તમને ઊંઘ આવવામાં તકલીફ પડે છે?તમે ઊંઘમાંથી ઊઠો છો ત્યારે થાકેલા અને લથડીયા ખાતા હોવ છો?તમે કદાચ નોંધ્યું હશે કે તમારી અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા ઓછી થઈ ગઈ છે અથવા તમે ઘણી બધી વાર ચીડચીડાપણું અનુભવો છો.તો તમે અનિદ્રાથી પીડાઈ રહ્યા છો.અલ્પ સમય અનિદ્રા થવી એ સામાન્ય છે અને તે મોટેભાગે પોતાની જાતે માટી જાય છે.પરંતુ જો થોડા અઠવાડીયા કરતાં વધારે સમય માટે અનિદ્રાની સ્થિતિ રહે તો તે દીર્ઘકાલીન કહેવાય છે.
અલ્પ કે દીર્ઘ કાલીક,બન્ને પ્રકારની અનિદ્રા ધ્યાન દ્વારા ઠીક કરી શકાય છે.
પૂરતા પ્રમાણમાં પુરાવા ઉપલબ્ધ છે કે નિયમિત ધ્યાન કરવાથી નિદ્રાની ગુણવત્તામાં ઘણીવાર આશ્ચર્યકારક લાગે એવો સુધારો થાય છે.સંશોધનોએ દર્શાવ્યું છે કે ચેતાતંત્રનું વધારે પડતું ઉત્તેજિત થવું એ દીર્ઘકાલીક અનિદ્રા માટે મોટું કારણભૂત પરિબળ છે.એ પરથી ફલિત થાય છે કે જે પ્રક્રિયા,જેમ કે ધ્યાન,ચેતાતંત્રની ઉત્તેજના ઘટાડી શકતી હોય તે અનિદ્રા દૂર કરવામાં ઘણી અસરકારક રહી શકે.

આપણું ચેતાતંત્ર સામાન્ય રીતે ઘણા પરિબળોથી અતિ ઉત્તેજિત થતું હોય છે.એ છે માનસિક તણાવ,ચિંતા, ચા અને કોફી જેવા ઉત્તેજક પીણાનું વધારે પડતું સેવન, કેફીન દ્રવ્યોનું સેવન,મોડા સૂઈ જવાની ટેવ,અપૂરતો આરામ,ટીવી કે કમ્પ્યુટરને લીધે વધુ પડતી ઉત્તેજના અને પોતાના શરીરને અનુકુળ ના આવતી હોય તેવી આહારની ટેવો.પરંતુ સામાન્ય રીતે અનિદ્રા માનસિક અને ભાવનાત્મક તણાવને લીધે થતી હોય છે.ધ્યાન ખાસ કરીને મદદરૂપ નીવડે છે કારણ કે તે પ્રત્યક્ષ રીતે શરીર અને મનને તણાવમુક્ત કરે છે.
પરંતુ એ પ્રક્રિયાઓ અનિદ્રા કે અન્ય સમસ્યાઓના તાત્કાલિક ઉપાય માટે નથી.અનિદ્રાના ઉપચાર માટે અમે જે તે સમસ્યા માટે કારણભૂત હોઈ શકે તે પરિબળો પોતાની જાતે શોધવાનો પ્રયત્ન કરવા ભલામણ કરીએ છીએ.તમે તમારા જીવનની બાહ્ય પરિસ્થિતિઓમાં બદલાવ લાવી શકવા સમર્થ ના હોવ,પરંતુ તણાવ માટે જવાબદાર પરિબળો પ્રત્યે તમે તમારી પ્રતિક્રિયામાં ચોક્કસ પરિવર્તન લાવી શકો છો.તમે અનિદ્રાના ઉપાય માટે નીચેના સૂચનોનો પણ અમલ કરી શકો છો.
-
સહજ સમાધિ ધ્યાન કરો
સહજ સમાધિ ધ્યાન એક મંત્રનો ઉપયોગ કરીને વગર પ્રયત્ને ધ્યાન કરવાની ક્રિયા છે.તેનાથી વિશ્રામની ગહેરી અવસ્થા પ્રાપ્ત થાય છે અને તે તણાવ,ચિંતા,અતિશય થાક અને નકારાત્મક ભાવનાઓ પ્રત્યે ખૂબ અસરકારક પ્રક્રિયા છે.
જો તે રોજ ૨૦ મીનીટ માટે દિવસમાં બે વાર,સવારે અને બપોરે અથવા વહેલી સાંજે, કરવામાં આવે તો તે ચેતાતંત્રને સંતુલિત કરે છે અને ગાઢ નિદ્રા કરતાં પણ વધારે ગહેરો વિશ્રામ આપે છે.ગહેરા વિશ્રામના આ સમય દરમ્યાન શરીર અને મન પોતાનો ઉપચાર કરી શકે છે અને તણાવને કારણે થયેલી શારીરિક, જૈવિક રસાયણિક અને ભાવનાત્મક આડઅસરોને નાબૂદ કરી શકે છે.
