શું તમને જીવનમાં આરામ, મનની શાંતિ, આનંદ, તરવરાટભરી તંદુરસ્તી, વધુ શક્તિ, હકારાત્મક સંબંધો અને સંતોષ જોઈયે છે? શું તમે તણાવમુક્ત અને ચિંતા મુક્ત થવા ઈંચ્છો છો?
તમે આ બધો અને તેનાથીય વધુ ધ્યાનથી આનંદ મેળવી શકો. ધ્યાન તમારા શરીર, મન અને આત્મા માટે અગણિત લાભ આપી શકે છે. ધ્યાનમાં જે આરામ મળે છે તે ગાઢ નીંદ્રાથી પણ વધુ હોય છે. તમે જેટલા વધુ આરામમાં તેટલા જ વધુ જોમવાળા તમારી પ્રવૃત્તીઓમાં.
ધ્યાનથી તનાવ મુક્તિ
ધ્યાન બે મુખ્ય ફાયદા છે:
- ધ્યાન તનાવની શરીરનાં તંત્રમાં (બંધારણમાં) પ્રવેશતા રોકે છે
- શરીર તંત્રમાં ભેગો થયેલ તનાવ દૂર કરે છે
ધ્યાનના શારીરિક લાભ
ધ્યાનથી શરીરમાં ફેરફાર થાય છે અને શરીરના દરેક કોષ નવી શક્તિથી ભરાઈ જાય છે. જેમ જેમ શરીરમાં પ્રાણશક્તિ વધતી જાય છે તેમ તેમ આનંદ, શાંતિ અને ઉત્સાહ મળતા જાય છે.
શારિરિક રીતે ધ્યાન:
- બ્લડપ્રેશર ઓછું કરે છે. (લોહી નું દબાણ)
- લોહીનાં ક્ષાર ઓછા કરે છે અને આવેશનાં આક્રમણ ઓછા કરે છે
- તનાવને લીધે ઉદ્ભવતી પીડા ઓછી કરે છે, જેમકે તનાવનો માથાનો દુખાવો, અલ્સર (ચાંદા), અનીદ્રા, સ્નાયુ અને સાંધાની તકલીફો
- સેરેટોનીનનું ઉત્પાદન વધે છે જે મનોદશા (મૂડ) અને વર્તણુક સુધારે છે
- રોગ પ્રતિકારક શક્તિ વધે છે
- જેમ જેમ આંતરિક શક્તિનું મૂળ મળતુ જાય, શક્તિ ની સપાટી વધતી જાય
ધ્યાનના માનસિક ફાયદા
ધ્યાન મગજના તરંગો ને આલ્ફા સ્ટૅટમાં લાવે છે જેનાથી દર્દનાશક શક્તિ વધે છે. મન તરોતાજા, કોમળ, (નરમ) અને સુંદર બને છે, નિયમિત ધ્યાન કરવાથી:
- આવેશ ઘટે છે
- લાગણીઓની સમતુલતા સુધરે છે
- સર્જનાત્મકતા વધે
- આનંદ – ખુશી વધે
- અંતઃસ્ફૂરણા વધે
- વિચારોની સ્પષ્ટતા અને મનની શાંતિમાં વધારો
- તકલીફો નાની લાગવા માંડે
- ધ્યાનથી મન આરામદાયક પરિસ્થિતિને લીધે કેન્દ્રિત અને વિસ્તૃત થઈ વધુ સજાગ બને છે
- સજાગ મન વિસ્તૃત ન થાય તો તેને લીધે તનાવ, ક્રોધ અને હતાશા આવે.
- ચેતના વિસ્તૃત થાય પણ મન સજાગ ન હોય તો કામ કરવાની આળસ આવે, વિકાસ રૂંધાય
- સજાગ મનનું સમતોલન અને ચેતનાની વિસ્તૃતિ પરિપૂર્ણતા લાવે.
ધ્યાન તમને જાગૃત કરે છે કે તમારી આંતરિક મનોદશા જ ખુશી-આનંદની માત્રા કેટલી છે તે નક્કી કરે છે
ધ્યાનના અન્ય લાભ
લાગણીઓમાં સ્થિરતા અને ઍકરૂપતા (સુમેળ): તે તમને અંદરથી શુધ્ધ કરી પોષણ આપે છે. જ્યારે તમે ભારેપણું, અસ્થિરતા કે લાગણીઓમાં ભાંગી પડ્યા હો ત્યારે શાંતિ પ્રદાન કરે છે.
ધ્યાન વાતાવરણમાં ઍકરૂપતા લાવે છે: જ્યારે તમે ધ્યાન ધરો ત્યારે તમે વિશાળતા, શાંતિ અને આનંદના અવકાશમાં હો છો જેનાથી વાતાવરણ / પૃથ્વી પર ઍકરૂપતા ફેલાય છે.
