આપણે જીવનમા જે કઈ પણ કાર્ય કરિયે છીઍ તે આપણા સુખ,આનંદ માટે જ કરિઍ છીઍ . સાચુ છે ને ?
Uકમનસીબે આપણે જે જોઇઍ છે તે હંમેશા મળતુ નથી....
ધી હૅપીનેસ' કાર્યક્રમ બહુજ સરળતાથી તમને આનંદના મહાસાગર સાથે જોડી દેશે.
સુખની ચાવી તમારા નાકની નીચે જ છે.
શ્વાસના રહસ્યને આળખો
કોઈ પણ આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષકને પૂછશો કે વ્યક્તિ કેવી રીતે મુરઝાઈ જ નહી તેવુ સ્મિત જાળવી શકે ત્યારે તમને બહુ જે સરળ તથા ગહન જ્ઞાન શ્વાસ દ્વારા મળશે . શું તે ખરેખર આટલુ સહેલુ છે ? ચાલો શોધિઍ !
શું તમે ધ્યાનથી જોયુ છે કે આપની લાગણીઓ સાથે શ્વાસની ગતી બદલાતી રહે છે? જ્યારે તમે ગુસ્સામા હોવ ત્યારે શ્વાસની ગતી કેવી હોય છે ? ખૂબ જ છીછરા અને ટૂંકા શ્વાસ .જ્યારે તમે હળવા અન આનંદમા હોવ ત્યારે ,તમે લાંબા અને ઉંડા શ્વાસ લો છો. દેખીતો નિર્ણય લાઇ શકાઈ કે શ્વાસ ની ઉપર લાગણીઓની અસર છે. પણ શું શ્વાસ દ્વારા નકારાત્મક લાગણીઓમા બદલાવ લાવી શકાય ? ચોક્કસ.
સુદર્શન ક્રિયા દ્વારા જીવનના આનંદની અલબદ્ધતા ફરી મેળવો
પ્રાચિન જ્ઞાનનો સાંપ્રત સમય- સ્થિતિમાં વિનિયોગ
શરીરનો મોટાભાગનો કચરો શ્વાસ દ્વારા બહાર નીકળે છે. ભાવનાત્મક તથા શારીરિક તણાવ દૂર થતા તમારો જીવન પ્રત્યેનો સંપૂર્ણ અભિગમ બદલાઈ જશે.
આર્ટ ઓફ લિવિંગના હેપીનેસ પ્રોગ્રામનું મુખ્ય હાર્દ છે તેમાંની અદ્વિતિય અને અદ્ભુત એવી શ્વસન પ્રક્રિયા. સુદર્શન ક્રિયા... કે જે એક સહજ પ્રાપ્ય એવા સાધન- શ્વાસ- વડે શરીર, મન અને આત્માને તેના કૂદરતી લયમાં સ્થાપીત કરીને લાખો કરોડો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી ચુક્યું છે. શ્રીશ્રી રવિશંકરજી દ્વારા તેમના 10 દિવસના ગહન મૌન દરમ્યાન શોધાયેલી સુદર્શનક્રિયા એ માત્ર બાહ્ય પ્રદર્શનની વસ્તુ નથી પરંતુ ચેતનાના અંત:સ્તલ પર પ્રભાવ પાથરનારી પ્રક્રિયા છે..
હેપીનેસ કાર્યક્રમમાં સુદર્શનક્રિયાની સાથે સાથે અન્ય શક્તિશાળી શ્વસનક્રિયાઓ-પ્રાણાયામ,યોગ અને ધ્યાન દ્વારા અગાઉ ક્યારેય ન થયો હોય તેવો અનોખો અનુભવ મેળવો.
તક ઝડપી લો!
હેપીનેસ પ્રોગ્રામનો જાતે અનુભવ કરો
પાણીમાં પડ્યા વિના તરવામાં શું શું અનુભવ થતાં હોય તે ખરા અર્થમાં તમે જાણી શકો ખરા? અમારા પ્રમાણિત શિક્ષકો સહજતાપુર્વક, ડગલે ને પગલે તમારા માર્ગદર્શક બનીને તમને હેપીનેસ પ્રોગ્રામનો અનુભવ કરાવશે.
આ કાર્યક્રમનો અનુભવ દરેક વ્યક્તિ કરી શકે છે તેમાં ઉંમરનો કે અન્ય કોઈ બાધ નડતો નથી. ફક્ત શારિરીક રિતે તૈયાર હોય તે કોઈપણ વ્યક્તિ આનો લાભ લઈ શકે છે.હેપીનેસ કાર્યક્રમમાં ગાળેલા થોડા કલાકો દરમ્યાન તમે તેમાં શિખવવામાં આવતી તરકિબો, પ્રક્રિયાઓ અને પ્રાયોગિક તાલિમની મદદથી શાંત, સ્વસ્થ અને તંદુરસ્ત તેમજ જ્ઞાન મેળવીને ખુશહાલ વ્યક્તિ બની શકો છો અને તેનો લાભ જીવન પર્યંત લઈ શકો છો.મન સુખમય હોય તો તમે શાંતિ અને નિરાંતમાં હો છો. એક ઉતમ નિર્ણય લઈને તમારા જીવનને વધારે સુંદર અને ઊચ્ચ કક્ષાનું બનાવો. નીચે આપેલું પ્રવેશપત્ર ભરો અને હેપીનેસ પ્રોગ્રામ દ્વારા જીવનને સકારાત્મક આકાર આપવાનું શીખો.
જરૂરી પૂર્વાપેક્ષિત
- કંઇ નથી