સમુદ્રની સપાટી પર ઉત્પન્ન થતા મોજાને જોવાનું માણવું એ કાયમ આહ્લાદક હોય છે.અને કુદરત તેના પેટાળમાંથી જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તે ખરેખર આપણા આત્મા માટે શાંતિદાયક અને ધ્યાનમગ્ન કરી દે તેવો હોય છે!
માનસિક તણાવમાંથી રાહત મેળવવા ધ્યાન
જીવન એક સુંદર મુસાફરી છે.પરંતુ,મોટેભાગે તેને તણાવના સકંજામાં જકડાયેલી હોય તેમ જોવામાં આવે છે.તણાવ એટલે જીવનની કોઈ કે ઘણી પરિસ્થિતિઓ કે જે,આંતરિક અથવા બાહ્ય પરિબળો કે કારણોને લીધે ઉત્પન્ન થાય છે તેમને પ્રતિભાવ આપવાની ક્ષમતાનો અભાવ.
તણાવ માટે જવાબદાર પરિબળો છે ટૂંકા સમયમાં કરવાના કામોની લાંબી યાદી; અથવા માંદગી પ્રત્યે સંવેદનશીલતા કે આપણા નિયંત્રણમાં ના હોય તેવા આઘાતજનક અનુભવ હોઈ શકે છે.આપણે લોકોને તેની વિવિધ તીવ્રતાથી પીડાતા જોઈ શકીએ છીએ.અરે,બાહ્ય અનુકૂળનને લીધે થતા વિચારો કે ડર પણ તણાવ માટેના કારણોમાંના એક હોઈ શકે છે.
ડોકટરો તણાવની અસર જૂદા જૂદા સ્તર પર થતી જણાવે છે—શારીરિક અને માનસશાસ્ત્રીય.શારીરિક સ્તરે પાચન,રુધિરાભિસરણ અને શ્વસન તંત્રો પર અસર થઈ શકે છે અને શરીરની રોગ પ્રતિકારક ક્રિયાઓ પર પણ.જયારે ભાવનાત્મક દબાણો વ્યક્તિ કેટલા પ્રમાણમાં તણાવમાં હોય છે તેના પર આધાર રાખીને મૂંઝવણ,ચિંતા અને હતાશા કરી શકે છે.
ગમે તે કારણે હોય પણ જેટલું જલ્દી તણાવકારક પરિબળો દૂર થાય તેટલું વધારે સારું.આપણું ‘સિમ્પેથેટીક’ ચેતાતંત્ર ‘ભાગ લો કે ભાગી જાવ’ એવા જે પ્રતિભાવ જન્માવે છે તે,જો લાંબા ગાળે તણાવ ઊંડી વ્યથામાં પરિણમે તો,આપણી તબિયતને અસર કરી શકે છે.માટે,*’એમિગદલા’ અપહરણ થાય તે પહેલા,એટલે કે ’લાગણીઓ સાથે જોડાયેલું મગજ’ ‘વિચારોની સાથે જોડાયેલા મગજ’ થી વંચિત થઈ જાય તે પહેલા આપણે સાવધાન થઇ જઈએ એ અગત્યનું છે.
*’એમિગદલા’ એ મગજનો એ હિસ્સો છે જે ભાવનાત્મક પ્રતિભાવને ઉત્તેજન આપે છે,જયારે અગ્રભાગ જ્ઞાનપ્રક્રિયાકારક વિચારો ઉત્પન્ન કરે છે.તણાવકારક પરિબળો એમિગદલાને ‘ભાગ લો કે ભાગી જાવ’ ના પ્રતિભાવ ચાલુ કરતું કરી શકે છે.પરંતુ જયારે ભાવનાત્મક આંક ઊંચો હોય ત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં રહે છે અને આપણે સંજોગો સામે પ્રતિક્રિયા આપવાને બદલે પ્રતિભાવ આપીએ છીએ.
