Gurudev Sri Sri Ravi Shankar

ઓનલાઈન મેડીટેશન એન્ડ બ્રેથ વર્કશોપ

સુદર્શન ક્રિયાTM - દુનિયાની સૌથી શક્તિશાળી શ્વસન પ્રક્રિયા શીખો. દુનિયાભરમાં ૪.૫ કરોડ લોકો તેને પસંદ કરીને અમલમાં મૂકી રહ્યા છે.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો• માનસિક તાણ થી છુટકારો• સંબંધોમાં સુમેળ• આનંદ અને ઉદ્દેશ સભર જીવન.

દિવસના 2 કલાક, કુલ 4 દિવસ
₹ 3,000*

*તમારું યોગદાન તમને ફાયદા અને આર્ટ ઓફ લિવિંગ ની અનેક સામાજિક યોજનાઓ ને ટેકો આપશે.

નોંધણી

આ વર્કશોપમાંથી મને શું મળશે?

icon

માનસિક તાણને ત્વરિત અને અસરકારક રીતે ઘટાડો

તમારા પોતાના શ્વાસ ની ક્ષમતા દ્વારા

ધી મેડીટેશન એન્ડ  બ્રેથ વર્કશોપ તમને શ્રેણીબદ્ધ યોગિક શ્વસન પ્રક્રિયા માટે કુશળ તાલીમ આપે છે જે તમારા માનસિક તાણ ઓછો કરે છે, તમને ચિંતા અને હતાશા થી મુક્ત કરે છે અને તમારા મનની સ્પષ્ટ અને સકારાત્મક અવસ્થા પુનઃસ્થાપિત કરે છે.

icon

મનની મક્કમતા કેળવો

મન પર પ્રભુત્વ દ્વારા

મનની પ્રકૃતિ સમજવાથી તમને જીવનનું વિશાળ યથાર્થ દર્શન થાય છે.આથી જે ઘટનાઓ તમને હતાશા, અધીરાઈ,ચિંતા,વિગેરે આપતી હતી તેનાથી હવે તમે વિચલિત થશો નહિ.

icon

ધ્યાન કરવાનું સરળ બનાવો

સુદર્શન ક્રિયાTM દ્વારા

તમે ધ્યાન કરવાના પ્રયત્ન કર્યા હતા પણ મનના ભટકવાથી હતાશ થઈ જતા હતા? ધી મેડીટેશન એન્ડ  બ્રેથ વર્કશોપનું હાર્દ છે સુદર્શન ક્રિયાTM ,જે કરવામાં સરળ પરંતુ ખૂબ શક્તિશાળી શ્વસન પ્રક્રિયા છે જે તમને સહજતાથી ધ્યાનની ગહન અવસ્થામાં લઈ જાય છે.

icon

ઊંડો વિશ્રામ મેળવો

માર્ગદર્શિત યોગ અને ધ્યાન દ્વારા

સરળ અભિગમ દ્વારા યોગાસન શીખો જેનો તમે વધારે સારા સ્વાસ્થ્ય,એકાગ્રતા અને વિશ્રામ મેળવવા માટે તમારા રોજિંદા જીવનમાં સમાવેશ કરી શકો છો. વિશિષ્ટ માર્ગદર્શિત ધ્યાન તમને આંતરિક સૌંદર્ય ની ઝલક આપે છે.

સુદર્શન ક્રિયાTM વિષે વિજ્ઞાન શું કહે છે?

100 કરતાં વધારે અભ્યાસો જે વૈશ્વિક સમીક્ષાત્મક સામયિકોમાં પ્રકાશિત થયા છે તે અનુસાર કેટલાક ફાયદા નીચે પ્રમાણે છે

33%

6 અઠવાડિયામાં વધારો

રોગ પ્રતિકારક શક્તિ

57%

6 અઠવાડિયામાં ઘટાડો

 સ્ટ્રૅસ  હોર્મોન્સ

21%

1 અઠવાડિયામાં વધારો

જીવનમાં સંતુષ્ટિ

સ્થાપક

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.

વધુ જાણો

આવનાર કાર્યક્રમો

સુદર્શન ક્રિયા™ શીખો

મારે જોડાવું છે પણ...

શું આ પ્રક્રિયા થી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે?

હા, ચોક્કસ ! સુદર્શન ક્રિયાTM નિયમિત કરવાથી નિદ્રાની ગુણવત્તામાં સુધારો થાય છે,રોગ પ્રતિકારક શક્તિ વધે છે તથા માનસિક તાણ અને હતાશાના પ્રમાણમાં ઘટાડો થાય છે.આ વર્કશોપ કરવાથી લોકોને થયેલા નોંધનીય ફાયદા તમારે વાંચવા જેવા છે. તમને કોઈ તકલીફ હોય તો તમારા શિક્ષકને અગાઉથી તે વિશે અચૂક જણાવો, જેથી તે તમને શ્રેષ્ઠ અને વ્યક્તિગત અનુભવ આપી શકે!

