ગ્રામ્ય વિકાસ

સૌર ઊર્જાનો પ્રકાશ લાવવો, સંડાસ-બાથરૂમની સુવિધાઓ આપવી, મજબૂત વહીવટી તંત્ર અને બીજું ઘણું બધું.. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં

દાન કરો

icon

પડકાર

સ્વચ્છતા સવલતોનો અભાવ, અપૂરતી વીજળી, નબળું શિક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

icon

કાર્ય પધ્ધતિ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કોમ્યુનિટી બિલ્ડિંગ, સ્થાનિક યુવાનોને સશક્તિકરણ

icon

પહોંચ

સમગ્ર મહારાષ્ટ્રમાં વોટર રિચાર્જ પિટ્સ બનાવવામાં આવ્યા છે, લાઇટ અ હોમ પ્રોજેક્ટ

વિહાંગાવલોકન

ગ્રામ્ય ભારત! તળપદ ભારત!પોકારી રહ્યું છે. ફક્ત આરોગ્યલક્ષી સ્વચ્છતા (શૌચાલય, વગેરે) શુદ્ધ પીવાનું પાણી, વીજળી, આર્થિક વિકાસ, વગેરે જેવી ફક્ત મૂળભૂત જરૂરિયાત માટે જ નહીં પરંતુ દૂરગામી અસરો વાળા ફેરફારો માટે પણ. સાદા શબ્દોમાં કહીએ તો શૌચાલય બનાવવાનો કોઈ અર્થ જ નથી જો કોઈ એનો ઉપયોગ ના કરવાનું હોય.. સૌર ઊર્જા કેન્દ્ર બનાવીને શું ફાયદો જ્યારે ગામમાં કોઈ સૌર ઊર્જા સાધનો સ્થાપિત કરવાની સ્થિતિમાં જ ના હોય. આદર્શ ગામડની પરિકલ્પના / યોજના સ્થિતિ બનાવવાનો કોઈ અર્થ જ નથી જ્યારે જનતાના પ્રશ્નો, સમુદાયની મુશ્કેલીઓ વણ - ઉકેલ્યા રહે.

અમારું માનવું છે કે ટકાઉ વિકાસની વિધિ/ પ્રક્રિયાનો મુખ્ય જરૂરી ઘટક છે - સમુદાયનો સહયોગ, સામાજિક ભાગીદારી.. એટલેજ જ્યારે શૌચાલય બાંધીએ ત્યારે જનતાને જણાવીને જાગૃત કરીએ કે તેનો ઉપયોગ કરે અને લાભ મેળવે. અમે સૌર ઊર્જા કેન્દ્રો બનાવીએ ત્યારે ગામના યુવાનોને તાલીમ પણ આપીએ છીએ કે ઘરમાં સૌર રોશની તંત્ર સ્થાપિત કરીને ચલાવવાની અને તેની સંભાળ કેવી રીતે લેવી, જાળવણી કેવી રીતે કરવી. અમે જ્યારે આદર્શ ગામડા અંગે વાત કરીએ છીએ ત્યારે ગામને લગતી કોઈ પણ સમસ્યાઓને શોધીને તેને સમજીને ઉકેલવા માટે રસ્તા વિચારવા ત્યાંનાં જ સમજદાર રહેવાસીઓને, નાગરિકોને પ્રેરિત કરીએ છીએ, પરિવર્તનની પ્રક્રિયાનો દીપ પ્રગટાવવા, પ્રકાશ પાથરવા, અને પથ પર આગળ વધવા.

ટૂંકમાં, અમારા માટે, મૂળ માળખાકીય વિકાસ અને માનવીય વિકાસ સાથે-સાથે ચાલે છે. આ પ્રાથમિક આદર્શ સાથેની પ્રતિકૃતિ સાથે અમે એવા કાર્યો કરીએ છીએ જેથી:

  • સૌર ઊર્જાની મદદથી દૂર - સુદૂરના ગામડાઓમાં રોશની પહોંચે, પ્રકાશ મળે
  • ગ્રામીણ યુવકો અને મહિલાઓનું કૌશલ્ય વિકાસ તાલિમ દ્વારા સશક્તિકરણ થાય
  • શૌચાલય બંધાય અને ગ્રામજનો તેનો ઉપયોગ કરવા તૈયાર થાય
  • શુદ્ધ પીવા લાયક પાણી ઉપલબ્ધ થાય
  • ગામનું વહીવટી તંત્ર મજબૂત થાય
  • દરેકે દરેક ગામ સ્વ-નિર્ભર અને સ્વ-શક્તિમાન બની ટકાઉ વિકાસ પ્રાપ્ત કરે

ભારત ખરેખર સશક્ત ત્યારે જ થયું કહેવાય જ્યારે  તળપદ વિસ્તારમાં ગામડાના રહેવાસીઓ પોતાનામાં, પોતાની જીવનશૈલીમાં, અને પોતાની ભાષા માટે આત્મવિશ્વાસનો અનુભવ કરે.

- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

કાર્ય પધ્ધતિ

અમારા ગ્રામીણ વિકાસ કાર્યક્રમો મુખ્યત્વે ૩ - ચરણોમાં, ક્રમશઃ હાથ ધરવામાં આવે છે:
  • માળખાકીય સુવિધાઓ નો વિકાસ: સામાજિક માળખા અંતર્ગત કૌશલ્ય વિકાસ કેન્દ્રો દ્વારા અથવા શૈક્ષણિક માળખા અંતર્ગત સુશાસન હેતુ ઉપયોગી શિક્ષણ આપવા થી લઈને અમે સ્થાનિક જરૂરત પ્રમાણે સંતોષકારક કાર્યવાહી હાથ ધરીએ છે.
  • યુવાનોમાં ઉકેલ લાવવાની ક્ષમતા વિકસાવી સશક્ત બનાવવા: સફળતા મળે તે દિશામાં કાર્ય કરે અને યુવાનો નો વિવિધ પરિપેક્ષ્ય માં વિકાસ કરવામાં આવે છે, જે કર્મયોગ શિબિર (અગાઉ YLTP) દ્વારા શક્ય બને છે. જેનાથી તેમનામાં કાર્ય-નિપુણતા, પ્રોત્સાહન અને નવી શરૂઆત તેમજ કુશળ નેતૃત્વ ની ક્ષમતા ઉદ્ભવે છે. આવા યુવા- કાર્યકર્તાઓ ને અમે તકનીકી જાણકારીઓ તેમજ નાણાકીય સુવિધાઓ પૂરી પાડીએ છીએ.
  • સામાજિક વિકાસ પ્રક્રિયાઓ: આર્ટ ઓફ લિવિંગ શિબિરો દ્વારા અમે આખો સમુદાય વિકસાવીએ છે. આ સામૂહિક સમાજ વિકાસ કાર્યક્રમો થી અમે ખાસ ધ્યાન રાખીએ છે કે ગામનાં બધાં જ જૂથો અને સમૂહો પોતાના ગામનાં વિકાસ મા સક્રિયપણે ભાગ લે અને લાંબા ગાળાના સફળ પરિણામો પ્રાપ્ત કરે.

અસર

icon

70,000 ગામડા

સંપૂર્ણ ભારત માં

icon

90,200 આરોગ્ય શિબિરનું

આયોજન

icon

2.5 લાખ યુવાનોને

ભારત ના 402 ગ્રામીણ જિલ્લાઓ માં તાલીમ

icon

22 લાખ ખેડૂતોન

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ની તાલીમ

icon

3.1 લાખ + નાગરિકોને તાલીમ

વિવિધ પ્રકારની કૌશલ્ય વિકાસ છેલ્લા ૧૪ વર્ષોમાં

icon

110 આદર્શ ગ્રામ પંચાયતન

વિકાસ પ્રક્રિયા નો આરંભ

icon

1.11 લાખ + મહિલાઓ

એ વ્યવસાય લક્ષી તાલીમ લીધી

icon

3,819 ઘરો

62,000+ શૌચાલય અને 1000 બાયો-ગેસ પ્લાન્ટ નું નિર્માણ

icon

43,980

સ્વચ્છતા અભિયાન સ્વયં સેવક દ્વારા હાથ ધરવામાં આવ્યા

icon

45,000+ વ્યક્તિઓ

ભારત ના 12 રાજ્યોમાં લાભ મેળવી શક્યા (HARA) HIV/AIDS જાગૃતિ ગ્રામીણ સગીર વય જૂથ ના લોકો માટે ના અભિયાન અંતર્ગત

icon

12,831 યુવાઓ

એ લાભ મેળવ્યો વ્યસન મુક્તિ કાર્યક્રમો દ્વારા

icon

3,588 પંચાયત સભ્યોન

સુશાસનની તાલીમ આપવામાં આવી