જો તમે એ પ્રક્રિયા શીખ્યા ના હોવ તો તમારા નજીકના આર્ટ ઓફ લિવિંગના કેન્દ્ર પર સહજ સમાધિ ધ્યાનના કાર્યક્રમમાં જોડાઈ શકો છો.
-
નિર્દેશિત ધ્યાન કરો
અનિદ્રાથી મુક્તિ મેળવવા નિર્દેશિત ધ્યાન પણ ઘણાં મદદરૂપ થઇ શકે છે.નિર્દેશિત ધ્યાન કરવા ઓફ લિવિંગના ડીવાઈન શોપમાં સીડીઓ ઉપલબ્ધ હોય છે.જેમ કે શાંતિ ધ્યાન,પંચકોષ ધ્યાન,ઓમ ધ્યાન અને હરીઓમ ધ્યાન.
તમે ઓનલાઈન પણ નિર્દેશિત ધ્યાન કરી શકો છો.
-
યોગનિદ્રા દ્વારા વિશ્રામ કરો
યોગનિદ્રા કે જેમાં આડા પડીને શરીરના વિવિધ હિસ્સા પર વ્યવસ્થિત રીતે ધ્યાન લઇ જવામાં આવે છે તે પણ અનિદ્રાના પીડિતો માટે મોટા આશીર્વાદરૂપ છે.જો તમે સૂતા પહેલાં તરત તે કરો છો તો ખાસ ફાયદો થાય છે.ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા નિર્દેશિત યોગનિદ્રા ઉપલબ્ધ છે અને તેની ખાસ ભલામણ કરવામાં આવે છે.
પ્રક્રિયા શરુ કરતા પહેલા કોઈ અનુભવી ધ્યાનના શિક્ષકની મદદ લો જે તમને તમારી પરિસ્થિતિ મુજબ વિશેષ સલાહ આપશે.
આજે રાત્રે સૂતા પહેલાં ઓનલાઈન નિર્દેશિત યોગ નિદ્રા કરી જોજો.
ઉપરાંત, ઊંઘ માટે ધ્યાન વિશે વધુ જાણો
સૂવાની શ્રેષ્ઠ દિશા જાણો
-
આ પ્રાણાયામ પણ સહાય કરી શકે છે
સૂતા પહેલા તરત નાડી શોધન પ્રાણાયામના થોડા રાઉન્ડ કરો.
- તમારી પથારીમાં આરામદાયક રીતે બેસો અને થોડા સામાન્ય શ્વાસ લો.તમારો ડાબો હાથ તમારા ડાબા સાથળ પર રાખો અને હથેળી ઉપર તરફ ખુલ્લી રાખો.તમારા જમણા હાથને તમારા નાક પાસે લાવો.
- તમારા જમણા હાથની તર્જની અને મધ્યમા આંગળીઓને બંન્ને ભમ્મરોની વચ્ચે હળવેથી મુકો.તમારા જમણા ખભા અને હાથને વિશ્રામમય રીતે રાખો.
- બન્ને નસકોરામાંથી શ્વાસ બહાર કાઢો.પછી જમણા નસકોરાને અંગૂઠા વડે બંધ કરી ડાબા નસકોરાથી શ્વાસ લો.
- ડાબા નસકોરાને અનામિકા આંગળી વડે બંધ કરી ધીરે ધીરે જમણા નસકોરાથી શ્વાસ બહાર કાઢો. હવે જમણા નસકોરાથી શ્વાસ લો અને ડાબાથી બહાર કાઢો.આ એક રાઉન્ડ થયો.
- હળવાશથી આવા કેટલાક રાઉન્ડ કરીને તમારા શ્વાસ અને ઉચ્છવાસનો સમયગાળો જુઓ.હવે શ્વાસ એવી રીતે લો કે ઉચ્છવાસનો સમયગાળો શ્વાસ કરતાં બમણો હોય.
- આમ કરવા માટે તમારે કદાચ તમારા શ્વાસ લેવાનો સમયગાળો ટૂંકો કરવો પડે,ઉચ્છવાસને લંબાવવો નહીં.વધારે પડતો પરિશ્રમ ના કરીએ એ અગત્યનું છે.
- શ્વાસ કંપનરહિત અને આરામદાયક રીતે ધીમો હોવો જોઈએ.આશરે ૫ મીનીટ પછી આ જે રાઉન્ડ કરો છો તે બંધ કરો અને વિશ્રામ કરો.
- હવે તમારું ધ્યાન તમારા કુદરતી શ્વાસ પર આપો.ઉચ્છવાસ પર ધ્યાન આપો.બહાર નીકળતા શ્વાસ પ્રત્યે સજાગ રહીને ઉચ્છવાસના અંતે કુદરતી વિરામ થવા દો.
શ્વાસની જે કુદરતી ઢબ છે તેને કોઈ પણ રીતે પ્રયત્નપૂર્વક બદલવાનું ના કરો.જયારે પણ તમારું મન ભટકે–જે થવાનું જ છે—ત્યારે હળવેથી તમારું ધ્યાન ઉચ્છવાસ પર લાવો.એકાગ્ર થવા પ્રયત્ન ના કરો કે તમારું મન વિચારો કર્યા કરે તો ચિંતા ના કરો.
