સૌ પ્રથમ તો શું તમે જાણો છો કે તણાવ શું છે? ઘણુંબધું કરવાનું છે અને એ પણ ઓછા સમયમાં અથવા ઓછી શક્તિમાં. જ્યારે આપણી પાસે પૂરતો સમય અને શક્તિ ના હોવા છતાંયે ઘણુંબધું કરવાનું હોય છે ત્યારે આપણે તણાવગ્રસ્ત થઈ જઈએ છીએ.

તો આપણે શક્તિ અથવા  ઊર્જાના સ્તરને કેવી રીતે વધારી શકીએ?

  1. યોગ્ય માત્રામાં ખોરાક – બહુ વધારે નહિ અને બહુ ઓછો નહિ.
  2. યોગ્ય માત્રામાં ઊંઘ – 6 થી 8 કલાક ની ઊંઘ.વધુ નહિ કે ઓછી નહિ.
  3. શ્વાસની થોડી કસરત શીખવી – એ તમારી ઊર્જાને વધારે છે.
  4. થોડીક મિનિટ માટેનું ધ્યાન બધી જ પ્રકારના તણાવને દૂર કરી શકે છે. જો તમે સવારે અને સાંજે 15-20 મિનિટ ધ્યાન કરો છો તો તે તમારા માટે ખૂબ સારું છે, પૂરતું છે.

દરેક વસ્તુ માટે હંમેશા પ્રથમવાર હોય છે, પરંતુ એ પહેલીવાર નથી કે તમે તણાવમાં છો!

તમારા પાછલા જીવનની એ ક્ષણોને જુઓ તમને જ્યારે લાગ્યું છે કે પતી ગયું ! આ જગતનો અંત છે! પરંતુ તમે તે ક્ષણોમાંથી પસાર થઈ ગયા અને તમે હજી પણ જીવંત છો અને હાથપગ હલાવી રહ્યા છો. યાદ રાખો તમે ભૂતકાળમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે અને તમે તે બધાને પાર કર્યા છે. તેથી, વિશ્વાસ રાખો કે હું આ પડકારને પણ સારી રીતે પાર કરી શકીશ.

તમારો દૃષ્ટિકોણ વિસ્તૃત કરો ! બ્રહ્માંડમાં એક જુદા જ કાયદા દ્વારા બધું થાય છે

કદાચ તમે નોંધ્યું હશે કે તમે લોકો માટે ખૂબ સારા હતા,અને છતાંયે, કેટલાક લોકો અચાનક તમારા દુશ્મન બની ગયા.તમારા મિત્રો તમારા દુશ્મન બની ગયા. અને આનાથી વિપરીત પણ થાય છે. કોઈ વ્યક્તિ કે જેના માટે તમે કોઈ મોટો ઉપકાર નથી કર્યો તેઓ તમને મદદ કરે છે અને એ પણ જ્યારે તમને ખરેખર તેની જરૂર હોય. તેથી મિત્રતા અથવા શત્રુતા બ્રહ્માંડના કેટલાક વિશેષ કાયદા દ્વારા થાય છે, અને તેને કર્મ કહેવામાં આવે છે.જ્યારે તમારો સમય સારો હોય ત્યારે તમારા કટ્ટર દુશ્મન પણ મિત્રની જેમ વર્તે છે અને જ્યારે તમારો સમય ખરાબ હોય ત્યારે તમારા શ્રેષ્ઠ મિત્રો પણ દુશ્મનની જેમ વર્તે છે.તેથી, આ બધાને વિશાળ પરિમાણથી સમજો. અને ધીરજ રાખો કે આ સમય પણ પસાર થઈ જશે.

રાહ જુઓ, આ પણ પસાર થશે

ક્યારેક આપણે હાર માની લેવા તૈયાર થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ, તેનું કારણ તણાવ છે. તે સમયે કોઈ નિર્ણય ના લો. તમને પસ્તાવો થઈ શકે છે. પહેલા તો સ્વમાં પાછા ફરો. તમારી જાતને  સ્વમાં પાછા ફરવાનો સમય આપવાથી તણાવને દૂર કરવામાં પણ મદદ મળશે.

ફરવા જાઓ, બેસીને સૂર્યાસ્તનું અવલોકન કરો

કદાચ કેટલાક શહેરી વિસ્તારોમાં, ચારેબાજુ ઊંચી ઈમારતોને લીધે તમને સૂર્યાસ્ત જોવા મળતો નથી. પરંતુ શક્ય હોય ત્યાં સુધી પ્રકૃતિ સાથે રહેવું, બાળકો સાથે રમવું વગેરે પણ મદદ કરશે. દુર્ભાગ્યે, આપણે ખાલી સોફા ઉપર બેસીએ છીએ, ટેલિવિઝન જોતા હોઈએ છીએ અને જંકફુડ ખાતા રહીએ છીએ, આનાથી સમાજના આરોગ્ય ઉપર માઠી અસર થઇ છે. સ્વસ્થ સમાજ માટે આપણે આપણા માર્ગ બદલવાની જરૂર છે.

અને છેલ્લે એ કે તણાવ શરૂ થાય તે પહેલાં બંધ કરો !

એક કહેવત છે કે “તમે યુદ્ધના મેદાનમાં તીરંદાજી શીખી શકતા નથી”. તમારે ત્યાં સુધી પહોંચતા પહેલા તીરંદાજી શીખી લેવી પડશે. તે ક્ષણે કે જ્યારે તમે તણાવમાં હોવ ત્યારે, રાહત મેળવવા માટે આ બધું કરવું વધુ મુશ્કેલ છે, પરંતુ તમારે તે પહેલા જ કંઇક કરવું પડશે જેથી કરીને તમે તે સ્તર સુધી જશો જ નહિ,  કે જ્યાં તમને તણાવ આવે.

તો તણાવમાંથી છુટકારો મેળવવામાં જે મદદ કરશે તે છે તમારી વર્તણૂકની રીત, તમારી ભોજનની ટેવોમાં ફેરફાર. તમારી જીવનને જોવાની – સમજવાની રીતમાં ફેરફાર કરો. તમારી વાતચીત કરવાની ક્ષમતા અને ટીકાનો સામનો કરવાની અને ટીકાને સહન કરવાની તમારી ક્ષમતામાં પણ સુધારો કરો…સામાન્ય રીતે, જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ જ ફેરફાર લાવે છે.

આર્ટ ઑફ લિવિંગ હેપીનેસ પ્રોગ્રામની આધારશિલા એવી સુદર્શનક્રીયા ટેકનિકે વિશ્વભરના લાખો લોકોને તણાવ ઘટાડવા, સારો આરામ મેળવવામાં અને જીવનની ગુણવત્તા સુધારવામાં મદદ કરી છે. ચાર ખંડો માં થયેલ સંશોધન તથા યેલ અને હાર્વર્ડ માં પીઅર-સમીક્ષા કરેલ જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસોમાં કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોનમાં ઘટાડાથી લઈને એકંદરે સંપૂર્ણ જીવનના સંતોષમાં થતો વધારો કરવા સુધીના ફાયદાઓની વ્યાપક શ્રેણી દર્શાવી છે.

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity


    *
    *
    *
    *
    *