આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો મૂળભુત સિદ્ધાંત આધ્યત્મિક્તા હોવા છતા તેણે વિશ્વના હજારો લોકોમા આ પૃથ્વી માટે ખોબ ઉંડુ માન જગાડ્યુ છે ,આ પૃથ્વી ભલે પત્થરો ,માટી અન પાણીની બનેલી હોય પરંતુ આધ્યાત્મિક રીતે, આ પૃથ્વી ઍક ધબકતી વસ્તુ છે તે સમજવામા મદદ થાય છે . તે આપણે લીધેલ સંભાળ તેના પ્રત્યેનુ ધ્યાનને વળતો જવાબ આપે છે.
શ્રી શ્રી રવિશંકરના દ્રષ્ટિકોણ દ્વારા જાગ્રત અને ઍક સાથે જોડાયેલા સ્વયંસેવકોઍ ઘણા બધા પર્યાવરણના કર્યો શરૂ કર્યા છે.
મોટા પાયે વૃક્ષારોપણ "મિશન ગ્રીન અર્થ" (લીલૂડી ધરતી)ના ઉપક્રમે પાણી બચાવ અને સંરક્ષણ તથા સાથે સાથે નદીઓની સફાઈ તથા ખર્ચવિહોણા રસાયણમુક્ત ખેતી જે ગરીબ ખેડૂતોને કરકસરયુક્ત અને જૈવિક ખેતીમા મદદ કરે છે.
આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્વયંસેવકો શાળા અને ઘરોમા જઈ યુવાનોને કુદરતની પેહચાન કરાવે છે અને તેના સંરક્ષણ માટે લોકોને જાગૃત કરે છે . યુવાનો અન બાળકોમા જાગૃતિ લાવતા કાર્યક્ર્મ (કે જે મજબૂત પાયો ,વિશાળ દૃષ્ટિ તરીકે ઓળખાઈ છે.)લાંબા ગાળાના કાર્યક્રમના બહુજ મહત્વના અને અવિભાજ્ય પાસા છે.