આશીર્વાદપ્રદાતા વર્ગ (બ્લેસિગ પ્રોગ્રામ)
"જ્યારે તમારા મનમાં એક એવી સ્થિતિ ઉદ્ભવે છે... જેમાં તમને પોતાના માટે કોઈ ચીજની કશી અવશ્યકતા નથી હોતી, કશાની ય અપેક્ષા નથી હોતી ત્યારે તમારા દ્વારા જે આશીર્વાદનો પ્રવાહ વહે છે તે અચૂક સફળ થાય છે." - શ્રી શ્રી
આ આશીર્વાદપ્રદાતા વર્ગ એક ગૂઢ પણ શક્તિશાળી કાર્યક્રમ છે. વ્યક્તિગત સ્તર માટે રચાયેલા આ કાર્યક્રમની અંદર કૃતજ્ઞતા અને પૂર્ણતાની ઊંડી મન:સ્થિતિ પ્રાપ્ત કરાવવા હેતુ અનન્ય પ્રક્રિયાઓ અને ધ્યાન સમાવવામાં આવ્યાં છે. સહભાગીઓ કે જેઓએ આ વર્ગ ઉતિર્ણ કર્યો છે તેમના જણાવ્યા પ્રમાણે આશીર્વાદપ્રદાતા વર્ગમાં અન્ય કોઈ સાધના કાર્યક્રમથી વધુ અલૌકિક એવા અનુગ્રહને પામવાનો અને પોતાના દ્વારા એ અનુગ્રહને પ્રસરાવવાનો અદ્ભૂત અનુભવ થાય છે..
આશીર્વાદપ્રદાતા વર્ગમાં જોડાતા પૂર્વે જરુરી બાબતો આ પ્રમાણે છે:
- બે આર્ટ ઓફ લિવિંગ (ભાગ 2- ઉચ્ચતર સાધના વર્ગ ) કાર્યક્રમો કર્યા હોવા જોઈએ
દિવ્ય સમાજ નિર્માણ (ડી.એસ.એન.)
ડી.એસ.એન.- આ એક એવો અનોખો પરિવર્તનશીલ કાર્યક્રમ છે જે વ્યક્તિની વ્યક્તિગત મર્યાદાઓ અને અડચણોને તોડીફોડીને ને તેનાથી જોજનો દૂર ફગાવી દઈને જે તે વ્યક્તિમાં આંતરિક સ્થિરતા અને તે પોતે શક્તિનો અખૂટ સ્ત્રોત હોવાનો અનુભવ કરાવીને સહભાગીઓમાં અનુપમ સામર્થ્ય પ્રગટાવે છે.
આપણે જાણીએ છીએ કે દુનિયામાં સહુ કોઈને પોતાના પરિવારો, પોતાના સમુદાયો અને પોતાના વિશ્વ માટે કશુંક શ્રેષ્ઠ કરવાની ઊંડી ઇચ્છા હોય જ છે - પરંતુ પોતાનામાં જ રહેલા સ્વભાવગત અવરોધો, જૂની-પુરાણી આદતો, સુખદ કે દુ:ખદ ઘટનાઓના ભાવનાત્મક પ્રભાવો, અલગ અલગ જાતની ભયની ગ્રંથિઓ અને પોતાના પુર્વગ્રહો વગેરેને કારણે આવી પડેલા કેટલાય નિયંત્રણો હોય છે. આ બધાને કારણે તેઓ જીવનને તેના સાચા સ્વરુપે જાણી કે સંપુર્ણપણે માણી શકતા નથી.
ડી.એસ.એન. આ બધા અવરોધોને દુર કરીને પોતે શક્તિ અને ઊર્જાનો પ્રચંડ સ્ત્રોત હોવાનું ભાન કરાવે છે અને યોગ, શક્તિશાળી પ્રક્રિયાઓ, અને ઊંડા આધ્યાત્મિક જ્ઞાન દ્વારા જાતને અન્ય લોકોની સેવા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર કરે છે..
ડી એસ એન વર્ગમાં જોડાતા પૂર્વે જરુરી બાબતો આ પ્રમાણે છે :
- આર્ટ ઓફ લિવિંગ હેપીનેસ (ભાગ 1) અથવા યેસ પ્લસ કાર્યક્રમ કરેલો હોવો જોઈએ.
