
સહજ કરવું ખૂબ સરળ છે. જ્યારે અનિવાર્ય મૂંઝવણભરી ક્ષણો દેખાય છે ત્યારે તે મારા મનને સ્પષ્ટ થવામાં ખરેખર મદદ કરે…
શગુન પંત, રેડિયો જોકી, દિલ્હી, 27સહજ સમાધિ ધ્યાન યોગ
મનની શાંતિમાં વૃદ્ધિ કરો • સ્વાસ્થ્યમાં સુધારો કરો • માનસિક સ્પષ્ટતામાં વધારો કરો • અંતર્જ્ઞાનની કુશળતાની ચાવી
*તમારા યોગદાનથી તમને અને આર્ટ ઓફ લિવિંગના અનેક સામાજિક પ્રોજેક્ટ્સને ફાયદો થાય છે
નોંધણીમને આ કાર્યક્રમમાંથી શું મળશે?

મનની શાંતિમાં વૃદ્ધિ
સહજ સમાધિ ધ્યાન યોગ તમારા મગજના તરંગોને શાંતિદાયક આલ્ફા અવસ્થામાં લાવે છે,જે તમારા ચેતા તંત્રને (નર્વસ સિસ્ટમ) શાંત કરે છે.એનાથી શરીર અને મનને ગહેરો આરામ અને રાહત પ્રાપ્ત થાય છે.

માનસિક સ્પષ્ટતા વધે છે
ધ્યાન વિચારોની અવિરત ધારાને શાંત પાડે છે જેનાથી માનસિક સ્પષ્ટતા અને સજગતામાં વધારો થાય છે. સહજ સમાધિ કરવાથી તમે અનુભવ કરશો કે તમે લાંબા સમય સુધી એકાગ્રતા જાળવી શકો છો,તમારી પોતાના પ્રત્યેની સજગતામાં વધારો થાય છે અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે.

શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો
આપણા શરીર માટે આપણું ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) ઊર્જા ઉત્પાદન કરનારું હોય છે.જો ચેતાતંત્ર (નર્વસ સિસ્ટમ) સ્વસ્થ અને ઊર્જાન્વિત હોય તો તે શરીરના હૃદય અને રક્તવાહિનીઓનું,પાચન અને શ્વસન તંત્રોના કાર્યોની ક્ષમતામાં વધારો કરે છે.

અંતર્જ્ઞાનની કુશળતાની ચાવી
સહજ સમાધિ ધ્યાન યોગ તમને માનસિક કોલાહલ માંથી ઉપયોગી વિચારો તારવવા માં સહાયરૂપ બને છે જેથી તમે તમારા અંતરાત્માના અવાજને પારખી શકો છો અને આમ અંતર્જ્ઞાન તમારી નિર્ણય શક્તિને મજબૂત બનાવી શકો છો.
તે કેવી રીતે કામ કરે છે?
ધ્યાન એ વિશ્રામ કરવાની અને કંઈ નહીં કરવાની કળા છે.પરંતુ ઘણા લોકો માટે કંઈ ના કરવું એ સહેલું હોતું નથી.ધ્યાન કરવાની ઘણી પદ્ધતિઓ છે પરંતુ સહજ સમાધિમાં આપણે ગહેરા વિશ્રામની અવસ્થા મેળવવા માટે મંત્રનો ઉપયોગ કરીએ છીએ.આ કાર્યક્રમમાં તમને તમારો અંગત મંત્ર આપવામાં આવશે અને તેનો ધ્યાન માટે કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવવામાં આવશે. મંત્ર તમને ચેતનાના ગહનતમ સ્તરે લઇ જવામાં એક સાધન તરીકે વર્તે છે.જેમ જેમ તમે તમારા અસ્તિત્વના ઊંડાણમાં ઉતરો છો તેમ તેમ પરમ આનંદ,સ્પષ્ટતા,શાંતિ,અંતર્જ્ઞાન અને સર્જનાત્મકતા નું અનાવરણ થાય છે અને અંતે તમે કોણ છો તેનું તમને જ્ઞાન થાય છે.
આ કોર્સમાં શું શું સમાવિષ્ટ છે?
- તમારા અંગત મંત્રનો ઉપયોગ કરીને ધ્યાન કરવાની પ્રક્રિયા
- ધ્યાનના મુખ્ય સિદ્ધાંતો
- મનમાં અશાંતિ પેદા કરનાર પરિબળો ની ઓળખ કરવી અને તેના ઉપાયો
- વિવિધ આહાર કેવી રીતે તમારા મન અને વિચારોને અસર કરે છે
અગાઉ, હું ધ્યાન વિશે થોડો શંકાશીલ હતો. સહજ પછી, હું મારી જાતને ખૂબ જ સરળતાથી ધ્યાન કરતો જોઉં છું અને સમાધિની ઊંડી અવસ્થામાં સરકી જવા માટે આપણો પોતાનો વ્યક્તિગત મંત્ર…

