
નો યોર ચાઈલ્ડ વર્કશોપ (KYC)
તમારા બાળકના વર્તનને સમજો
માનસિક આરોગ્ય અને પાલકત્વ/ વાલીપણા એ વિશે થયેલા સંશોધનો વિશે જાણો,જાણી લો કે આપ શ્રેષ્ઠ પાલક કઈ રીતે બની શકો. અને આપના દરેક પ્રશ્નોના ઉત્તરો મેળવો…
*તમારું યોગદાન તમને ફાયદા આપશે અને આર્ટ ઓફ લિવિંગની અનેક સામાજિક યોજનાઓને ટેકો આપશે.
નોંધણીહું આ વર્કશોપ માંથી શું શીખીશ?

બાળકોની વર્તણુક
આપનું બાળક અલગ અલગ પરિસ્થિતિઓમાં કઈ રીતે વર્તે છે તે જાણો

અસરકારક સંવાદ
નકારાત્મક પ્રતિક્રિયાની જગ્યાએ સકારાત્મક સંવાદ જગાડવો

વ્યક્તિત્વ વિકાસ
એક બુદ્ધિમાન, સામાજિક રીતે જવાબદાર અને સંવેદનશીલ બાળક કઈ રીતે વિકસાવવું તે શીખો

મૂલ્ય આધારિત પાલકત્વ
તમારા બાળકને સમય-ચકાસાયેલ માનવીય મૂલ્યોથી સજ્જ કરો
પાલકત્વનું શિક્ષણ શા માટે જરૂરી છે?
પાલકત્વ એ જીવનનો સર્વોચ્ચ આનંદ છે.આપ જીવનમાં જે જવાબદારીઓ લેવાના છો તેમાંની સૌથી મોટી જવાબદારી આ જ છે .આજના યુગમાં પાલકત્વ એટલે કેવળ આહાર, વસ્ત્ર, ઘર અને શિક્ષણ આપવું એટલા પૂરતું જ સીમિત રહ્યું નથી.
હવે ના બાળકો તમે તૈયાર કરેલા નિયમો પ્રમાણે જ ચાલે એવા રમકડા રહ્યા નથી. સંબંધોનું વિશ્વ ક્યારેય સરળ નથી રહ્યું .આજના ગતિમાન, ટેકનોલોજી આધારિત,, આત્મ નિર્ભર વિશ્વમાં વિભક્ત કુટુંબો પોતાના ઘરમાં વડીલોની અને તેમના અનુભવોની ગેરહાજરી અનુભવી રહ્યા છે. ખરું જોતા તો આ પરિસ્થિતિમાં કોઈ આપણો હાથ પકડે, કોઈ આપણને સાથ આપે એ કેવળ આવકાર્ય જ નહીં પણ આવશ્યક બની ગયું છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે *નો યોર ચાઈલ્ડ અને નો યોર ટીન વર્કશોપ* તૈયાર કરેલ છે.
તે ખૂબ જ ઉપયોગી કાર્યક્રમ હતો. અમારી ક્રિયાપ્રતિક્રિયાઓ હવે ચોક્કસપણે બદલાશે. હવે, અમે કેવી રીતે વર્તવું અને તેમના મૂળને મજબૂત બનાવવા માટે કેવી રીતે વર્તન કરવું તેનો યોગ્ય ચાર્ટ બનાવીશું.

વસુધા
માતાપિતા - તમારા બાળકને વર્કશોપ જાણો
અગાઉ સમસ્યા શું છે તે અમે સમજતા હતા, પરંતુ તેને કેવી રીતે હેન્ડલ કરવી તે જાણતા ન હતા. આ વર્કશોપ મને સારી રીતે સંસ્કારી અને સારી વ્યક્તિ ઉછેરવા માટે અમુક…

રશ્મિ
પેરેન્ટ - ઓનલાઈન નો યોર ચાઈલ્ડ વર્કશોપ
મારો સૌથી મોટો ઉપાય – સ્વસ્થ અને ખુશ બનવું એ વધુ પ્રાપ્ય, વધુ પહોંચી શકાય તેવું અને વધુ કરી શકાય તેવું છે.

