક કર્યા છે.
શરૂઆત
1956 માં દક્ષિણ ભારતમાં જન્મેલા, ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર એક હોશિયાર બાળક હતા. ચાર વર્ષની ઉંમર સુધીમાં, તેઓ પ્રાચીન સંસ્કૃત ગ્રંથ ભગવદ ગીતાના ભાગોનું પઠન કરી શક્યા હતા અને ઘણી વખત ઊંડા ધ્યાનમાં રહેતા હતા. ગુરુદેવના પ્રથમ શિક્ષક સુધાકર ચતુર્વેદીનો મહાત્મા ગાંધી સાથે લાંબો સંબંધ હતો. 1973 માં સત્તર વર્ષની ઉંમર સુધીમાં, ગુરુદેવ વૈદિક સાહિત્ય અને ભૌતિકશાસ્ત્ર બંનેમાં ડિગ્રી સાથે સ્નાતક થયા હતા.
આર્ટ ઓફ લિવિંગ એક સંસ્થા કરતાં વધુ તો એક સિદ્ધાંત છે, એક જીવન જીવવાની ફિલસૂફી છે , એક ચળવળ છે. તેનું મુખ્ય કાર્ય, મુખ્ય હેતુ આંતરિક શાંતિને શોધવાનું, અને સમાજના સંસ્કૃતિ, રીત રિવાજો, ધર્મ અને દેશ એમ વિવિધ પ્રકારે વહેંચાયેલા લોકોને એક કરવાનું, અને તેમને યાદ કરાવતાં રહેવું કે સર્વત્ર માનવ જીવનમાં ઉત્કર્ષ લાવવો એ જ આપણું ધ્યેય છે.
- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
આર્ટ ઓફ લિવિંગ અને આંતરરાષ્ટ્રીય માનવ મૂલ્ય સંગઠન (IAHV) ની સ્થાપના
આર્ટ ઓફ લિવિંગને એક આંતરરાષ્ટ્રીય, બિન-નફાકારક, શૈક્ષણિક અને માનવતાવાદી સંસ્થા તરીકે સ્થાપના કરી. જેમાં શૈક્ષણિક અને સ્વ-વિકાસ માટેના કાર્યક્રમોમાં શીખવવામાં આવતી પ્રક્રિયાઓ એટલી અસરકારક હોય છે કે જે તનાવ દૂર કરી નાખે છે અને કલ્યાણકારી ભાવ કેળવે છે. માત્ર એક નિશ્ચિત પ્રકારની સામાજિક પ્રજા પૂરતું જ નહીં, આ પ્રક્રિયાઓ વિશ્વભરમાં અને સમાજનાં દરેક સ્તરનાં લોકોને માટે અસરકારક નીવડી છે. આર્ટ ઓફ લિવિંગ દ્વારા હાલ 180 દેશોમાં શિબિરો યોજવામાં આવે છે. 1997 માં ગુરુદેવ દ્વારા આંતરરાષ્ટ્રીય માનવ મૂલ્ય સંગઠન (IAHV), નામની એક ભગિની સંસ્થાની શરૂઆત કરાઈ, જેનાં તેઓ સહ-સંસ્થાપક હતાં. IAHV વિકાસ કાર્યક્રમોનો સમન્વય કરવાનું, માનવ મૂલ્યો ની જાળવણી અને તકરારોનું નિરાકરણ લાવવાનું કાર્ય કરે છે.
