મને ગૌશાળા મેદાન, જોધપુર, ફોરેસ્ટ (વન વિભાગ) રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જબલપુર અને પ્રહલાદનગર ગાર્ડન,અમદાવાદની યાદ આવે છે. શું તમને ખબર છે કેમ? આ દરેક જગ્યા સવાર સાંજ ચાલવા માટે યોગ્ય છે જો તમારું લક્ષ્ય વજન ઉતરવાનું હોય તો. તેઓએ 1 કિલોમીટર પર ચિન્હ લગાડેલા છે જેનાથી તમને દિવસ દરમિયાનનું પૂરતા પ્રમાણમાં ચાલવા માટે  પ્રોત્સાહન મળે, કોઈ પણ વાહનની અવરજવરના હોય ના તો રસ્તા પર ખાડાની અડચણ  અને આપના જેવા સમાન હેતુથી ચાલવા વાળા માણસો આસપાસ હોય જેનાથી તમને ચાલવાની પ્રેરણા મળી રહે.

મે ડોક્ટર માનસ પરિહર, નાડી વૈદ્ય અને શ્રી શ્રી તત્વ ની  વજન ઘટાડવા માટે સલાહ લીધી. તે દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ભાગ ચાલવાનો જ હતો. તેમણે વજન ઉતારવા માટે ચાલવાની અમુક સૂચના આપી કે જે નોંધનીય રૂપે સચોટ પુરવાર થઈ. મે પણ બીજાના અનુભવો ને જોઈને ચાલવા ને લગતી અમુક યુક્તિ અપનાવી.

શું વજન ઘટાડવા માટે ચાલવું પૂરતું છે?

મને ચાલી ને વજન ઘટાડવાનો અનુભવ છે. વજન ઉતારવા માટે માત્ર ચાલવું એટલું અસરકારક નથી. ઉદાહરણ તરીકે, જો તમે ચાલતા હોવ પરંતુ તમારી ઊંઘ વધારે માત્રા માં લો છો કે પછી વધારે પડતું બેસી રહો છો અને પૌષ્ટિક આહાર નથી લેતા તો પછી તમારા સ્વાસ્થ્ય પર તેની પ્રતિકૂળ અસર પડે છે. મે જંક ફૂડને બદલે ફળનું સેવન ચાલુ કરી દીધું. આ દરેક પ્રક્રિયા મે ચાલવાની સાથે સાથે શરૂ કરી જેથી વજન યોગ્ય રીતે સતત ઉતરતું રહે.

  • ચાલવાની સાથે સાથે મે મારા ખોરાકની  માત્રાનું પણ ધ્યાન રાખ્યું. મને મિષ્ટાન ખાવું પસંદ છે. તો મે ખાતરી કરી કે હું બપોર ના સમયે ઇચ્છિત મીઠાઈ આરોગી લઉં, જે પાચન ક્રિયા નો શ્રેષ્ઠ સમય છે.
  • ખૂબ ઝડપથી ચાલવાના કારણે મારા પગની હેમસ્ટ્રિંગ માં(ઘૂંટણ ની પાછળનો ભાગ) ખેંચાણ, પીંડીમાં કળતર, સાથળના સ્નાયુઓનું સંકોચન કે ખેંચાણ આવતું તે સ્ટેન્ડિંગ યોગ મુદ્રાના અભ્યાસ થી સરખું થઈ ગયું.
  • ચાલવાનું નિયમિતરૂપે ચાલુ થઈ જાય એટલે વધુ ને વધુ પાણી પીવો જેથી કરીને કાર્યક્ષમતા વધે અને શરીર અને હૃદયના ધબકારામાં વધતા તાપમાનને રોકે.
  • તમારી ખોરાક આરોગવાની પદ્ધત્તિ ઉપર પણ થોડું ધ્યાન દોરવું જોઈએ. સાંજના સમયે કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક ઓછો લેવો હિતાવહ છે. તેનાથી સવારે ઉઠતી વખતે વધુ તાજગી લાગશે.
  • દરરોજ એક જ રીતે ચાલવાનું ટાળો. હું ચાલવાની સાથે સાથે દોડું પણ છું.

ચાલીને વજન ઘટાડવા માટેના 15 નુસખાઓ અને સલાહો

જેટલું ઝડપથી તમે ચાલશો એટલી જ વધુ તમારી કૅલરી બર્ન થશે. (ચરબી ઓગળશે) ચાલીને વજન ઉતારવાના 15 અલગ અલગ સૂચનો નીચે મુજબ છે.

