આજની સ્ત્રીઓ ઘણા સામાજિક પડકારોનો સામનો કરતાં કરતાં, આકરી આર્થિક કટોકટી વચ્ચે બાળકોને ઉછેરવા, કે પોતાના પરિવારની આવક સુરક્ષિત કરવા માટે , સાબુ અને અગરબત્તી બનાવવા જેવા વિવિધ વ્યવસાયમાં સક્રિય બની રહી છે.
એક સ્ત્રી પોતાની વિભિન્ન ભૂમિકાઓ ભજવવા માટે પૂર્ણ રુપે સક્ષમ હોય છે. મહારાષ્ટ્રમાં વરવાહેયર નામના ગામ માં 400 સ્ત્રીઓ એકસામટી આગળ આવી અને દારૂ તેમજ અન્ય નશાઓ પર પ્રતિબંધ લાવવા અંગે એમણે પોતાનો બુલંદ વિરોધ વ્યક્ત કર્યો.
ગામડાઓમાં, તેમજ ઘણાં શહેરોમાં પણ શૌચાલયની સુવિધાઓના અભાવ ના કારણે સ્ત્રીઓને ફરજિયાતપણે મળોત્સર્જન માટે ખેતરો અને ખુલ્લી જગ્યાઓમાં જવું પડે છે, અને એ રીતે કાયમની આરોગ્ય સમસ્યાઓ જોડે પોતાનુ અસ્તિત્વ ટકાવી રાખવું પડે છે.
આ સમસ્યાઓ દૂર કરવા માટે મદદ કે સાધનો અને પદ્ધતિઓ આપીને હાલના પડકારોનો સામનો કરવા માટે આર્ટ ઓફ લિવિંગ સ્ત્રીઓને સમર્થ બનાવીને તેઓના વ્યક્તિગત તણાવ દૂર કરી રહ્યું છે.
એક અર્થમાં આર્ટ ઓફ લિવિંગ મહિલાઓને ફક્ત વ્યક્તિગત રીતે નહિ પરંતુ સામુદાયિક ભાવનાથી એક જુથ બનીને આ પડકારોનો સામનો કરવા માટેની જોગવાઇ કરી આપે છે, અને પોતાની સામેના પડકારો માટે વ્યવહારુ ઉકેલો શોધવા સ્ત્રીઓને પ્રોત્સાહિત કરે છે. જેથી તેઓ પોતાના હક મેળવવા માટે સ્વનિર્ભર બની શકે.
તમે પોતાના જીવનના દૈનિક પડકારોનો સામનો પોતાના સશક્તિકરણના સુખથી કરો. દરરોજ નવેસરથી ઉત્સાહ સાથે જીવનને કેવી રીતે પ્રેમપુર્વક માણતાં રહેવું તે શીખવા માટે નીચેનુ ફોર્મ ભરો.