
હેપ્પીનેસ પ્રોગ્રામ ફોર યુથ
ખુશીનું રહસ્ય તમારા શ્વાસમાં છે
22 થી 35 વર્ષના વયજૂથ માટે
*તમારું યોગદાન આર્ટ ઓફ લિવિંગની અનેક સામાજિક યોજનાઓને ટેકો આપે છે.
નોંધણીઆ કાર્યક્રમમાંથી હું શું પ્રાપ્ત કરીશ?

મનની શાંતિમાં વધારો
મનને શાંત કરતી અસરકારક પદ્ધતિઓ ઉજાગર થાય છે અને તમારા રોજીંદા જીવનમાં શાંતિ અને આનંદમાં વધારો થાય છે.

ઊર્જામાં વધારો
થાકમાંથી રાહત મેળવો અને ઊર્જાના ઊંચા સ્તરનો અનુભવ કરો; દિવસમાં તમે ધાર્યા હોય તે બધા કામ પૂર્ણ કરો.

માનસિક તણાવ અને ચિંતા દૂર થાય
માનસિક તણાવ ઓછો કરવા, ચિંતામુક્ત થવા અને પડકારોની વચ્ચે પણ નિશ્ચિંત રહી શકવા સંશોધનો જેને પુષ્ટિ આપે છે તેવી પ્રક્રિયાઓ શીખવા મળે છે.

તમારા મન પર વિજય મેળવો
આ કાર્યક્રમમાં આધુનિક જીવનના ચઢાવ ઉતારમાં સ્વસ્થતા થી ટકી શકવામાં સહાયરૂપ થતા પ્રાચીન રહસ્યો વણી લેવામાં આવ્યા છે. વધુ સજગતા અને શાણપણથી જીવવાનું શીખવા મળે છે.
આ કાર્યક્રમ કેવી રીતે અસરકારક છે?
હેપ્પીનેસ પ્રોગ્રામનું હાર્દ છે સુદર્શન ક્રિયાTM.આ એક શ્વસન પ્રક્રીયા છે જેમાં શ્વાસના અમુક ચોક્કસ લયનો ઉપયોગ કરવામાં આવે છે જેને લીધે શરીર,મન અને લાગણીઓ વચ્ચે સંવાદિતા સ્થપાય છે.તેનાથી માનસિક તણાવ અને થાક તથા ગુસ્સો,હતાશા અને નિરાશાની નકારાત્મક લાગણીઓ નાબૂદ થાય છે, પરિણામે તમે શાંતિ,વધુ ઊર્જા,એકાગ્રતા અને વિશ્રાંતિ અનુભવો છો.
આ કાર્યક્રમમાં શું શું સમાવિષ્ટ છે?
- સુદર્શન ક્રિયાTM
- આધુનિક જીવનની સમસ્યાઓના ઉકેલમાં સહાયરૂપ પ્રાચીન જ્ઞાન
- ઊર્જાના રહસ્યો
જીવનમાં પરિવર્તનશીલ અનુભવ
સ્થાપક
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.
વધુ જાણોઆવનાર કાર્યક્રમો
સુદર્શન ક્રિયા™ શીખો
મારે જોડાવું છે પણ...
આ પ્રક્રિયાની કોઈ આડઅસરો છે?
એક માત્ર આડઅસર છે મુરઝાય નહીં તેવું સ્મિત !🙂 દુનિયામાં લાખો લોકો રોજ નિયમિત રીતે સુદર્શન ક્રિયાTM કરે છે જેના સ્વાસ્થ્યમાં થતા ફાયદા નોંધાયેલા છે.
અમારી પ્રક્રિયાઓ કરવાનું એકદમ સલામત છે.જો તમને દમ,ઊંચું બ્લડ પ્રેશર,હૃદયની તકલીફો અને પીઠના દુખાવાની તકલીફ હોય તો અમે તમને તે માટે અલગથી માર્ગદર્શન આપીશું.
શું આ પ્રક્રિયાથી મારા સ્વાસ્થ્યમાં સુધારો થશે?
હા,ચોક્કસ !સુદર્શન ક્રિયાTM નિયમિત કરવાથી નિદ્રાની ગુણવત્તામાં સુધારો થાય છે,રોગ પ્રતિકારક શક્તિ વધે છે તથા માનસિક તણાવ અને હતાશાના પ્રમાણમાં ઘટાડો થાય છે.આ વર્કશોપ કરવાથી લોકોને થયેલા ફાયદાઓ તમારે વાંચવા જ જોઈએ. તમને કોઈ તકલીફો હોય તો તમારા શિક્ષકને અગાઉથી તે વિષે અચૂક જણાવો, જેથી તેઓ તમને શ્રેષ્ઠ અને વ્યક્તિગત અનુભવ આપી શકે!
તમે શા માટે ફી લો છો?
પહેલું કારણ,તમે વર્કશોપ માટે પ્રતિબધ્ધતાથી તમારો સમય આપો.બીજું કારણ,તમને જીવન કૌશલ્યો શીખવા મળે છે અને તમારા દાનની રકમ ભારતમાં ઘણી સેવા યોજનાઓમાં વપરાય છે.દા.ત., ૮૪,૬૮૯+ આદિવાસી બાળકોને શાળામાં અભ્યાસ કરાવ્યો, ૭૦ નદીઓને પુનર્જીવિત કરી, ૩,૧૦,૫૬૧ ગ્રામ્ય યુવાઓને રોજગારલક્ષી કૌશલ્યોથી સશક્ત કર્યા છે અને ૭૫૮ ગામડાઓને સૌર ફાનસથી પ્રકાશિત કર્યા છે.
મને કોઈ માનસિક તણાવ નથી. મારે શા માટે આ વર્કશોપમાં જોડાવું જોઈએ?
બહુ સારી વાત છે કે તમને કોઈ માનસિક તણાવ નથી.તમે શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છો.પરંતુ ધારો કે :તમે પૈસા ખૂટી જવા માંડે ત્યારે જ પૈસા બચાવાનું શરુ કરો છો?અથવા તબિયત બગડે ત્યારે જ કસરત કરવાનું શરુ કરો છો?ના,બરોબર ને?આમ,તમને ક્યારેક જરૂર પડી શકે છે તે માટે સ્થિતિસ્થાપકતા અને તાકાતને વધારીએ અને આંતરિક રીતે સાચવીને રાખીએ તો કેવું?પરંતુ,આ તમારે જ નક્કી કરવાનું છે.તમે માનસિક તણાવમાં આવી જાવ ત્યાં સુધી રાહ જોઈ શકો છો અને આ વર્કશોપ ત્યારે પણ તમને મદદ કરવા તમારી આસપાસ જ હશે.