ગુસ્સો

તમારા ક્રોધ ને ઉપરવટ થઈ ને તેને કાબુ માં લેવો મહત્વ નું છે. શીખો કઈ રીતે?

કોઈ ને પણ ઉશ્કેરાયેલા કે આકુળવ્યાકુળ રેહવું ક્યારેય ગમતું નથી. જો આપણે બીજાએ કરેલી ભૂલો ને કરુણાથી સ્વીકારી નથી શકતા તો આપણે તેઓ પર ગુસ્સે થવા બંધાયેલા જ છીએ અને આગળ જતા આપણે પોતાનાથી પણ ગુસ્સે થયા કરીશું. આપણા પોતાના વિશે, આપણા મગજ વિશે અને આપણી ચેતના વિશે નાનું અમથું જ્ઞાન પણ આપણા સ્વભાવ ના મૂળમાં રહેલી વિકૃતિમાં મદદ રૂપ બની શકે છે. આપણા શ્વાસ પાસેથી શીખવા માટે ખૂબ જ શ્રેષ્ઠ વસ્તુઓ છે,જે આપણે ભુલાવી દીધું છે. શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા અને ધ્યાન મગજ ને શાંત રાખવા માટે ખૂબ જ અસરકારક છે. અને પછી આપણે આપણા ગુસ્સાને કિંમતી અને આપણા સ્મિતને ફ્રી બનાવી શકીશું!

યોગ અને ધ્યાનના કાર્યક્રમો

ધ્યાન તમને કાર્યક્ષમ અને મહેનતુ, તણાવમુક્ત અને આનંદી બનાવે છે.