એક સાધક તે છે જે જાણે છે કે, આંતરિક રીતે, દરેક મનુષ્ય દિવ્યતાની ચિનગારી છે, અને તેથી તે ખરાબ ન હોઈ શકે. હું તમને કહું છું કે સર્જક દ્વારા કોઈ ખરાબ મનુષ્ય નથી બનાવવામાં આવ્યો. દરેક વ્યક્તિમાં પ્રકાશ હોય છે.
શું તમે લોકોની ભલાઈમાં વિશ્વાસ કરો છો?
વિશ્વમાં મૂળભૂત રીતે બે પ્રકારના વલણ અથવા બે પ્રકારના લોકો છે:
- જેઓ વિચારે છે કે બધા લોકો આંતરિક રીતે ખરાબ છે.
- જેઓ વિચારે છે કે મૂળભૂત રીતે દરેક વ્યક્તિ અંદરથી સારી છે, પછી ભલે તેઓનું વર્તન થોડું ખરાબ હોય; ખરાબ વર્તન માત્ર પરિઘમાં (એક સિમામાં) જ છે.
પ્રથમ પ્રકારના લોકો કોઈના પર વિશ્વાસ કરી શકતા નથી, અને બીજા પ્રકારના લોકો કોઈના પર વધારે શંકા કરતા નથી. શું તમે તફાવત જુઓ છો? જો તમને લાગે કે આંતરિક રીતે દરેક વ્યક્તિ સારા છે, તો તમારી શંકા માત્ર ઉપરછલ્લી છે. તમે કોઈના પર ઊંડો શંકા કરતા નથી, કારણ કે તમે જાણો છો કે દરેકમાં સારાપણું છે. તમે દરેકની ભલાઈમાં વિશ્વાસ કરો છો.
બીજા સમૂહના લોકો પાસે વિશ્વાસનો આ મોટો મુદ્દો છે કારણ કે તેઓ વિચારે છે કે આંતરિક રીતે દરેક વ્યક્તિ ખરાબ છે. ભલે તેઓ બહારથી સારા દેખાતા હોય, પણ અંદરથી તેઓ સારા નથી હોતા. આ વલણ-તમારા મનમાં રહેલી આ ધારણા-તમને કોઈના પર વિશ્વાસ ન થવાનું કારણ બને છે.
શાણપણ (સાચી સમજણ) એ જોવામાં છે કે નકારાત્મકતા માત્ર પરિઘ (બહારી વર્તન)પર જ હોય છે.
તે જોવું એટલું રસપ્રદ છે કે જો તમને કોઈ વ્યક્તિમાં કંઈક ખોટું લાગે, તો તમે વિચારો છો કે તે વ્યક્તિનો સાચો સ્વભાવ છે.
હું તમારી સાથે એક ઘટના શેર કરવા માંગુ છું.
ગયા વર્ષે, હું ભારતના ઉત્તરીય શહેરમાં એક મોટા સત્સંગ માટે ગયો હતો સત્સંગમાં, આ નામચીન વ્યક્તિ આવ્યો, જે સ્ટેજ પર ચઢ્યો અને ફરવા લાગ્યો. બધા પત્રકારો અને બીજા બધાએ કહ્યું, “આ વ્યક્તિ ગુનેગાર છે, તેને ગુરુદેવ સુધી કેવી રીતે પ્રવેશ મળ્યો? તે ગુરુદેવની સાથે કેવી રીતે ઊભો છે ?”
આ માણસ બહુ બદનામ હતો; તે કહેશે, “હું કૉલ કરી શકું છું અને કોઈપણ વિમાનને રોકી શકું છું.”
તે કોઈપણ ટેક્સી ડ્રાઈવરને કારમાંથી ઉતરવાનું કહેશે અને તે ટેક્સી લઈને જશે. તે એક મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવતો હતો. તેથી જ્યારે તે સ્ટેજ પર આવ્યો, ત્યારે બધા આશ્ચર્ય પામી રહ્યા હતા, “ગુરુદેવે આ કેવી રીતે મંજૂરી આપી ?”
