શું તમારે જાણવું છે ધ્યાન કેવી રીતે કરાય? શું તમે પ્રારંભિક ધ્યાન શોધી રહ્યા છો?

હા, ધ્યાનમાં  ઊંડો અનુભવ શોધવો એકદમ સ્વાભાવિક છે, ખાસ કરીને જ્યારે તમે ધ્યાન કરવાની શરૂઆત જ કરી હોય. તણાવ ઘટાડવા, એકાગ્રતા વધારવા તેમજ એકંદરે સારું સ્વસ્થ્ય મેળવવા માટે ધ્યાનની પદ્ધતિઓ સર્વશ્રેષ્ઠ છે. બસ થોડી વસ્તુઓની ખાતરી કરીને તમે ધ્યાન શરૂ કરી શકો છો અને સરસ અનુભવ પણ મેળવી શકો છો. મોટેભાગે શિખાઉ લોકોના “ ધ્યાન કેવી રીતે કરવું” અને “ ઘરે ધ્યાન કરવાનું કેવી રીતે ચાલુ કરવું”  આ જ સવાલ હોય છે.

આ છે શિખાઉ લોકોને ધ્યાન ચાલુ કરવા માટે મદદરૂપ એવી 8 ટિપ્સ

  1. અનુકૂળ સમયની પસંદગી કરો

    ધ્યાન એ વિશ્રામ છે. જો તમે યોગ્ય રીતે ધ્યાન કરવાનું વિચારી રહ્યા છો તો તમારી અનુકૂળતાએ કરો. એવો સમય પસંદ કરો જેમાં તમને ખલેલ પહોંચે તેવી શક્યતા ના હોય અને તમે છુટથી આરામ કરી શકો અને ધ્યાનને માણી શકો. સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય પણ ધ્યાન માટે આદર્શ છે. આ સમયગાળો એવો છે કે ત્યારે ઘરમાં નિર્મળ શાંતિ હોય જે તમને ધ્યાન કરવામાં સરળતાથી મદદ કરે છે.

    choose convenient time for meditation
  2. એક શાંત જગ્યાની પસંદગી કરો

    અનુકૂળ સમયની જેમ, એક શાંતિપૂર્ણ જગ્યાએ બેસવાનો આગ્રહ રાખો જ્યાં તમને કોઈ વિક્ષેપ ના આવે. એ જગ્યા કોઈ પણ હોય શકે, તમારા ઘરનો એક શાંત કક્ષ/ખંડ,  કુદરતના સાનિધ્યમાં એક કોમળ જગ્યા કે પછી ધ્યાન કેન્દ્ર. આવા સ્થાન શિખાઉ વ્યક્તિને ધ્યાનમાં વિશ્રામ અને આનંદ બંને આપે છે.

    choose a quiet place for meditation
  3. આરામથી બેસો/ આરામદાયક રીતે બેસો

    ઓફીસ કે ઘરે ધ્યાન કરો ત્યારે પ્રમાણમાં ખાલી પેટ રાખવાની ભલામણ કરવામાં આવે છે. જમ્યા પહેલા ધ્યાન કરવાનું કારણ ખૂબ જ સરળ છે – જમ્યા પછી પેટ ભરેલું હોય અને ધ્યાન દરમિયાન કદાચ ઊંઘ આવી જાય. અને ક્યારેક પેટ ભરેલું હોય તો બેચેની પણ લાગી શકે. જ્યારે તમે ભૂખ્યા હોવ ત્યારે પેટમાં થતું ખેંચાણ તમને વિચલિત કરી શકે છે. અને ધ્યાનના સંપુર્ણ સમય દરમ્યાન તમને ભોજન ના જ વિચારો આવે રાખે!!! એના કરતાં જમ્યા પછી ના ૨ કલાકે ધ્યાન કરવું વધુ ઉચિત/ હિતાવહ છે.

    sit comfortably in meditation

    યાદ રાખજો: ભૂખ્યા પેટે ધ્યાન કરવાનો આગ્રહ ન રાખવો.

  4. ખાલી પેટ રાખો

    ઓફીસ કે ઘરે ધ્યાન કરો ત્યારે પ્રમાણમાં ખાલી પેટ રાખવાની ભલામણ કરવામાં આવે છે. જમ્યા પહેલા ધ્યાન કરવાનું કારણ ખૂબ જ સરળ છે – જમ્યા પછી પેટ ભરેલું હોય અને ધ્યાન દરમિયાન કદાચ ઊંઘ આવી જાય. અને ક્યારેક પેટ ભરેલું હોય તો બેચેની પણ લાગી શકે. જ્યારે તમે ભૂખ્યા હોવ ત્યારે પેટમાં થતું ખેંચાણ તમને વિચલિત કરી શકે છે. અને ધ્યાનના સંપુર્ણ સમય દરમ્યાન તમને ભોજન ના જ વિચારો આવે રાખે!!! એના કરતાં જમ્યા પછી ના ૨ કલાકે ધ્યાન કરવું વધુ ઉચિત/ હિતાવહ છે.

    keep stomach empty in meditation

    યાદ રાખજો: ભૂખ્યા પેટે ધ્યાન કરવાનો આગ્રહ ન રાખવો.