  • ચાલવા માટેના સાધનોમાં સમજદારીથી રોકાણ કરો – ચાલવા માટેના બુટ(પગરખાં,જૂતા) હંમેશા પહે રવામાં ફાવે એવા, થોડા પોચા, વજનમાં હલકા  અને એડીનો ભાગ થોડો કડક હોય અને અંદરનો સોલ  અનુકૂળ હોય તેવા પસંદ કરો.
  • ચાલવા માટે યોગ્ય જગ્યાની પસંદગી કરો – જ્યાં તમને કંટાળો ના આવે. તાજગીનો અનુભવ કરવા માટે રસ્તો બદલતા રહો.
  • પોતાની જાતને વફાદાર રહી ને ચાલો – મારા પાડોશી મિત્ર Dr. સુમનલતા શ્રીવાસ્તવ,  સંસ્કૃતના નિષ્ણાંત, એ એક રેલિજિયસ વોકર છે એમનાથી હું પ્રોત્સાહિત થાઊં છું. વરસાદ હોય તો પણ તેઓ છત્રી લઇને ચાલવા નીકળી પડે છે અને પોતાનથી બનતું શ્રેષ્ઠ કરે છે એક પણ દિવસ છોડે નહીં.
  • જમ્યા પછી ચાલવું – મને તો આશ્ચર્ય થયું જ્યારે મારા ડોક્ટર એ જમ્યા પછી ચાલવાનું સૂચવ્યું. ચાલવાને લગતા અભ્યાસમાં એવું કેહવાયું છે કે “  જે લોકો બપોરે કે રાતે જમ્યા પછીની  તરત 30 મિનિટ માં જ થોડું ઝડપી ચાલવાનું રાખે છે અને જો તેઓને પેટમાં દુખાવો, થાક કે કોઈ બીજા પ્રકારની અગવડતા નથી પડતી તેઓમાં વધુ જલદી અને વધારે વજન ઉતરવાની શક્યતા રહેલી છે કે તેવા લોકોની સરખામણીમાં જેઓ જમવાનું આરોગ્યા પછી ના 30 મિનિટ કે એક કલાક પછી ચાલે છે.”
  • વધારે ચાલવું અને ઓછું બેસવું – એક સંશોધનમાં એવી ભલામણ કરવામાં આવી છે કે પુખ્ત વયના લોકો એ આશરે 5000 કે તેથી ઓછા ડગલાં ટાળવા જોઈએ અને દિવસના 7500 જેટલા કે તેનાથી વધુ ડગલાં ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ જેમાંથી 3000 કે તેનાથી વધારે ડગલાં 30 મિનિટ ના લયબધ્ધ ગાળામાં 100 ડગલાં પ્રતિ મિનિટ  ચાલેલા હોવા જોઈએ. અને વધારે સારા પરિણામ માટે, લાંબા સમય સુધી બેસી રેહવાની ટેવને તોડી ને એવી ક્રિયા કરવી જોઈએ જેમાં હરતા ફરતા રેહવાનું હોય.
  • સંગીત, ગાયનો, ઓડીઓ બુક – સાંભળવાની પુસ્તક, પોડકાસ્ટ (ડિજિટલ જગત નો રેડિયો)  આ દરેક વસ્તુનું શ્રવણ તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે.
  • એક ફિટનેસ ટ્રેકર અથવા પેડોમીટર એક સ્માર્ટ રીત છે જેમાં તમારા દરરોજના ડગલાંની નોંધ રહે અને કેટલી પ્રગતિ થાય છે તેનો ખ્યાલ રહે
  • ઢાળ ચડવો અને વજન ઊંચકવું ઢાળ વાળા રસ્તે ચાલવાથી અને અમુક કિલોના વજન ઊંચકીને  કસરત કરવાથી વજન ઉતરવામાંમાં ફાયદો તો છે જ પરંતુ તેનાથી સ્નાયુ પણ મજબૂત બનશે.
  • શરીરના ઉપરના ભાગની કસરત કરતી વખતે ઊભા રેહવાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને હાથ હળવવાની કસરત પણ વજન ઉતારવામાં મદદરૂપ છે. 
  • કુદરતના સાનિધ્યમાં ચાલો ટ્રેડમિલમાં ચાલવાને બદલે
  • સૂર્યપ્રકાશમાં ચાલો અને શરીર માં વિટામિન D ફરીથી ભરી દો.
  • એક ચાલવાનો મિત્ર તમારા ઝડપી કે ધીમી ગતિનું કારણ બની શકે છે. એક એવો મિત્ર રાખો જે તમારા વજન ઉતારવાના ધ્યેયને સાથ આપે.
  • ઊંધું ચાલવું. તે ભલે ધીમી ગતિ થી ચાલો પણ ઉલ્ટા ચાલવાથી ગોઠણ અને તેની પાછળના સ્નાયુઓ મજબૂત બને છે.
  • ઝડપથી ચાલવાનો  લક્ષ્ય રાખો લાંબા ડગલાં લેવા કરતાં
  • પાણી પીતા રહો. ચાલવાનું શરૂ કરો તે પહેલા પણ, પછી પણ અને ચાલતી વખતે પણ હાઇડ્રેડ રહો.

Dr. માનસ પરિહર, વૈદ્ય, શ્રી શ્રી તત્ત્વ એ  આપેલી માહિતી પર આધારિત.

પ્રતિભા શર્મા દ્વારા લિખિત

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity


    *
    *
    *
    *
    *