ગુરુ પૂજા કાર્યક્રમો (ભાગ 1 અને 2)
ગુરુ પૂજા સદીઓથી ચાલી આવતી એક એવી પારંપરીક વિધિ છે, જેમાં જે આચાર્યો આપણા જ્ઞાનના સંરક્ષક રહ્યા છે તેમની તરફ કૃતજ્ઞતાની ભાવનાને સન્માન આપવામાં આવે છે. શ્રીમતી ભાનુદીદી- શ્રીશ્રી રવિશંકરના બહેન-ના પ્રેમાળ માર્ગદર્શન હેઠળ, તમે શુધ્ધ ઢબથી શ્લોકોચ્ચાર તેમજ તેની સાથે શાસ્ત્રોક્ત રીતે ગુરુ પૂજા કરતા શીખી શકો છો. ગુરુ પૂજાનું રટણ આપણાં મનને આચાર્યોની પરંપરા સાથે જોડે છે. ઘણાં સહભાગીઓ આ કાર્યક્રમ દરમ્યાન અને પૂજા કરતી વખતે દૈવત્વની હાજરી હોય તેવી દિવ્ય જાગૃતિ અનુભવે છે. આ કાર્યક્રમમા સુંદર પ્રાચીન જ્ઞાન, કથાઓ અને આ મહાન વિભૂતિઓની હાજરીની એક ગહન લાગણીનો સમાવેશ થાય છે.
ગુરુ પૂજા કાર્યક્રમ બે ભાગોમાં છે:
એક તબક્કો: (ભાગ 1) દરમિયાન તમને પૂજાના રટણની રીત, વૈદિક જ્ઞાન અને પરંપરાઓના રહસ્યોનુ અન્વેષણ જાણવા મળે છે.
તબક્કા બે: આ કાર્યક્રમમાં ગુરુ પૂજા (ભાગ 1) દરમિયાન શીખવવામાં આવેલી પૂજા અને શ્લોકોચ્ચાર દ્વારા જ આધ્યાત્મિક આચાર્યોએ સ્થાપેલી વંશ પરંપરા જાળવી રાખવાની જરૂરી લાયકાત પ્રાપ્ત થાય છે.
ગુરુ પૂજા વર્ગમાં જોડાતા પૂર્વે જરુરી બાબતો આ પ્રમાણે છે:
- આર્ટ ઓફ લિવિંગ શિક્ષક અથવા
- ટી ટી સી (પાર્ટ 1) - અઠવાડિક પ્રોગ્રામ (ભાગ 1) + 2 ઍડવાન્સ પ્રોગ્રામ (ભાગ 2) + + આર્ટ ઓફ મેડિટેશન : સહજ સમાધિ કાર્યક્રમ અથવા
- 4 આર્ટ ઓફ લિવિંગ (ભાગ 2) + આર્ટ ઓફ મેડિટેશન : સહજ સમાધિ કાર્યક્રમ
પુર્વજન્મ પ્રક્રિયા ( ઇટર્નિટી પ્રોસેસ)
આત્મા શાશ્વત છે , તે આપણા વર્તમાન ભૌતિક શરીરમાં અસ્તિત્વમાં આવતા પહેલાં લાંબા સમયથી અહીં હતો, અને આ શરીર ધૂળમાં મળી જશે પછી પણ અહીંયા જ રહેશે. આ પુર્વજન્મ પ્રક્રિયા આપણા ભૂતકાળની ઘટનાઓ જેનાથી આ જન્મના વ્યવહાર ઉપર અસર થઈ શકે છે તેને યાદ કરવા માટેની એક સાધના છે . આ એક પુર્વજન્મને જાણવા, અનુભવવાની કળા છે. આ રચના માનસિક અથવા શારીરિક હોઇ શકે છે જેને બદલવા અથવા ફક્ત સમજવાની જરૂર હોઈ શકે છે. આ પ્રક્રિયાથી જે વ્યક્તિને પુર્વજન્મની છાપથી જીવનની પ્રગતિ અવરોધાતી હોય તેને નિર્મુળ કરીને સંપૂર્ણ અને ઉમળકાભેર જીવન જીવવામાં મદદ મળે છે.
આ પુર્વજન્મ પ્રક્રિયા એક્મેક સાથે બે થી ત્રણ કલાક સુધી ચાલે છે અને એમાં એક ઊંડા ધ્યાન જેવો જ અનુભવ થાય છે.
પુર્વજન્મ પ્રક્રિયા વર્ગમાં જોડાતા પહેલાં જરુરી બાબતો આ પ્રમાણે છે
- શ્રીશ્રી સાથે એક, સહિત 3 આર્ટ ઓફ લિવિંગ (ભાગ 2)પ્રોગ્રામ્સ કરેલા હોવા જોઈએ.