શિલ્પા
કન્સલ્ટન્ટ આર્કિટેક્ટ
કેવાયટી શિબિર મારા માટે વાસ્તવિક રીતે આંખ ખોલનારી હતી. તમે કોઈપણ પ્રશ્નને અનુત્તરિત છોડ્યો નથી. તેના માટે મેં મારા પતિને પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વાસ્તવમાં, જો માતાપિતા બંને સાથે શિબિર…

આકાંક્ષા
પેરેન્ટ - ઓનલાઈન નો યોર ટીન વર્કશોપ
સ્થાપક
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.
વધુ જાણોમારે જોડાવું છે પણ...
આપણા બાળકોને ઉછેરવા માટે આવા વર્કશોપની ખરેખર આપણને જરૂર છે? પેઢીઓથી માતા-પિતાઓ આ બધું તો કરતા જ આવ્યા છે.
ખરું જોતા વિભક્ત કુટુંબ એ બહુ જ નવી સંકલ્પના છે. આ પહેલાની પેઢીઓ પાસે તેમના ઘરોમાં તેમના વડીલો હાજર હતા. ઘરોમાં ઘરનો દરેક સદસ્ય પાળે એવા નિયમો હતા. પણ આજના વિકસિત અને મુક્ત વિશ્વમાં રેખાઓ બહુ સ્પષ્ટ નથી રહી. દરેક વ્યક્તિની પોતાની ધારણાઓ છે, પોતાના વિચારો છે અને આ પેઢીની સમસ્યાઓ પણ આગવી જ છે. આ પરિસ્થિતિમાં પણ આ વર્કશોપ આપને યોગ્ય દિશા બતાડવા નું કામ કરે છે, જાણે કે અંધારામાં ટોર્ચ નો પ્રકાશ.
ફક્ત બે જ કલાકના વર્કશોપ મારા બાળકને ઉછેરવામાં મને આવતી સમસ્યાઓનું સમાધાન કરી શકશે.?
આમ જોઈએ તો પાલકત્વ એ આજીવન કરાતું કાર્ય છે.જોકે આ બે જ કલાકમાં આપણે બાળકોના વર્તન પાછળના મૂળ કારણો ને સમજી લઈએ છીએ અને માતા-પિતાઓને -પાલકોને તેમના બાળકોને પૂર્ણપણે વિકસિત કઈ રીતે કરી શકાય તે વિશેની માહિતી આપીએ છીએ. આ ઇનપુટ્સ તમારા બાળક/કિશોર સાથેના તમારા સંબંધોની મધુરતા જાળવી રાખવા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ પુખ્તાવસ્થા તરફ આગળ વધે છે.
આ વર્કશોપ મને કયા પ્રકારના પ્રકારની સમસ્યાઓમાં મદદ કરશે?
આ વર્કશોપ માં સર્વ સાધારણ પણે બાળકો, કિશોરો માં જોવામાં આવતી આહાર વિશેની આદતો,તેમના વર્તન વિશેના મુદ્દાઓ, તેમને કારકિર્દી ચુંટવા વિશેની મદદ, પરિસ્થિતિનું અત્યંત દબાણ, સંવાદ નો અભાવ, લાંબો સમય સુધી મોબાઇલ અથવા એ પ્રકારના સાધનોનો વપરાશ અને તેના જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બસ તમે જણાવો અને તે ત્યાં હાજર છે. આ વર્કશોપ એક સંવાદ ભર્યું સેશન છે અને તે દ્વારા આપ બાળકો અને કુમારોના આ ઉંમરના વર્તન વિશે અને તે પાછળના કારણો સમજી શકશો.
શું હું મારા બાળકોને આ વર્કશોપ માં લાવી શકું?
આ વર્કશોપ માત્ર માતા પિતા એટલે કે પાલકો માટે જ છે.
હું એક કાર્યશીલ પાલક છું કે જેને અનેક મોરચે લડવું પડે છે. મને આ વર્કશોપ માંથી જે સૂચનાઓ આપવામાં આવશે તે અમલમાં મુકવા માટે વધારે મદદની આવશ્યકતા હશે તો તે મળી શકાશે?
