એક વણપ્રીછાયેલા રહસ્યનો તાગ પામીને પોતાના જીવનને જીવો ત્યાં સુધી સંપૂર્ણ તંદુરસ્તી અને સાચા સુખની ભેટ આપો. આપણે સહુ જીવનની શરુઆતમાં સહુથી પહેલું કામ શ્વાસ લેવાનું કરીએ છીએ. શ્વાસમાં જ જીવનના ગૂઢ રહસ્યો છુપાયેલાં છે. સુદર્શન ક્રિયા એક સાવ સરળ છતાં ખુબ જ શક્તિશાળી લયબધ્ધ શ્વસનની એવી ક્રિયા છે જે તમારા શ્વાસમાં પ્રકૃતિગત લયના આરોપણ દ્વારા તમારા શરીર, મન અને લાગણીઓમાં એકસૂત્રતા જન્માવે છે.
આ ક્રિયા તમારા તણાવ, થાક, કંટાળો અને નકારાત્મક લાગણીઓ જેવી કે ગુસ્સો, ઉશ્કેરાટ, ગમગીની, નિરાશા વગેરેને દૂર કરીને તમારા મનને શાંત અને કેન્દ્રીત તથા શરીરને સ્ફૂર્તિલું અને એકદમ હળવું ફૂલ બનાવે છે.
સુદર્શન ક્રિયા તમારા જીવનનાં વણપ્રીછેલા રહસ્યોને ઉજાગર કરીને તમને જીવનની અનેરી ગહેરાઇનો અનુભવ કરાવે છે. તે એક આધ્યાત્મિક અનુભવ રુપે અનંતની દિવ્ય ઝાંખી કરાવે છે. સુદર્શન ક્રિયા દ્વારા તંદુરસ્તી, સુખ, શાંતિ પ્રાપ્ત થવા ઉપરાંત જીવનને પારનું દર્શન કરાવતી આંતરદ્રષ્ટિ કેળવાય છે.
શ્વાસ થકી સારૂં સ્વાસ્થ્ય, રોજે રોજ!
પ્રાણ એ જીવનનું મુખ્ય સંચાલક બળ છે જ્યારે પ્રાણનો મુખ્ય સ્ત્રોત છે શ્વાસ !
પ્રાણ એ તંદુરસ્તીનો મુખ્ય આધાર હોવા ઉપરાંત શરીર અને મનને તાજગી આપનારું પરીબળ પણ એ જ છે. જ્યારે પ્રાણ ઊચ્ચ કક્ષાએ હોય ત્યારે આપણે સુદ્રઢ, સજગ અને સ્ફૂર્તિમય હોવાનો અનુભવ કરીએ છીએ.
સુદર્શન ક્રિયા આપણી અંદર્થી ૯૦ % થી વધારે ઝેરી તત્વોને અને જમા થયેલા તણાવોનો નીકાલ કરીને દરરોજ પ્રાણને એની ઊચ્ચ કક્ષાએ સ્થિત રાખે છે.
સુદર્શન ક્રિયાનો સતત અભ્યાસ કરતો સાધક વધુ સારી રોગપ્રતિકારક શક્તિ, પોતાની ક્ષમતાઓમાં વૃધ્ધિ અને ઊચ્ચ શક્તિના સ્તર પર ટકી રહેવાનો અનુભવ ધરાવતો હોવાનું જણાવે છે.
નિયમીતપણે સુદર્શન ક્રિયાનો અભ્યાસ કરતા સાધકના જીવનમાં ડોક્ટર્સની મુલાકાતમાં બેહદ ઘટાડો તો થાય જ છે, સાથે એનામાં જીવન પર્યંત તંદુરસ્તી અને સુખની સ્થિતિ જળવાઇ રહે છે !
યોગ્ય રીતે શ્વાસ લો અને જીવનભર સુખી રહો!
શું તમે જાણો છો કે રહસ્યમય એવી આ સુદર્શન ક્રિયા તમારા હાસ્યને અખંડ અને તમને સદાકાળ સુખી રાખે છે?
