Service - VBI Volunteers

કર્મયોગ

યુવા નેતૃત્વ તાલીમ કાર્યક્રમ

સમાજમાં પરિવર્તન લાવવાની આંતરિક શક્તિ અને આત્મિશ્વાસ સાથે જીવો

7-દિવસીય વર્કશોપ
નોંધણી

આ પ્રોગ્રામ મને કેવી રીતે મદદ કરશે?

એક નેતૃત્વ તાલીમ કાર્યક્રમ જેણે લાખોથી વધુ યુવાનોને તેમના જીવનમાં અને સમાજમાં પરિવર્તન લાવવામાં મદદ કરી છે.

icon

આત્મવિશ્વાસ સાથે પડકારોનો સામનો કરો

તમારી સાચી સંભાવનાઓને ઓળખો અને આત્મવિશ્વાસથી પડકારોને પાર કરી તમારી મંજિલ સુધી પહોંચો

icon

માનસિક રીતે મજબૂત બનો

મનની સ્પષ્ટતા, કેન્દ્રિતતા,ઈચ્છાશક્તિમાં સુધારો,ડિપ્રેશનનમાંથી બહાર આવવાની, ગુસ્સો અને તણાવ ઘટાડવાની રીતો પણ શીખો

icon

નેતા બનો

આર્ટ ઓફ લિવિંગ સાથે કામ કરો અને પાયાની પહેલ કરો જેમ કે નદીઓને પુનર્જીવિત કરવી,શૌચાલયો અને શાળાઓ બનાવવી વગેરે

icon

સૂક્ષ્મ ઉદ્યોગસાહસિક બનો

પ્રોગ્રામ પછી, તમે અમારી સાથે સૂક્ષ્મ ઉદ્યોગસાહસિક બનવાનું પસંદ કરી શકો છો. અમે તેના માટે હસ્તઉધોગ તાલીમ, ઉત્પાદનો, સેવાઓ અને પ્લેટફોર્મ પ્રદાન કરીશું.

icon

આદર્શ ગામ બનાવો

સુખી અને સમૃદ્ધ ગામ બનાવવા અને પરિવર્તનકારી પાયો બનવા માટે શું કરવું જોઈએ તે શીખો

ગ્રામીણ યુવા સશક્તિકરણ કાર્યક્રમો

ગ્રામીણ યુવાનોને તણાવ વ્યવસ્થાપન, સંદેશા વ્યવહાર સુધારવા અને આત્મવિશ્વાસ વધારવા માટેના કાર્યક્રમો સાથે તેમના જીવનની સત્તા લેવામાં મદદ કરે છે

વધુ માહિતી મેળવો

મહિલાઓ માટેનો અમારો વિશિષ્ટ કાર્યક્રમ, કર્મયોગ મહિલા અગ્રણી ગ્રામીણ યુવા સશક્તિકરણ કાર્યક્રમો (WLTP)

સ્વ-રક્ષણ તાલીમ

માસિક આરોગ્ય સંભાળ

સરકાર મહિલાઓને લગતી યોજનાઓ અને કાયદા

સ્થાનિક શાસનમાં મહિલાઓની ભૂમિકા.

સ્થાપક

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.

વધુ જાણો

મારે જોડાવું છે પણ…

શું તે 7-દિવસનો આખા દિવસનો કાર્યક્રમ છે?

હા, કાર્યક્રમને તમારા આખા દિવસના સમયની જરૂર પડશે, વચ્ચેના વિરામ અને આરામના સમયગાળા સાથે.

આ 7 દિવસોમાં શું શીખવવામાં આવશે?

તમને સુદર્શન ક્રિયાની સાથે સાથે  યોગ,ધ્યાન અને પ્રાણાયામ , વ્યવહારુ જ્ઞાન, સંદેશા વ્યવહાર અને કુશળ નેતૃત્ત્વ,વ્યવહારુ આવડત અને રોજગારી વ્યવસ્થાપન સમુદાયો માટેની કુશળતા શીખવાડવામાં આવશે

મને સમાજમાં પરિવર્તન લાવવામાં રસ નથી. પ્રોગ્રામ મને કેવી રીતે મદદ કરશે?

પ્રોગ્રામ તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ થવામાં મદદ કરે છે. આના અભ્યાસ દ્વારા તમે કાર્ય સ્થળ અને ઘર પરના પડકારોને પાર કરવા માટે યોગ્ય સંતુલન મેળવો છો.

શું આ કાર્યક્રમ માત્ર ગ્રામીણ યુવાનો માટે છે?

મુખ્યત્વે આ કાર્યક્રમ 18 થી 35 વર્ષની વયજૂથના યુવાનો માટે છે.

હું એક એવો શહેરી યુવક છું જે ગામડાઓમાં કામ કરવા માંગે છે. શું આ પ્રોગ્રામ મને મદદ કરશે?

ચોક્કસપણે. તમને ગ્રામીણ સમુદાયોમાં કામ કરવાનો અનુભવ અને સંબંધિત કૌશલ્યો વિકસાવવાની તક મળશે.