  5. શરૂઆત થોડું વ્યાયામ કરીને કરવી

    મુખ્ય ધ્યાન શરૂ કરતા પેહલા વ્યાયામ કરવાનો હેતુ એટલો જ છે કે તેનાથી તમે વર્તમાન ક્ષણમાં આવી જાઓ અને તમારા શરીર અને મનને ધ્યાન કરવા માટે તૈયાર કરી શકો. જો તમે વિચારતા હોવ કે ધ્યાન કરવાનું કેવી રીતે શરૂ કરવું તો- ધ્યાનમાં બેસતા પેહલા થોડી કસરત, સૂક્ષ્મ વ્યાયામ મદદરૂપ બને છે. તેનાથી લોહીના પરિભ્રમણમાં સુધારો થાય છે, આંતરિક જડતા અને બેચેની દૂર થાય છે શરીરમાં હળવાશનો અનુભવ થાય છે. ધ્યાન કેવી રીતે કરવું તે શીખવામાં આ એક અગત્યનુ ડગલું છે જે તમને વધુ સમયગાળા સુધી સ્થિર બેસી રહેવામાં ઉપયોગી નીવડે છે.

  6. થોડા ઊંડા શ્વાસ લો

    શરૂ કરતાં પેહલા થોડા ઊંડા/ ગાઢ શ્વાસ લેવા પણ એક અગત્યનુ પગલું છે. ધ્યાન શરૂ કરતા પહેલા ગાઢ ઊંડા શ્વાસ કે પછી નાડી શોધન પ્રાણાયામ કરવું શ્રેષ્ઠ છે. તે શ્વાસની ગતિ/લયને સ્થિર કરવામાં મદદ કરે છે અને મનને શાંતિપૂર્ણ ધ્યાનની સ્થિતિમાં લઇ જાય છે. તમારા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો. તમારા શ્વાસની ગણતરી કરો જો એ તમને વધુ એકાગ્રચીત બનવામાં મદદરૂપ હોય તો. અને જ્યારે તમારું મન ભટકે ત્યારે ધીમે ધીમે તમારા શ્વાસ તરફ તમારું ધ્યાન પાછું લાવો.

  7. તમારા ચહેરા પર એક હળવું સ્મિત રાખો

    કસરત દરમ્યાન ચહેરા પર અચૂક સ્મિત રાખવું! એક સ્મિત તમારા ધ્યાનના અનુભમાં વૃદ્ધિ કરે છે.  એક પ્રયત્ન ચોક્કસ કરજો!

    keep gentle smile in meditation
  8. ધીમે ધીમે અને નરમાશ થી આંખો ખોલવી

    જ્યારે ધ્યાનની સ્થિતિમાંથી બહાર આવીએ ત્યારે જલદીથી આંખો ખોલવાની કે શરીર ને હલાવવાની ઉતાવળ ના કરો.તેના બદલે તમારી પોતાની આસપાસના વાતાવરણ તરફ સજગ થાઓ ત્યારબાદ ધીરેથી આંખો ખોલવી અને ધીરેથી હલનચલન કરવું અને બસ બાકીના દિવસ માટે તમે તૈયાર!

ધ્યાનનો અભ્યાસ શરૂ કરવો થોડું ભયાવહ લાગે છે પરંતુ થોડા પ્રયત્ન અને ધીરજથી કોઈપણ વ્યક્તિ એ કરી શકે છે. જો તમે હંમેશા પોતાની જાતને એવું પૂછતાં રહેતા હોવ કે યોગ્ય રીતે ધ્યાન કેવી રીતે કરવું તો ઉપર બતાવેલી ટિપ્સનું અનુસરણ કરો અને પોતાની જાતને શાંત અને કેન્દ્રિત મનની ભેટ આપો.

શિખાઉ લોકો માટે પૂજ્ય ગુરુદેવ દ્વારા માર્ગદર્શિત આ ધ્યાનને અજમાવી જોવો

ધ્યાનની  પદ્ધતિઓ તણાવ સંબંધિત સમસ્યા દૂર કરે છે, મનને શાંતિ અને આરામ આપે છે તેમજ આપણા ચેતાતંત્રને પુનર્જીવિત કરે છે. જો તમને હજુ ખાતરી ના હોય તો તેવા કિસ્સામાં, તમે અમારા “નવા શિખાઉ લોકો માટે પ્રારંભિક ધ્યાન” સેશન ફ્રી/મફતમાં સાઈન અપ કરી શકો છો. જેમાં અમે ૬૦ મિનિટ દરમ્યાન યોગા, શ્વાસ અને ધ્યાન વિશે ઊંડાણ પૂર્વક વાત કરીએ છીએ.