અને (તમને કદાચ પ્રશ્ન થાય કે)સુદર્શન ક્રિયા તમારામાં પ્રસન્નતા કે આનંદ લાવે છે કઇ રીતે ?
શું તમે જોયું છે કે તમને નકારાત્મક લાગણીઓ, ગુસ્સો, ઉશ્કેરાટ, ગમગીનીમાંથી બહાર આવતા કેટલો સમય લાગે છે? સુદર્શન ક્રિયા દ્વારા ખૂબ જ કૂશળતાપૂર્વક તમારા શ્વાસથી જ તમારી લાગણીઓને કાબૂમાં રાખી શકાય છે. સુદર્શન ક્રિયા થકી નકારાત્મક લાગણીઓ તમારા પર પ્રભુત્વ નહીં ધરાવી શકે.
Iકલ્પના કરો કે રોજ ગુસ્સો, ઉશ્કેરાટ, ઈર્ષા, ડરના સ્થાને તમારા જીવનમાં આનંદ, હાસ્ય, ઉંડા શ્વાસ અને સુખ છવાઇ જતાં હોય તો ! મિત્રતાની સુખદ પળોમાં, સંબંધોમાં, કારકિર્દીમાં, ધંધા - વેપારમાં, લગ્ન જેવા પ્રસંગો વખતે તમે શું છો કે શું નથી એની એક ઝલક તમને ચોક્કસ જોવા મળે છે.... પણ તમે સાવ સાચા અર્થમાં શું છો- કોણ છો તે ચોક્કસ થતું નથી.…!
શ્વાસ લો, શ્વસનની સુદર્શન ક્રિયા કરો... પ્રસન્નતાથી ચમકતું પ્રતિબિંબ તમારો અરીસો દેખાડશે.!
શા માટે સુદર્શન ક્રિયા અદભૂત કે અનોખી છે?
દિવસ પછી રાત્રિ હોય છે. ઋતુઓ આવે છે અને જાય છે. વૃક્ષોના જૂના પાંદડા ખરી જાય છે અન નવા આવે છે.
કુદરતમાં એક લય છે. આપણે પણ કુદરતનો જ એક હિસ્સો છીએ. આપણામાં પણ એક લય છે. જૈવિક લય.... શરીર, મન અને લાગણીઓની લય. જ્યારે તણાવ કે બિમારી એ કુદરતી લયને અસર કરે છે ત્યારે આપણે અસ્વસ્થતા, અસંતોષ, દુખ અને બેચેનીનો અનુભવ કરીએ છીયે.
સુદર્શન ક્રિયા શરીર અને લાગણીઓમાં લયબધ્ધતા લાવે છે અને એને કુદરતી લયમાં પરત લઈ આવે છે. આ લયબધ્ધતાથી આપણને પોતાની જાત પ્રત્યે પ્રેમ, આનંદ અને સંતોષ જેવી સુખકર લાગણી જાગે છે. (અને એટલે) કુદરતી રીતે જ બધા સંબંધોમાં પ્રેમ અને ઉષ્મા ઉજાગર થવા માંડે છે.
આર્ટ ઓફ લિવિંગ અંતર્ગત યોજાતા કાર્યક્રમોમાં સુદર્શન ક્રિયા આવરી લેવામાં આવે છે, જે શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજીક તમામ સ્તરે સુખાકારી લાવનારી છે !
શા માટે એ આટલી અમૂલ્ય છે ?
(તો પૂછવાનું મન થાય કે )શું તમારી શારીરિક સુખાકારી અને જીવનનો સાચો આનંદ અમુલ્ય નથી ?
શ્વાસ મનુષ્ય સમજે છે તેના કરતાં ઘણો જ વધારે મુલ્યવાન છે !
તમારા રોજ ના જીવનમાં અમુલ્ય એવી ૨૦ મિનિટ શ્વસનની માટે ઉમેરી લો,
શ્વાસના રહસ્યને શીખો..
તમારા જીવનને એક તક તો આપો !!