ચેતનાનું ખિલવું: રોજના જીવનમાં ધ્યાનને વણી લેવાથી તમારી ચેતના ખીલે છે અને સમય જતા, ચેતનાના ઉંચા શીખર અને શુધ્ધ સ્તરે પહોંચ્યાનો અનુભવ થાય છે.
જ્યારે તમારી ચેતના ખીલે છે અને વિશાળ થાય છે (વિસ્તૃત) થાય છે, ત્યારે તમારા જીવનની અશાંતિ – અવ્યવસ્થા – ઉધમાત નહીવત્ થઈ જાય છે. ગુસ્સો અને હતાશા ક્ષણિક લાગણી થઈ જાય છે. થોડીક ક્ષણો માટે લાગે અને પછી અદ્રશ્ય થઈ જાય. તમે ભૂતકાળને ભૂલી વર્તમાનમાં રહેવા માંડો છો.
વ્યક્તિગત ફેરફાર (બદલાવ): ધ્યાન ખરેખર (સાચે જ) વ્યક્તિગત બદલાવ લાવે છે. જેમ જેમ તમે વધુને વધુ તમારી જાતને જાણતા થશો, તમને કુદરતી રીતે જ જીવનના રહસ્યને, ઍ સૃષ્ટિને જાણવાની ઈચ્છા થશે. ઍ પછી તમારા મનમાં જી પ્રશ્નો ઉદભવશે તે હશે, જીવનનો શું અર્થ છે, શું હેતુ છે? આ વિશ્વ શું છે, પ્રેમ શું છે, જ્ઞાન શું છે?
આવા પ્રશ્નો જ્યારે ઉઠે તો સમજજો કે તમે ઘણા નસીબદાર છો. આ પ્રશ્નો સમજવા જોઈયે. તેના જવાબ તમને પુસ્તકોમાં નહી મળે. તમે જેમ જેમ તેના જવાબ આપતા જશો, તમે જોશો કે તમે ઉચ્ચ કક્ષાના (સમૃદ્ધિ) બદલાવના સાક્ષી બનશો..
તમારા માં વિશ્વચેતના જાગૃત થશે
રોજબરોજના જીવનમાં જ્યારે ધ્યાન વણાઈ જશે, ચેતનાનું પાંચમૂ સ્તર કે જે વિશ્વચેતના કહેવાય છે તે જાગૃત થશે. વિશ્વ ચેતના ઍટલે સમગ્ર વિશ્વ તમારો જ ભાગ છે તે સમજવું.
જ્યારે જગતને તમે તમારો જ ભાગ ગણો છો ત્યારે તમારા અન વિશ્વ વચ્ચે પ્રેમ વહેવા માંડે છે. આ પ્રેમ વિરોધી શક્તિઓ અને તમારા જીવનની તકલીફોને સહેવાની શક્તિ આપે છે. ગુસ્સો અને હતાશા ક્ષણિક લાગણીઓ બની જશે અને અને ઍ થોડો સમય રહેશે અને પછી આલોપ થઈ જશે. તમે વર્તમાનમાં રહેવા માંડશો અને ભૂતકાળને ભૂલી જશો.
જ્ઞાન સાથે ઍક થઈ જવું, તેને સમજવું અને તેને જીવનમાં ઉતારવાથી જીવન પૂર્ણ બને છે. જ્યારે તમે ચેતનાની ઉચ્ચ કક્ષાઍ પહોંચો છો, તમે સુંદર છતાં મજબૂત બનો છો. નરમ, નાજુક અન ખીલેલા ફુલ જેવા, છતાં દરેક પરિસ્થિતિમાં કોઈ પણ શરત વગર અનુકુળ થઈ શકો છો.
કેવી રીતે લાભ મેળવવા
ધ્યાનના ફાયદા જાણવા માટે નિયમિત રીતે ધ્યાન કરવું જરૂરી છે. તે માટે રોજ થોડો સમય જ જોઈશે. ઍક વાર રોજની નિયમિતતામાં વણાઈ જાય ઍટલે ધ્યાન દિવસનો શ્રેષ્ઠ કાળ થઈ જશે.
ધ્યાન ઍક બીજ સમાન છે. જ્યારે તમે બીજની પ્રેમથી માવજત કરશો, તે ખૂબ ખીલશે. ઍજ રીતે તમારામાં રહેલ ચેતનાનાં કિરણો પણ ખીલશે. તેને માટે સરળ ધ્યાનની પ્રક્રિયા જ જરૂરી છે. કેટલાક તાડના ઝાડ ૩ વર્ષમાં ફળ આપે છે તો કેટલાક ૧૦ વર્ષમાં. અને જેની માવજત જ નથી થઈ તે કદી ફળ આપતાજ નથી. તે સુકાઈ જ જાય છે.
થોડી વારના ધ્યાનથી મળતા આરામ, આનંદ, તાજગી માટે દરેક વર્ગના ઘણા પ્રવૃત્તીવાળા બધા જ લોકો આભારી છે. તમારી જાતના ઉંડાણમાં ડૂબકી મારો અને તમારી જિંદગીને સમૃદ્ધ કરો.