જ્યારે આપણે આપણી પહેલાની પેઢીઓ કે જે વધારે શાંતિમય અને સંવાદિત હોવાનું જણાય છે તેમની જીવનશૈલીનો અભ્યાસ કરીએ ત્યારે આશ્ચર્ય જરૂર થાય છે.આધ્યાત્મિક સાધના અને ધ્યાનની પ્રક્રિયાઓ સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તથા અંતર્જ્ઞાની મન મેળવવાનો માર્ગ મોકળો કરતા હોવાનું સાબિત થયેલું છે.
પરિસ્થિતિને અનુરૂપ થવાની ક્ષમતા,નરમાશ,જતું કરવાની ભાવના અને પોતાની જાત સાથે અનુકુલનની સ્થિતિ પ્રાણને સંતુલિત કરવામાં સહાય કરે છે અને શાંતિનો એક સૂક્ષ્મ ભાવ લાવે છે.
આશ્ચર્ય નથી થતું કે આપણા પ્રાચીન ઋષિઓએ આપણને આધ્યાત્મિક પ્રક્રિયાઓ દ્વારા ગ્રહણ કરવા એટલું તો ગહન જ્ઞાન આપ્યું છે.આપણી ચેતના વાયુ અને જળ કરતાં વધારે સુક્ષ્મ છે,તે આસપાસમાં પ્રસરી શકે છે અને બધી દિશાઓમાં વહી શકે છે.જેવી રીતે વૃક્ષો ગુરુત્વાકર્ષણથી માટી સાથે જોડાયેલા રહીને ઉપર તરફ વિકસી શકે છે તેમ થોડી મીનીટોનું ધ્યાન આપણા શરીરમાં પ્રાણનું પ્રમાણ વધારવામાં સહાય કરે છે.ત્યારે આપણો શ્વાસ લયબદ્ધ થાય છે અને મન શાંત થયેલું હોય છે.આમ,નિત્યક્રમની પ્રવૃત્તિઓની ચહલપહલમાં પણ આપણને વધારે સૂક્ષ્મ એવા સહજ,અંતર્જ્ઞાનના જગતમાં પહોંચાડે છે.
માનસિક તણાવમાંથી રાહત મેળવવા ધ્યાન કેવી રીતે સહાય કરે છે
ધ્યાનનું વૈજ્ઞાનિક વિશ્લેષણ જણાવે છે કે જયારે ધ્યાનના વિષય અને આશય નિરર્થક થઈ જાય છે ત્યારે માત્ર કંપન રહે છે—ઊર્જાનું શુદ્ધ સ્વરૂપ,એક તરંગની પ્રક્રિયા જે શુદ્ધ સંકલ્પ અને એકાગ્રતા દ્વારા ફળીભૂત થવામાં સહાય કરે છે;ત્યારે તણાવના તમામ પરિબળો દૂર કરી દેવામાં આવ્યા હોય છે અને એ પછી જેનું અસ્તિત્વ રહે છે તે છે આપણામાં શુદ્ધ ચેતના,કે જ્યાંથી બધા નિરાકરણ ઉદ્ભવે છે.
આર્કીમીડીઝનું યુરેકા કે ન્યુટનનું elevation આવા અવકાશમાં ઉદભવ્યા હતા.
આલ્બર્ટ આઈનસ્ટાઈન,જે તમામ વૈજ્ઞાનિકોમાં સૌથી મહાન ગણાય છે,તેમણે કહ્યું હતું,”હું ૯૯ વખત વિચારું છું અને મને કંઈ મળતું નથી;હું વિચારવાનું બંધ કરું છું,મૌન રહીને પાણીમાં તરુ છું,અને ત્યારે મને સત્ય પ્રતીત થાય છે!”
ધ્યાન એ મૌન છે જે આપણને તમામ તણાવકર્તા પરિબળોથી રાહત આપે છે અને શાંતિ તથા આંતરિક આનંદનો ગહેરો અનુભવ કરાવે છે.
