અભ્યાસ માટે ક્રાંતિ
શાળાના ભણતરનો નિઃશુલ્ક કાર્યક્રમ
વેદ વિજ્ઞાન મહાવિદ્યાપીઠ(VVMVP)ઍ શ્રી શ્રી રવિશંકરે૧૯૮૧ માં સ્થાપેલી પ્રથમ ગ્રામ્ય શાળા હતી. શ્રી શ્રીએ આર્ટ ઓફ લિવિંગના કેન્દ્ર પાસે આસપાસના બાળકોને ધૂળમાં રમતાં જોયા ત્યારે તેની સ્થાપના થઈ. તેમણે જોયું કે આમની પાસે ભણતર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી ત્યારે તેઓને મદદ કરવાનું તેમણે નક્કી કર્યું.
તેમણે ઍક સ્થાનિક સ્વયંસેવકની નિમણૂક કરી જે આ બાળકોને પાયાની સ્વાસ્થ્ય અંગેની માહિતી આપે, શૈક્ષણિક રમતો શીખવે અને મફત આરોગ્યપ્રદ ભોજન આપે. બાળકો તથા માતા પિતા માટે આ ઍક મોટુ આકર્ષણ બની ગયું જે હજી પણ ચાલુ છે. જેમ જેમ શાળનો વિકાસ થયો, ઍક વ્યવસ્થિત શૈક્ષણિક માળખુ તૈયાર થયો અને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સંખ્યા વધી.
Tઆજે આ શાળા આવી જ ૪૦૪ નિઃશુલ્ક શાળાઓ માટે ઍક નમુનારૂપ બની ગઈ છે જે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક ક્રાંતિ લાવી રહી છે. આવી નિઃશુલ્ક શાળાઓ વિષે વધુ જાણો
નવી પેઢીના વિદ્યાર્થીઓ
લગભગ ૯૫% વિદ્યાર્થીઓ નવી પેઢીના છે અને શાળાને ગૌરવ છે કે શાળાકીય પરિણામ ૧૦૦% છે.
“મારી દીકરી આ ઉમરે ખેતરમાં કામ કરતી હોત. અમે સ્વપ્નમાં પણ તે ભણી શકે તેવું વિચારીએ પણ નહીં. તે શાળામાં જાય છે તેનો મને ખૂબ આનંદ છે." બાળાની માતા શ્રીમતી સાવિત્રીબેન જણાવે છે.
તનાવમુક્ત શાળા
બાળકો શાળામાં ના આવવાના બહાના કાઢી જ ના શકે તે માટે તેઓને ગણવેશ, પગરખા, પુસ્તકો, લખવા માટેના સાધનો, આવવા જવાની સગવડ તથા મધ્યાન ભોજન આપવામાં આવે છે. શાળાના અભ્યાસ ક્રમમાં યોગ, ધ્યાન, રમતો અને નૃત્ય, સંગીત, ચિત્રકળા, રંગકામ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ વણી લીધી છે જેથી કરીને તેઓના તન અને મન સ્વસ્થ રહે.
આર્ટ ઓફ લિવિંગનો બાળકો માટેનો કાર્યક્રમ " આર્ટ એક્સેલ" નિયમિત રીતે વિદ્યાર્થીઓ માટે ગોઠવાય છે જેથી કરીને તેઓના ઘરના નકારાત્મક વલણને સાંભળી શકે. દૂરના દવાખાનાની તથા હરતા ફરતા દવાખાનાની પણ સગવડ આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓમાં રાજકારણની પદ્ધત્તિઑનિ જાગૃતિ લાવવા તથા નેતૂત્વનું શિક્ષણ પૂરુ પાડવા માટે શાળામાં જ ઍક મંત્રી મંડળ બનાવવામાં આવ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ પોતે જ મંત્રી મંડળ ચૂંટી કાઢે છે. આમ તેઓ ભારતીય લોકશાહી પધ્ધતિનુ આ રીતે વ્યવહારુ જ્ઞાન મેળવે છે. શાળાનુ મંત્રી મંડળ શરૂઆતની કક્ષાના વર્ગોની જવાબદારી લે છે અને શાળા ચલાવવામાં મદદ કરે છે.
જાહેર જનતા(સમાજ)નો વિકાસ
કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણને મહત્વ આપવા ઉપરાંત વરિષ્ઠ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી તાલીમ જેવી કે સિલાઈકામ, કોમ્પ્યુટર, સુથારીકામ અપાય છે અને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે.
ભૂતપુર્વ વિદ્યાર્થીઓ અને શાળાનું જોડાણ રહે તે માટે હાલમાં મીટિંગનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતપુર્વ વિદ્યાર્થીઓ પોતાના અનુભવો બીજા વિદ્યાર્થીઓ સાથે આપ લે કરે અને તેઓને ઉચ્ચ અભ્યાસ માટે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે ઉત્સાહિત કરે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નિયમિત રીતે માતા પિતા અને બાળકોને મળતા રહી તેઓને શિક્ષણના મહત્વ વિષે જાગૃત કરે.