પ્રાણાયામ ૫ મીનીટ સુધી ચાલુ રાખો,વધુમાં વધુ ૧૦ મીનીટ માટે કરો.અને પછી વિશ્રામ કરો.આડા પડો અને શાંતિનો અનુભવ માણો.જો તમે રાત્રે જાગી જાવ અને ફરી ઊંઘ ના આવતી હોય ત્યારે પણ આ નાડી શોધન પ્રાણાયામ કરી શકો છો.
અનિદ્રાના ઉપાયોનો સારાંશ
- રોજ આશરે ૨૦ મીનીટ માટે,બે વાર,નિયમિત રીતે ધ્યાન કરો
- સહજ સમાધિ ધ્યાન અથવા ગુરદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા નિર્દેશિત કોઈ ધ્યાન.
- તમને સૌથી અનુકુળ આવે તેવી પદ્ધતિ નક્કી કરવા અનુભવી ધ્યાનના શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવો.
- સુતા પહેલાં ૧:૨ ના શ્વાસના પ્રમાણમાં નાડી શોધન પ્રાણાયામ કરો અને શ્વાસનું અવલોકન કરો તથા ધ્યાન અથવા યોગનિદ્રા કરો.
- જો તમે રાત્રે ઊંઘમાંથી જાગી જાવ તો શ્વાસના ૧:૨ ના પ્રમાણમાં નાડી શોધન પ્રાણાયામ કરો.
- તમારી પરિસ્થિતિ માટે વિશેષ સલાહ મેળવવા ધ્યાનના નિષ્ણાંતને મળો.
ઘસઘસાટ નિદ્રા મેળવવામાં સફળ રહો,મધુરા સ્વપ્નો માણો!
આર્ટ ઑફ લિવિંગ ડીપ સ્લીપ એન્ડ એન્જાયટી રિલીફ પ્રોગ્રામ વડે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરવા માટે તમે શક્તિશાળી તકનીકો શીખી શકો છો.
અનિદ્રાનો ઉપાય કેવી રીતે કરવો તે વિષે વારંવાર પૂછાતા પ્રશ્નો
૧.ધ્યાન કરવા તમારી મનોસ્થિતિ બનાવો.
૨.યોગમેટ પર સુખાસનમાં બેસો અથવા ખુરશી પર બેસો અથવા યોગમેટ કે ગાદલા પર કે પથારીમાં આડા પડો.
3.પ્રક્રિયા-તમારી આંખો બંધ કરો અને હળવેથી તમારું ધ્યાન તમારા શ્વાસ પર લાવો.તેનો જે અવાજ આવે છે તેનું અવલોકન કરો,અંદર જતી અને બહાર નીકળતી હવાના પ્રવાહનું અવલોકન કરો,તેના તાપમાન પર ધ્યાન આપો.તમારી અંદર ઉદ્ભવતા તમામ વિચારો અને લાગણીઓનું અવલોકન કરો.
૪.પ્રક્રિયાનો ઉદ્દેશ શ્વાસનો ઉપયોગ કરીને મનને વર્તમાન ક્ષણમાં રાખવાનો છે.
૫.ધ્યાનના ૩ સુવર્ણ નિયમોનું પાલન કરો—મારે કંઈ જોઈતું નથી,હું કંઈ કરીશ નહીં,હું કંઈ નથી.

૨)પરંતુ જયારે તમે તમારું ધ્યાન ત્યાં લઇ જાવ છો ત્યારે તમને સ્પંદનોનો અનુભવ થવાનું શરુ થાય છે.
૩)જયારે તમને તે સ્પંદનોનો થોડો અનુભવ થાય છે ત્યારે તે સ્પંદન પ્રકાશ બની જાય છે.
૧.ધ્યાન કરવા તમારી મનોસ્થિતિ બનાવો.
૨.યોગમેટ પર સુખાસનમાં બેસો અથવા ખુરશી પર બેસો અથવા યોગમેટ કે ગાદલા પર કે પથારીમાં આડા પડો.
3.પ્રક્રિયા-તમારી આંખો બંધ કરો અને હળવેથી તમારું ધ્યાન તમારા શ્વાસ પર લાવો.તેનો જે અવાજ આવે છે તેનું અવલોકન કરો,અંદર જતી અને બહાર નીકળતી હવાના પ્રવાહનું અવલોકન કરો,તેના તાપમાન પર ધ્યાન આપો.તમારી અંદર ઉદ્ભવતા તમામ વિચારો અને લાગણીઓનું અવલોકન કરો.
૪.પક્રિયાનો ઉદ્દેશ શ્વાસનો ઉપયોગ મનને વર્તમાન ક્ષણમાં રાખવાનો છે.
૫.ધ્યાનના ૩ સુવર્ણ નિયમોનું પાલન કરો—મારે કંઈ જોઈતું નથી,હું કંઈ કરીશ નહીં,હું કંઈ નથી.
૬.શરીરના અલગ અલગ ભાગ પર વારાફરતી ધ્યાન લઇ જાવ.
૭.જયારે તમને સંપૂર્ણ લાગે ત્યારે હળવેથી તમારી હથેળીમાં તમારી આંખો ખોલો.