નીતિશ ખૈરનાર, 28
ડેટા સાયન્ટિસ્ટ, મુંબઈ
સંપૂર્ણ મૌન સ્થિતિમાં આવવું એ જ મેં સહજ ધ્યાન દ્વારા અનુભવ્યું છે. જ્યાં સુધી મેં વ્યક્તિગત રૂપે તેનો અનુભવ ન કર્યો ત્યાં સુધી કોઈ મંત્રની આટલી મોટી અસર થઈ શકે…

સૌમ્ય કોઠા, 29
ભરતી નિષ્ણાત
મારા પ્રથમ સહજ ધ્યાનની યાદ હજુ પણ એટલી જ તાજી છે. મારા અંગત સહજ મંત્ર સાથે ધ્યાનની પ્રેક્ટિસ કરવાથી જે આનંદ મળે છે તે આ દુનિયાથી એકદમ જુદો છે. તે…

કૃષ્ણ દિલીપ, 29
ડિજિટલ માર્કેટર, હૈદરાબાદ
સ્થાપક
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.
વધુ જાણોમારે જોડાવું છે પરંતુ....
સહજ સમાધિ શીખવા માટે મને ધ્યાન કરતા આવડતું હોય એ જરૂરી છે?
જરા પણ નહીં.તમે ક્યારેય પહેલા ધ્યાન ના કર્યું હોય તો પણ તમે આ પદ્ધતિ શીખી શકો છો અને તેના ફાયદા મેળવી શકો છો.
માર્ગદર્શિત ધ્યાન કરતાં સહજ સમાધિ ધ્યાન યોગ કેવી રીતે જૂદું છે?
માર્ગદર્શિત ધ્યાન તમને બોલાતી સુચનાઓ અને સંગીત દ્વારા ધ્યાન કરવામાં મદદ કરે છે. તેઓ તમને શાંત અને શાંતિપૂર્ણ વાતાવરણ પ્રદાન કરીને આરામ કરવામાં મદદ કરે છે.જયારે સહજ સમાધિ ધ્યાનયોગ એક મંત્ર આધારિત પધ્ધતિ છે.મંત્ર એક ઊર્જામય સૂક્ષ્મ ધ્વની છે જે તમને ચેતનાની ગહન અવસ્થાઓમાં લઇ જાય છે.માર્ગદર્શિત ધ્યાનમાં માર્ગદર્શન જરૂરી છે,પરંતુ જો તમે સહજ સમાધિ શીખી લો છો તો તમે એ પદ્ધતિ દ્વારા પોતાની જાતે ધ્યાન કરી શકો છો.તમારે માત્ર ૨૦ મિનિટનો સમય અને એક શાંત જગ્યા કે જ્યાં તમે આરામદાયક રીતે બેસી શકો એ જરૂરી છે.નિયમિત રીતે કરવાથી તમને વધારે શાંતિમય લાગશે અને તમે પોતાના શારીરિક સ્વાસ્થ્ય તથા કુશાગ્ર બુદ્ધિમાં વૃદ્ધિ તથા સજગતામાં વધારો અને અંતર્જ્ઞાનની કુશળતામાં તીવ્રતા જોઈ શકશો.
હું અસરકારક રીતે ધ્યાન કરી શકાતો નથી.જ્યારે પણ ધ્યાન કરું છું ત્યારે ઊંઘ આવી જાય છે.
તમે ધ્યાન કરવાનું શરુ કરો ત્યારે ઊંઘ આવી જાય તેનો કોઈ વાંધો નહીં. તે દર્શાવે છે કે તમને વધારે આરામની જરૂર છે. પણ ધ્યાન કરવાનું બંધ ના કરશો! તમે ધ્યાન કરતા જશો તેમ તમને જણાશે કે ૨૦ મીનીટનું સહજ સમાધિ ધ્યાનયોગ કલાકોની ઊંઘની જેમ તમને તરોતાજા કરે છે!
સહજ સમાધિ ધ્યાન યોગ કરવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે?
પ્રમાણમાં ખાલી પેટે ધ્યાન કરવું વધુ સારું છે. જમ્યા પહેલા અથવા જમ્યાના દોઢ કલાક પછી સહજ સમાધી ધ્યાન યોગ કરવું એ યોગ્ય સમય છે. ઉપરાંત, તમે ૨૦ મીનીટ સુધી આરામથી બેસી શકો તેવી જગ્યાની જરૂર હોય છે.