yogal-kamlesh-ruchi-upscale

શ્રી શ્રી યોગ કલાસિસ (લેવલ 1)

તમારી સીમાઓ વિસ્તૃત કરો

ઉર્જાત્મક • સ્વાસ્થ્ય અને લવચિકતામાં સુધારો • મજબૂત અને જમીન મેળવો

4-6 દિવસમાં 10 કલાક

*તમારા યોગદાનથી તમને અને યજમાન આર્ટ ઑફ લિવિંગના સામાજિક પ્રોજેક્ટને ફાયદો થાય છે.

શ્રી શ્રી યોગ કંઇક જુદા છે

તમે સ્પર્ધાત્મક અથવા ઉપરછલ્લા રીતરિવાજોથી થોડા મુખ્ય પ્રવાહના યોગથી  કંટાળી ગયા છો?

શ્રી શ્રી યોગ માત્ર તમારી લવચિકતા,(સ્થિતિસ્થાપક) શક્તિ અને આરોગ્યને  જ નહીં પરંતુ યોગ પ્રત્યેના સમગ્ર દૃષ્ટિકોણ સાથે તમારી સ્વ-જાગૃતિ અને કેન્દ્રિતતાને પણ વધારે છે.

સહજ બનવા માટે સ્વીકાર્ય વાતાવરણ

શ્રી શ્રી યોગ એક પૂર્વાગ્રહ મુકત વાતાવરણ પ્રદાન કરે છે, જેથી તમે પીડા વિના ખેંચાખેંચી ની સ્પર્ધા કર્યા વિના તમારી જાતને આગળ વધારવાની તમારી પોતાની શોધી શકો. ઘણીવાર સ્પર્ધાત્મક વાતાવરણ ધરાવતા યોગ ના વર્ગમાં ઊંડો આધ્યાત્મિક અનુભવ મેળવવો મુશ્કેલ હોઈ શકે છે.

માત્ર યોગ પોઝ કરતાં વધુ

ઘણી વાર લોકો યોગને માત્ર શારીરિક કસરતો સાથે સાંકળે છે, પરંતુ તેમાં ઘણું બધું છે. શ્રી શ્રી યોગમાં, તમે પરંપરાગત આસનો (આસન), સરળ પ્રાણાયામ (શ્વાસ લેવાની તકનીક),નિર્દેશિત  ધ્યાન અને યોગનું જ્ઞાન સહિત સંપૂર્ણ યોગ અભ્યાસના તમામ પાસાઓનો અનુભવ કરશો.

આ વર્કશોપ માંથી મને શું મળશે?

આ વર્કશોપ પુનઃસ્થાપિત યોગાભ્યાસ દ્વારા તમારા મન, શરીર અને ભાવનાને ઉર્જાવાન અને એકીકૃત કરવાનો સર્વગ્રાહી મહાવરો શીખવે છે.

icon

મજબૂતાઇ અને સંયમ: યોગાસન

શરીરની વધારાની ચરબી બાળી અને કોલેસ્ટ્રોલ ઘટાડીને સ્નાયુઓને મજબૂતાઈ અને ઓપ આપે છે લવચીકતા જાળવવા માટે યોગ શરીર ને ચોક્કસ સ્થિતિમાં   ઢાળે છે

icon

ઊંડો આરામ: ધ્યાન અને વિશ્રામ

યોગ નિદ્રા, એ સજાગતા સાથે આરામનું એક અદ્ભુત સ્વરૂપ છે જે શરીરને શાંત કરે છે અને મનને ઊંડા ધ્યાન માટે આરામ આપે છે.

icon

ઉર્જા: યોગિક શ્વસન (પ્રાણાયામ)

તમારા શ્વાસ અને અદ્યતન શ્વાસ- સાથે સુમેળ સાધો. આ મહાવરો મન અને શરીરને શક્તિ આપે છે જેથી તમે દિવસભર તાજગી અનુભવો

icon

આંતરદૃષ્ટિ: યોગમાંથી શાણપણ

યોગ દ્વારા મન અને શરીરની પ્રકૃતિ અને કેવી રીતે હળવું,પરિપૂર્ણ જીવન જીવવું તે અંગેની કેટલીક રસપ્રદ આંતરદૃષ્ટિ પ્રાપ્ત થાય છે.

સ્થાપક

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરે વિવિધ જાતિઓ, પરંપરાઓ, આર્થિક અને સામાજિક સ્થિતિ અને રાષ્ટ્રીયતાના લોકોને એક કર્યા છે. તેમણે તણાવમુક્ત, હિંસામુક્ત સમાજ માટે અભૂતપૂર્વ વિશ્વવ્યાપી ચળવળનું નેતૃત્વ કર્યું છે.

વધુ જાણો