આર્ટ ઍક્સેલ કોર્સ - સંપૂર્ણ શ્રેષ્ઠતા ની તાલીમ

આ કોર્સ તમારા બાળકમાં પોતાની જાતને માટે તેમજ અન્ય લોકો માટે સંપૂર્ણ આદર વિકસાવવામાં મદદ કરે છે. સરળ શ્વાસોશ્વાસ ની પદ્ધતિ કે જેમાં બાળકો માટેની ખાસ સુદર્શન ક્રીયા નો સમાવેશ થાય છે, જે તમારા બાળકમાંના ભય, ગભરાટ, ચિંતા, હતાશા, ઈર્ષ્યા, નકારાત્મક લાગણીઓ પર સરળતાથી કાબુ કરવામાં સચોટ રીતે માર્ગદર્શક નીવડે છે.

સમગ્ર કાર્યક્રમ ખૂબ રમતિયાળ, સહેલો, આકર્ષક અને મનોરંજક છે. તે ઉપરાંત તેમાં બાળકોને અનુકૂળ આવે તેવી કસરતો અને પ્રક્રિયાઓ શીખવવામાં આવે છે જે આ વયના જૂથ માટે ખાસ રચાયેલ છે.

બાળકો દૈનિક જીવનના સિદ્ધાંતને સરળ રીતે શીખે છે અને તેનાથી તેઓમાં જતન, ક્ષમા અને આદરનો ઉદ્ભવ થાય છે. તમે શિક્ષક હો કે વડીલ, આર્ટ એક્સેલ પ્રોગ્રામ તમારા બાળકનો પરિચય આધ્યાત્મિકતા, માનવીય મૂલ્યોનું પોષણ કરીને શિક્ષણ આપવામાં, સ્વયં શિસ્ત મનમાં બેસાડવામાં, તથા તંદુરસ્ત અને એકંદરે તેમના વ્યક્તિત્વ વિકાસ માટે શ્રેષ્ઠ માર્ગ છે.

કંઇ પૂર્વાપેક્ષિત 

  • નથી

 

  • ફાયદા
  • ઝાંખી
  • કાર્યક્રમ અનુક્રમણિકા
    • ભય, ચિંતા, ગુસ્સો, હતાશા, વગેરે જેવી નકારાત્મક લાગણીઓ પર કાબુ.
    • ધ્યાન કેન્દ્રિત અને યાદ કરવાની ક્ષમતા સુધારો
    • આનંદ, સર્જનાત્મકતા, અને તંદુરસ્તી ની ભાવના
    • જાહેરમંચ પર અનુભવાતા ભય ઉપર કાબુ
    • સાથીદારો સાથે કામ કરવું અને જુથ સાથે હળીમળીને રહેવું
    • સહકારની ભાવના
    • સરળ સીધ્ધાંતો થી રોજિંદી સમસ્યાઓને હલ કરવાની સમજણ
    • શ્વાસ, યોગ અને ધ્યાનનાં મહત્વનો અનુભવ
    • નવા નવા મિત્રો બનાવવાની તત્પરતા
    • પૂર્ણ વ્યક્તિત્વ વિકાસ
    • ભારતીય વારસો અને આધ્યાત્મિકતાનો પરિચય
    • તાજગીસભર મન
    • શ્વાસની તકલીફો દૂર થવી
    • ઉંમર જૂથ: ૮ થી ૧૩ વર્ષ
    • કોર્સ સમયગાળો: ૪ થી ૬ દિવસો
    • દિવસ દીઠ સમય: ૩ થી ૪કલાક
    • સુદર્શન ક્રિયા
    • ચિંતન અને શ્વાસ યુકિતઓ
    • દૈનિક જીવન માટે સરળ સિદ્ધાંતને
    • ભય અને ચિંતા દૂર કરવા માટેની પઘ્ઘતિ
    • પરસ્પર પ્રક્રિયાઓ
    • સમુહ રમતો
    • ખોરાક તરફ જાગૃતિ
    • સમુહમાં ચર્ચાઓ
    • બહારની પ્રવૃત્તિઓ (જ્યાં શક્ય હોય ત્યાં)
    • આનંદ અને રમતો દ્વારા જ્ઞાનx`
    • અન્ય લોકો માટે સેવા