આર્ટ ઓફ લિવિંગમાં સહજ સમાધિ ધ્યાન એ ખાસ ધ્યાનને ઉંડાણપૂર્વક અનુભવ કરવા માટે જ બનવામાં આવેલ છે. જેમાં તમે તમારી મર્યાદિત સીમાઓથી પણ પરે તમારી ક્ષમતાને નિખરી શકો છો.

નવા શિખાઉ લોકો માટે આશરે ૧૦ મિનિટ સુધીનો સમય યોગ્ય છે,જો તમે ફક્ત શરૂ જ કરી રહ્યા હોવ તો. ત્યારબાદ ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાથી તમને અનુકૂળ લાગે એ મુજબ તમે સમયગાળો વધારી શકો છો. એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે ધ્યાનમાં બેસવાના સમયગાળાની લંબાઈ કરતાં ધ્યાનના અભ્યાસમાં નિયમિતતા વધુ મહત્વપૂર્ણ છે. કોઈ વાર ખૂબ જ લાંબા સમય સુધી ધ્યાન કરીને પછી દિવસોના દિવસો ધ્યાન ક્રિયા વગર પસાર થઈ  જાય એના કરતાં રોજ થોડી થોડી મિનિટ ધ્યાન કરવું  ઉચિત છે. એક વાર તમે નિયમિત રીતે ધ્યાનનો અભ્યાસ તમારા રોજિંદા જીવનમાં સ્થાપિત કરી લો છો પછી વધારે સમય સુધી ધ્યાનમાં બેસવું લાભદાયી લાગે છે.
ધ્યાન કર્યા પછી તમારું મન એકદમ શાંત બની જાય છે અને તમારું શરીર ઊર્જાવાન. તમે તમારી જાત સાથે અને તમારી આસપાસની વસ્તુઓ સાથે સંતોષ અનુભવો છો.
હા, રોજ ધ્યાન કરી શકાય છે કેમ કે તેની કોઈ આડઅસર નથી. ધ્યાન એ કાંઈ જ નહિ કરવાની અને દરેક વસ્તુ જતી કરી દેવાની એક નાજુક કળા છે જેથી તમે તમારા મૂળ સ્વભાવ :  પ્રેમ, ઉત્સાહ અને શાંતિમાં વિશ્રામ કરી શકો. ધ્યાનનો અભ્યાસ તમને ઊંડો વિશ્રામ આપે છે. તણાવ નું સ્તર ઘટાડવા અને માનસિક આરોગ્ય જાળવી રાખવા માટે દરરોજ ધ્યાનની ટેકનિકનો અભ્યાસ કરવો અગત્યનું છે.
ધ્યાન કરતી વખતે વિચારો ઉઠવા સામાન્ય છે. દરેક વિચારોને આવવા અને જવાની પરવાનગી આપો. વિચારોનુ નિષ્પક્ષતાથી અવલોકન કરો. તેમને વર્ગીકૃત ના કરો, ના તો કોઈ મત બાંધો. તમારી જાતને યાદ અપાવો કે તમે ના તો ફક્ત શરીર છો, કે ના તો ફક્ત મન. તમે છો એનાં કરતા ખૂબ વધારે છો.
હા! તમે મધુર વાંસળીના સંગીત કે પછી મંત્રોચ્ચાર સાંભળતા પણ ધ્યાન કરી કરી શકો છો.
નોંધનીય અસરો અનુભવ કરવા માટે ઓછામાં ઓછું ૨૦ મિનિટ તો ધ્યાન કરવું જ જોઇએ.
ધ્યાનમાં ગાઢ અનુભવો માટે પહેલા યોગ કરવું સલાહ ભર્યું છે. ધ્યાન પહેલા યોગાભ્યાસથી શરીરની બેચેની દૂર થાય છે અને મન શાંત બને છે. આ એક ગુણવત્તા ભર્યું સંયોજન છે.
ખાલી પેટે ધ્યાન કરવું શ્રેષ્ઠ છે કેમ કે ધ્યાન દરમિયાન પાચનક્રિયામાં કોઈ દખલ થાય તે તમે નહીં ઇચ્છો. તદુપરાંત, જમ્યા પછી ભરેલા પેટે ધ્યાન કરવાથી તમે સૂઈ જાઓ તેની શક્યતા પણ રહે છે.
એક થી બે વાર ધ્યાન કરવું સારું છે.
સારી ગુણવત્તા વાળી ઊંઘ લેવા માટે સૂતા પહેલા યોગ નિંદ્રા ધ્યાનનો અભ્યાસ કરવો વધુ સારો છે

    Wait!

    Don’t miss this Once-In-A-lifetime opportunity to join the Global Happiness Program with Gurudev!

    Have questions? Let us call you back

     
    *
    *
    *
    *
    *