
મેધા યોગ લેવલ 1
દબાણની પરિસ્થિતિને સંભાળી લેવી,એકાગ્રતામાં સુધારો તેમજ ક્રોધ પર કાબૂ
13 વર્ષ થી 18 વર્ષની ઉંમર વાળા તરુણો માટે.
પહેલા અઠવાડિયાથી જ પરિણામ જોવો!
નોંધણીતરુણોને કઈ રીતે ફાયદો થશે?

ગુસ્સાને અને આક્રમકતાને શાંતિથી સંભાળે
ગુસ્સો,આક્રમકતા અને હતાશામાંથી બહાર લાવતી ખાસ પદ્ધતિઓ વડે તણાવ અને બેચેની દૂર કરો

એકાગ્રતા સુધારો
તમારા દરેક પ્રયત્નોને યોગ્ય દિશા આપતા શીખો કે જેથી કરી ને બને તેટલા ઓછા પ્રયાસોમાં અનેકગણું વળતર મળે.

તંગ પરિસ્થિતિઓને અસરકારક રીતે પાર પાડો
કિશોરાવસ્થા ને લગતા વળગતા દરેક પ્રકાર ના પડકારો જેવા કે અતિશય ચિંતા, સ્પર્ધા, શારીરિકર દેખાવ, હોર્મોન્સ (શરીરમાં થઈ રહેલા ફેરફાર અને વિકાસ માટેના સ્ત્રાવ), સંબંધોના પ્રશ્ન આ બધા જ મૂદાઓને ખુબ જ સરળતાથી ઉકેલીને આગળ વધો.
મેધા યોગા શું છે?
સંશોધન એવું કહી રહ્યું છે : “ખુશ કિશોર સ્વસ્થ યુવા બને છે” પરંતુ હવે ભાગ્યે જ ખુશ તરુણો જોવા મળે છે. બાળપણથી યુવાવસ્થાનો આ પરિવર્તનનો ગાળો એટલો કઠિન અને પડકાર રૂપ બની રહ્યો છે. જે શૈક્ષણિક હરીફાઈ, અભ્યાસને લગતી ચિંતા, જાહેર પરીક્ષાઓ તેમજ સંબંધ જેવી ચિંતાઓમાં વધારો કરે છે.
મેધા યોગાના પ્રથમ ચરણ નું લક્ષ્ય મુખ્યત્વે બાળકો ને ચિંતા મુક્ત અને ખુશ બનાવવાનું છે. આ પ્રોગ્રામ /કોર્સ બાળકોને ખાસ પ્રકારની શ્વાસોશ્વાસની પ્રક્રિયા દ્વારા નકારાત્મક લાગણીઓ પર કાબૂ અને ચિંતાગ્રસ્ત પરિસ્થિતિઓમાં કઈ રીતે કામ લેવું તેમાં મદદ કરે છે. પ્રોગ્રામમાં થતાં ભણતર, ચિંતા અને આત્મવિશ્વાસને લગતા વિષયો પર થોડા સૂચનો અને ચર્ચા દ્વારા બાળકોને તેમની સફળતાન શિખર સુધી પહોંચવાનું માર્ગદર્શન મળે છે. તદઉપરાંત, અમુક જરૂરી એવી લક્ષણિક્તા જેવી કે Teamwork સમૂહમાં એકબીજા જોડે કામ કરવાનું, એકબીજા સાથે સહકાર જાળવવો પણ વિવિધ રમતો અને પરસપરિક પ્રવૃત્તિ દ્વારા શીખવા મળે છે.
આત્મિયતા અને એકતા ના ભાવ સાથે, મજા અને રુચિ આવે એવા માહોલ માં બાળકો ને જાણવા મળે છે કે સફળતા અને ખુશી એ એક જ દોરા થી ગુથાયેલા છે.
આત્મવિશ્વાસમાં સુધારો થયો. હું મારા સહપાઠીઓ સાથે વાત પણ ન કરી શકતી ન હતી. હવે, હું આત્મવિશ્વાસથી મારી વિધાનસભામાં ભાષણ આપી શકું છું!

મીરા, 13
વિદ્યાર્થી
મેં જીવનના ઘણા ફાયદાકારક પાઠ શીખ્યા. હું દરેકના ચહેરા પર સ્મિત લાવવા માંગુ છું અને તેમને ગુરુદેવની જેમ ખુશ કરવા માંગુ છું.