ધ્યાનના ફાયદા
આપણી પોતાની અંદરની તરફ માત્ર ૨૦ મીનીટ યાત્રા કરવાથી અગણિત ફાયદાઓ મળે છે,જેમ કે,
- માનસિક તણાવમાંથી મુક્તિ
- લોહીના દબાણ પર નિયંત્રણ
- રુધિરાભિસરણ અને રોગ પ્રતિકારક તંત્રોની તંદુરસ્તીમાં વૃદ્ધિ
- માસિક ધર્મ અને રજોનિવૃત્તિની સમસ્યાઓમાં ઘટાડો
- માથાના દુખાવા અને આધાશીશીમાં રાહત
- લોહીના પરભ્રમણમાં વધારો
- હ્રદયના ધબકારામાં ઘટાડો
- અંતઃસ્ત્રાવોમાં સમતુલન
- વૃદ્ધત્વની પ્રક્રિયાની ગતિ ધીમી પડવી
- એકાગ્રતામાં વૃદ્ધિ
- બુદ્ધિ,અંતર્જ્ઞાન અને મૌલિકતામાં વૃદ્ધિ
- યાદશક્તિમાં વધારો
- સર્જનાત્મકતામાં વધારો
- નિર્ણય લેવાની કુશળતામાં વધારો
- આત્મસન્માન અને સ્વસ્વીકારમાં વૃદ્ધિ
- ઉત્પાદન ક્ષમતામાં વધારો
- આશાવાદમાં વૃદ્ધિ
- સ્વસ્થતાપૂર્ણ દ્રષ્ટિકોણ
- દ્રઢ આત્મબળ
- ભાવનાત્મક સ્થિરતામાં વધારો
- સંબંધોમાં સમતોલન
- શરીર,મન અને આત્મામાં સંવાદિતા
- વ્યક્તિ ખુશ અને આનંદિત મનોસ્થિતિમાં રહે છે
આરંભ કરવા માટે કેટલાક ત્વરિત પગલા
- કોઈ શાંત જગ્યા શોધો.
- તમારો મોબાઈલ ફોન બંધ કરી દો અને બધા ઈલેટ્રોનિકસ ઉપકરણો દૂર મૂકી દો.
- સ્નાયુઓને વિશ્રામ મળે અને ઢીલા થાય તેવી થોડી ક્રમિક કસરતો કરો.તેનાથી શરીરનો તણાવ દૂર થશે.
- ઊંડા શ્વાસના અથવા પ્રાણાયામના થોડા રાઉન્ડ અને પછી સુદર્શન ક્રિયા કરવાથી તમે શરીર અને મન બંને સ્તરે વિશ્રામની ગહેરી અવસ્થા મેળવી શકશો.
- પછી સુખાસનમાં તમારી કરોડરજ્જુને ટટ્ટાર રાખીને આરામદાયક રીતે બેસો.જરૂર લાગે તો પાછળ ટેકો દઈને બેસો.
- હવે તમારી આંખો બંધ કરો;થોડા લાંબા ઊંડા શ્વાસ લો અને વિશ્રામ કરો.
ગુરુદેવના મૃદુ અવાજને તમને અંદરની તરફ શાંતિમય ધ્યાનની અવસ્થામાં લઈ જવા દો.
મનની બે ક્ષમતાઓ છે—એક છે એકાગ્રતા અને બીજી છે વિસ્તૃત થવું અને વિશ્રામ મેળવવો.મનની શૂન્ય અવસ્થામાં વિસ્તૃત થવું એટલે ધ્યાન—એ અવસ્થા જેમાં આપણે બળવાન,દ્રઢ,મજબૂત બનીએ છીએ અને છતાં એટલા નરમ હોઇએ છીએ કે આપણને ક્યારેય કંઈ ડગાવી શકતું નથી.જયારે ભૂતકાળ માટે કોઈ રંજ નથી હોતો,ભવિષ્ય માટે કોઈ ઈચ્છા નથી હોતી તે ક્ષણ સંપૂર્ણ અને તનાવમુક્ત હોય છે.
ધ્યાન એ છે કે દરેક ક્ષણને ગહેરાઈથી સંપૂર્ણપણે જીવવી.
– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી
આર્ટ ઓફ લિવિંગના સહજ સમાધિ ધ્યાનના કાર્યક્રમમાં પ્રયત્ન વગર ધ્યાન કેવી રીતે કરી શકાય તે શીખો.