વજન ઘટાડો

પ્રયત્ન વિના વજન ઘટાડવાના આશ્ચર્યકારક રહસ્યો જાણી લો...

વજન ઘટાડવું આપના આરોગ્યમય જીવનનું પહેલું પગથિયું હોઈ શકે. પણ સારું આરોગ્ય કોને કહેવાય? સારું આરોગ્ય માત્ર રોગના અભાવને ન કહી શકાય. સ્વસ્થ હોવું એટલે પોતાના "સ્વ" ની અંદર સ્થાપિત થવું. એ એક જીવનની ગતિશીલતાની અભિવ્યક્તિ છે. કોઈ વ્યક્તિને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થયેલું છે એ ત્યારે જ કહી શકાય જ્યારે તે શારીરિક રીતે સક્ષમ, માનસિક રીતે શાંત અને ભાવનાત્મક રીતે સ્થિર હોય. તો કોઈ વ્યક્તિ આ પ્રકારનું બહુમુખી સ્વાસ્થ્ય આજના ગતિશીલ જીવનમાં કઈ રીતે પ્રાપ્ત કરી શકે?

આ વિભાગમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના અનેક લખાણો, વિડિયોઝ અને પ્રોગ્રામ્સ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જે દ્વારા તેઓ આપના સ્વાસ્થ્યને અને આપના જીવનના સ્તરને કઈ રીતે ઊંચુ લાવી શકાય તે શીખવે છે. તમે "સ્વ" વિશે જેટલું વધુ જાણશો તેટલું આપ પોતાના અસ્તિત્વના સ્તરો જેવા કે શરીર, શ્વાસ, મન, બુદ્ધિ, સ્મૃતિ,અહંકાર અને આત્મા વિશે વધુને વધુ જાણી શકશો. જ્યારે તમે જાણશો કે શરીર અને મન શ્વાસ દ્વારા જોડાયેલા છે ત્યારે તમે તમારા વિચારો અને ભાવનાઓને સારી રીતે નિયંત્રિત કરી શકશો. અને તે દ્વારા જ તમે વિના પ્રયાસ તમારા વજનને ઘટાડી શકશો અને એક આનંદમય આરોગ્યનો ઉદ્દેશ પૂર્ણ કરી શકશો.

યોગ અને ધ્યાનના કાર્યક્રમો

જીવનની સમસ્યાઓ માટે સામગ્રી સમાધાન