તમે જાણો છો, આ તે જ વ્યક્તિ, જેણે કોઈ કોર્સ કે કંઈપણ કર્યું નથી, ત્રણ મહિના પછી મને મળવા શિવરાત્રિ પર બેંગ્લોર આશ્રમમાં આવ્યો. તેણે ખિસ્સામાંથી મારું ચિત્ર કાઢ્યું અને કહ્યું, “ગુરુદેવ, મેં આ ચિત્ર મારા ખિસ્સામાં રાખ્યું હોવાથી હું મારું કામ કરી શકતો નથી. શું થયું છે? આ તમે તે શું કર્યું ? મારું જીવન આખું અસ્તવ્યસ્ત છે; મારું આખું જીવન બદલાઈ ગયું છે. અહીં ખૂબ આનંદ છે ! હવે હું આ આનંદને મારા રાજ્યમાં અને દરેક ઘરે લઈ જવા માંગુ છું.
આ એ જ માણસ છે જેને બધા લોકો સૌથી અસામાજિક તત્વ ગણતા હતા. પત્રકારો પણ તેનાથી ડરે છે. પત્રકારો, સામાન્ય રીતે, કોઈનાથી ડરતા નથી. પરંતુ તેઓએ કહ્યું, “આ વ્યક્તિ ભયાનક છે.”
તમે જેમ જુઓ વિશ્વ તેવું છે
તમે જાણો છો, આપણે લોકોને કેવી રીતે સમજીએ (માનીને ચાલીયે) છીએ, તે જ રીતે વિશ્વ બને છે. સંસ્કૃતમાં કહેવત છે યથા દૃષ્ટિ, તથા સૃષ્ટિ. જેમ તમે વિશ્વને જુઓ છો, તે જ રીતે તમારા માટે વિશ્વ બને છે. જો તમે વિશ્વને ભયાનક લોકોથી ભરેલું જોશો, તો તમારા અનુભવમાં, ફક્ત આ પ્રકારની વસ્તુઓ જ બનશે. જો તમે દુનિયાને સારા માણસોથી ભરેલી જોશો, તો સૌથી ખરાબ ગુનેગારમાં પણ, તમે જોશો કે તેની અંદર એક ખૂબ જ સરસ વ્યક્તિ છુપાયેલી છે. તમે તેને ઓળખી શકશો.
તેથી, લોકોનો જજ (મત બાંધવો )કરશો નહીં, અથવા તેમને ખરાબ અથવા સારા લોકો તરીકે લેબલ કરશો નહીં. માત્ર એક જ દિવ્યતા છે જે પોતાની જાતને ઘણી રીતે, ઘણા લોકોમાં, ઘણા બધા મૂડમાં અને ઘણા રંગોમાં (વર્તનમાં) વ્યક્ત કરે છે. તે એક પ્રકાશ છે. જો આપણે આને ઓળખી શકીશું, તો આપણા હૃદયમાં એવી ઊંડી શાંતિ હશે, એવો વિશ્વાસ અને ભરોસો હશે કે જે કંઈપણ આપણને હચમચાવી ન શકે.
દરેક વ્યક્તિમાં પ્રકાશ (જ્ઞાન) હોય છે
સાધક તે છે જેણે જાણવું જોઈએ કે. —સમાજદારી, આંતરિક રીતે, દરેક મનુષ્ય ભગવાનનો એક તણખો છે. , તેથી તેઓ ખરાબ ન હોઈ શકે. સર્જનહાર દ્વારા કોઈ ખરાબ મનુષ્ય નથી. હું તમને કહું છું કોઈ ખરાબ વ્યક્તિ નથી. દરેક વ્યક્તિમાં દિવ્યતા છે. ક્યાંક તે છુપાયેલ છે, ક્યાંક તે નિંદ્રામાં છે, અને ક્યાંક તે ક્રિયામાં વધુ છે.
તો આ બે માર્ગો છે. તમારા મનમાં જુઓ કે તમે કઈ બાજુ જાઓ છો. શું તમે વિશ્વાસ તરફ જઈ રહ્યા છો કે શંકા તરફ ? જો તમે બીજાને નાપસંદ કરવાની અથવા તમારી જાતને નાપસંદ કરવાના પક્ષમાં જઈ રહ્યા છો, તો હવે સમય આવી ગયો છે કે તમે તેને બદલો અને કહો, “ના, આંતરિક રીતે દરેક વ્યક્તિ સારા છે.”