સેવા અને વૈશ્વિક શાણપણના પ્રેરણાદાયક

ખૂબ જ જાણીતા અને માનવ મૂલ્યોના હિમાયતી એવા ગુરુદેવના કાર્યક્રમો એ બહોળા સ્તરે અને વિવિધ પૃષ્ઠભૂમિના લોકોને મદદ પૂરી પાડી છે. કુદરતી આફતોનો ભોગ બનેલા, આતંકી હુમલામાં અને યુદ્ધમાં અસર પામેલા, વિખૂટા પડી ગયેલા બાળકો, સંઘર્ષ કરતાં સમુદાયો અને એવાં ઘણાં પીડિતોને એમણે એવું પ્રેરણાબળ પૂરું પાડ્યું છે કે આધ્યાત્મિકતા સાથે જોડાયેલી વિશાળ સેવાની લહેર ઊઠી જેને કારણે સ્વયંસેવકોનું વિશાળ જૂથ તૈયાર થયું છે કે જે દુનિયાના જટિલ વિસ્તારોમાં પણ આવી સેવા પ્રવૃત્તિ આગળ ધપાવી રહ્યા છે.
એક આધ્યાત્મિક ગુરૂ તરીકે તેમણે યોગ અને ધ્યાનના નિયમોને નવીન પ્રકારે, ૨૧મી સદીમાં સ્વીકાર્ય એવા રૂપમાં રજૂ કર્યાં છે. વર્ષો જૂના પ્રાચીન જ્ઞાનને ઉજાગર કરી તેનો પ્રચાર કરવાની સાથે સાથે તેમણે વ્યક્તિગત અને સામાજિક સ્તરે ધરખમ બદલાવ/ સુધારા અનુભવાય એવી ક્રિયાઓનું નિર્માણ કર્યું છે. જેમાંની એક છે સુદર્શન ક્રિયા, જે વિશ્વના લાખો લોકોને તણાવ મુક્ત થવામાં, અને રોજિંદા જીવનમાં આંતરિક ઊર્જા અને મૌનના સાગરને શોધવામાં મદદરૂપ થઈ છે.
શાંતિનો સ્ત્રોત

પોતાના જાહેર કાર્યક્રમો, સભાઓ અને નિઃશુલ્ક મેળાવડામાં અહિંસાના તેમના દૃષ્ટિકોણ વિશે અનેક વાર બોલ્યાં છે, એવા ગુરુદેવ એક શાંતિ દૂત છે, જેમણે ઘણી તકરારોના સમાધાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે .તટસ્થ શાંતિ સ્થાપક તરીકે ઓળખાતા પૂજ્ય ગુરુદેવ યુદ્ધ - સંઘર્ષ દરમિયાન સપડાયેલા અને પીડિત લોકો માટે આશાનું પ્રતિક બન્યાં છે. કોલમ્બિયા, ઇરાક, ધ આઈવરી કોસ્ટ, કાશ્મીર અને બિહારમાં સંઘર્ષની વાટાઘાટોમાં બંને પક્ષોના સભ્યોને મંત્રણા માટે તૈયાર કરવાનું વિશેષ શ્રેય પણ ગુરુદેવને મળ્યું છે. પોતાની પહેલ અને વક્તવ્યો દ્વારા એકજ વૈશ્વિક પરિવારના આપણે સભ્યો છીએ એવી માન્યતા સુદ્રઢ થાય તે માટે પૂજ્ય ગુરુદેવે અનેકવાર માનવ મૂલ્યોને પુનઃ સ્થાપિત કરવાની જરૂરિયાત ઉપર સતત ભાર મૂક્યો છે.કાયમી શાંતિ સ્થાપવાના પ્રયાસોના ભાગ રૂપે, તેમણે કટ્ટરતા દૂર કરવાનો ઉપાય આંતર-ધર્મ સંવાદિતા ઊભી કરવી અને બહુ-સાંસ્કૃતિક શિક્ષણ આપવું, એવું આહ્વાન કર્યું છે.
ગુરુદેવે માનવ મૂલ્યો અને સેવા ભાવનાના પુનઃ જાગરણ દ્વારા લાખો લોકોના જીવન ને નવી દિશા તરફ આગળ વધાર્યું છે.દેશ ધર્મ અને જાતિની સીમાઓને પાર કરી પૂજ્ય ગુરુદેવે એક વૈશ્વિક પરિવારના સંદેશની જ્યોત પ્રગટાવી છે, જે તણાવ તેમજ હિંસાથી મુક્ત છે.