અક્ષય, 16
વિદ્યાર્થી
મને વધુ સારો, વધુ આત્મવિશ્વાસ ધરાવતો “ હું “ મળ્યો. હું નિયમિતપણે સુદર્શન ક્રિયાનો અભ્યાસ કરું છું, જેનાથી મારી એકાગ્રતા અને શૈક્ષણિક કુશળતામાં સુધારો થયો છે.

શ્રીયા, 15
વિદ્યાર્થી
મેધા યોગા પર થયેલા સંશોધન

સચોટતા
તરુણો ની કામગીરી/ પ્રદશન માં આશરે ૨૨% જેટલો વધારો થયો છે.

સ્વસ્થ માનસિકતા
સારા માનસિક સ્તર માં 29% જેટલો વધારો થયો છે અને વસ્તી દીઠ
સર્વશ્રેષ્ઠ માનસિક સ્વાસ્થ્ય માં 237% જેટલો વધારો થયો છે.

ભાવાનાત્મક સમસ્યા
ભાવુક/ લાગણીઓને લગતી પ્રશ્નોના અભ્યાસ હેઠળ વસ્તી દીઠ 69% જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

અતિશય કાર્યશીલતા
67% જેટલો ઘટાડો થયો છે.

સાથીદારો/ સહાધ્યાયીઓને લગતી તકલીફો
સાથે ભણતા વિદ્યાર્થી મિત્રોને લગતી સમસ્યામાં 50% જેટલો ઘટાડો થાય છે.

આચરણ/અનુસરણને લગતી સમસ્યા
તેમાં 78% જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
સ્થાપક
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર
ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.
વધુ જાણોમારે આ કોર્સ કરવો છે પણ…
શું તમે આ પ્રોગ્રામ વિશે વધારે માહિતી આપી શકો છો?
મેધા યોગા પ્રોગ્રામ એ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા રચાયેલી વિશિષ્ટ પદ્ધતિઓ, પૌરાણિક યોગ ક્રિયા અને કસરત પર આધારિત છે. ધ્યાન, યોગા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયા જોડે જોડે તરુણ વયના બાળકોને તેમના સંદેહ, સંશય, સીમિત રેખા, ભય, ચિંતા,વ્યથા અને બેચેની પર કાબૂ મેળવીને કઈ રીતે એક સંપન્ન અને આત્મવિશ્વાસથી પૂર્ણ જીવન જીવવું તે પણ શીખવવા માં આવે છે. બાળકો તેઓના મુદ્દાની જાહેર મંચ પર ચર્ચા કરીને એકબીજા -પ્રોગ્રામમાં ભાગ લીધેલ બાકીના સહભગીઓ સાથે એકતા નો અનુભવ કરે છે. સામીપ્ય ભાવ જ છે જે બાળકો ઝંખતા હોય છે અને આ વસ્તુ તેઓને કોર્સ પ્રદાન કરે છે. તેમજ, અધ્યાત્મ અને ભારતીય વારસાનો પરિચય પણ તેઓને કરવામાં આવે છે.
હું કોર્સ માટે હા કહું પછી આગળ શું કરવાનું?
તમારી પાસે એક ફોર્મ ભરાવવામાં આવશે જેમાં તમારા બાળકને લગતી અમુક જાણકારીઓ તમારે લખવાની રહશે. એ થઈ જાય એટલે તમને પૈસા ચૂકવણીનું પૂછવામાં આવશે.બસ,આટલું જ! આના પછી અમે લોકો વોટ્સએપ અને ઇ-મેઇલ દ્વારા કોર્સના સમયને લગતી વળગતી જાણકારી અને સૂચનો માટે તમારી સાથે સંપર્ક માં રહીશું.
બીજો ઓનલાઇન કોર્સ? હું કઈ નક્કી નથી કરી શકતી.
શું મારું બાળક પ્રોગ્રામમાં સીધો પ્રશ્ન પૂછી શકે છે?
હા! આ પ્રોગ્રામ પારસ્પરિક છે તેઓના અભિપ્રાય, મંતવ્ય અને નિરીક્ષણ આવકાર્ય છે. અને તેઓની શંકાનું નિવારણ પણ થાય છે.