એક ચાર દિવસીય ઓનલાઇન વર્કશોપ શું ખરેખર મારા જીવનમાં પરિવર્તન લાવી શકે?

જીવન એક ક્ષણમાં બદલાઈ શકે છે. મન ગમતી વ્યક્તિ સાથે એક ક્ષણ અથવા ગાડી ચલાવતા જાગૃત રહેવાની ગુમાવેલી એક ક્ષણ - બંન્ને જીવન માટે પરિવર્તનકારી નીવડી શકે છે.એક ઐતિહાસિક ક્ષણ માત્ર તમારા માટે નહીં પણ આખી દુનિયા માટે પરિવર્તનકારી હોઈ શકે છે.પરંતુ, તમારા જીવનમાં પરિવર્તન લાવવા ઉપરાંત આ વર્કશોપ તમને એવી પ્રક્રિયા આપે છે જેનાથી તમે પોતે તમારા જીવનમાં બદલાવ લાવી શકો છો.આ ચાર દિવસોમાં તમે સુદર્શન ક્રિયાTM શીખો છો, જેના પર અનેક સંશોધનો થયા છે અને વિશ્વમાં લાખો લોકો તેને અપનાવી છે. જે લોકો સુદર્શન ક્રિયાTM કરી રહ્યા છે તેમના જીવનમાં પરિવર્તનકારી અનુભવોના અહેવાલ આપ્યા છે.

ઉપરાંત, તમને આજીવન નિઃશુલ્ક ફોલોઅપ સેશનના તથા વૈશ્વિક સ્તરે માર્ગદર્શકો નો લાભ મળશે. તમે આર્ટ ઓફ લિવિંગના એડવાન્સ કાર્યક્રમમાં પણ જોડાઈ શકો છો.તમારી યાત્રાની આ શરૂઆત જ છે.

આ પ્રક્રિયાની કોઈ આડઅસર છે?

એક માત્ર આડઅસર છે, મુરઝાય નહીં તેવું સ્મિત ! 🙂 દુનિયામાં લાખો લોકો રોજ નિયમિત રીતે સુદર્શન ક્રિયા કરે છે તેમના સ્વાસ્થ્ય માં થતા ફાયદા નોંધાયેલા છે.

આ  પ્રક્રિયાઓ કરવાનું એકદમ સલામત છે. જો તમે  દમ, ઊંચું બ્લડપ્રેશર,હૃદય ની તકલીફ અથવા  પીઠના દુખાવાની તકલીફ થયેલી હોય તો અમે તમને તે માટે અલગથી માર્ગદર્શન આપીશું.

મને કોઈ માનસિક તાણ નથી, તો શા માટે આ વર્કશોપમાં જોડાવું જોઈએ?

બહુ સારી વાત છે કે તમને કોઈ માનસિક તાણ નથી.તમે શ્રેષ્ઠ જીવન જીવી રહ્યા છો.પરંતુ એ પણ ધારો કે :શું  તમે પૈસા ખૂટી જાય  ત્યારે પૈસા બનાવવાનું શરૂ કરો છો? અથવા તમારી  તબિયત બગડે ત્યારે જ કસરત કરવાનું શરૂ કરો છો? ના,બરાબર? આમ,તમને ક્યારેય જરૂર પડી શકે છે તે માટે સ્થિતિસ્થાપકતા અને તાકાતને વધારીએ અને આંતરિક રીતે સાચવીને રાખે તો કેવું? પરંતુ,આ તમારે જ નક્કી કરવાનું છે.તમે  માનસિક તાણ માં આવી જાય ત્યાં સુધી રાહ જોઈ શકો છો અને આ વર્કશોપ ત્યારે પણ તમને મદદ કરવા પ્રાપ્ય હશે.

તમે શા માટે ૩૦૦૦ રૂપિયાની ફી લો છો?

જે લોકો એ આ વર્કશોપ કર્યો છે તેમ ની ભલામણ છે કે તમારે વધારે ફી રાખવી જોઈએ.એનું કારણ એ છે કે તમને જીવન વિશેની જરૂરી કૌશલો શીખવા મળે છે ઉપરાંત તમારા દાનની રકમ ભારતમાં ઘણી સેવા યોજનામાં વપરાય છે.દા.ત., ૮૪,૬૮૯+ આદિવાસી બાળકોને શાળામાં અભ્યાસ કરાવ્યો, ૭૦ નદીઓને પુનર્જીવિત કરી, ૩,૧૦,૫૬૧ ગ્રામ્ય યુવાઓને રોજગારલક્ષી કૌશલ્યોથી સશક્ત કર્યા અને ૭૫૮ ગામડાઓને સૌર ફાનસથી પ્રકાશિત કર્યા.જો તમને એવું લાગે કે આ ફી વાજબી નથી અને તમે વધારે ફી આપવા ઈચ્છતા હોવ તો અમને વાંધો નથી.🙂