આ વર્કશોપ દ્વારા આપને જે દ્રષ્ટિ પ્રાપ્ત થશે તેના દ્વારા આપ આપના કામકાજના દબાણ અને બાળ ઉછેર આ બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાનું શીખી શકશો. આપ આપના બાળકોના વર્તનને સહાનુભૂતિ અને સમજદારીથી સંભાળી લેવામાં સક્ષમ અનુભવશો.
મારું બાળક સિવિયર અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર - ગંભીર ધ્યાનની ખામી થી પીડિત છે.આ વર્કશોપ તેમાં મદદરૂપ થશે?
આ પરિસ્થિતિમાં અમે આપને આપના કાઉન્સિલર ની સલાહ લેવાનું સૂચવીશું. જોકે બાળકોના અલગ અલગ પ્રકારના વર્તન પાછળના મૂળ કારણો સમજી લેવાથી તમે તમારા બાળકને વધુ સારી રીતે સમજી શકશો અને તે દ્વારા બાળક અને પાલક વચ્ચેના મજબૂત સંબંધો માટેનો માર્ગ મોકળો થશે.
હું મૂંઝવણમાં છું કે શું મારા બાળકને કાઉન્સેલિંગની જરૂર છે.
આ વર્કશોપ આપને આપના બાળકના મુશ્કેલી ભર્યા વર્તન પાછળ ના કારણોને સમજવામાં મદદરૂપ થશે અને તે દ્વારા તમને તમારી સમસ્યાઓના, પ્રશ્નોના જવાબો મળશે.
ઓનલાઈન સ્કુલિંગનો મારા બાળક પર ઘણો કુપ્રભાવ પડ્યો છે. તેને ગેમ્સ અને ઇન્ટરનેટનું વ્યસન થઈ ગયું છે. શું આ વર્કશોપ મને આ બાબતે મદદ કરશે?
બાળકો અને કિશોરોમાં આ પ્રકારનું એડિક્શન એટલે કે વ્યસની થઈ જવું તેની સાથે ઘણા ભાવનાત્મક મુદ્દાઓ સંકળાયેલા છે. આ વર્કશોપ આપને તેમાંના સર્વ સાધારણ કારણો વિશે જાગૃત કરશે.અમે આપને એ પણ સૂચવી શું કે આપના બાળકોને ચિલ્ડ્રન અને ટીન્સ માટેના કોર્સ કરાવવાથી લાંબેગાળે આ પ્રકારના એડિક્શનમાંથી મુક્તિ મળી શકશે.
મારે એક સ્પેશિયલ ચાઈલ્ડ છે. શું આ વર્કશોપ મને મદદ કરશે?
સ્પેશિયલ બાળકોના પાલકોને ખૂબ જ ધીરજ, સહાનુભૂતિ, સકારાત્મકતા અને આંતરિક બળની આવશ્યકતા હોય છે. આપના બાળકની રોજિંદી બાબતો માટે આ વર્કશોપ દ્વારા આપને નક્કી જ અનેક પ્રકારની માહિતીઓ મળશે. અમે એ પણ સૂચવીશું કે આ પ્રકારના બાળકોના પાલકો સ્ટ્રેસ રિલીઝ ટેકનીક શીખી લે જેથી કરીને તેઓ તેમના સમયને વધારે સકારાત્મક રીતે ઉપયોગ કરી શકશે.
પેન્ડમિક ના કારણે મારા બાળકોના નિયમિત વર્તનમાં ઘણો ફરક આવ્યો છે. આ પ્રકારની અભૂતપૂર્વ પરિસ્થિતિમાં જે નકારાત્મકતાઓ નિર્માણ થઈ છે તેની સાથે કઈ રીતે કામ પાડવું એ હું સમજી શકતો નથી. શું આ કાર્યશાળા મને મદદ કરશે?
હા. આ વર્કશોપ આપને આપના બાળકોના વર્તનમાં આવેલા પરિવર્તન અને તેની પાછળના કારણોને સમજવામાં મદદરૂપ થશે અને આપ એ પણ સમજી શકશો કે આ પરિસ્થિતિને સકારાત્મકતા માં કઈ રીતે પલટી શકાય. એટલું જ નહીં પણ તેમના ઉંમર સાથે સંકળાયેલા મુદ્દાઓને પણ આપ સમજી શકશો.