મસ્તિષ્ક થી મસ્તિષ્ક નો વ્યવહાર વિચારો અને શબ્દો થી થાય છે. હ્રદય થી હ્રદય ના સંચાર માં લાગણીઓ ની સમાવેશ હોય છે. આત્મા થી આત્મા નો સંચાર મૌન છે.

– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

 આપણે જ્યારે પ્રથમ શ્વાસ લઈએ છીએ તે જ ક્ષણે વાતચીત કરવાનું શરૂ કરીએ છીએ. આપણું પ્રથમ રુદન એ આપણી માતા અને વિશ્વને સંદેશાવ્યવહાર છે કે અમે આવી ગયા છીએ. અને આપણા છેલ્લા શ્વાસ સુધી, આપણે સતત વાતચીત વ્યવહાર ચાલુ જ રાખીએ છીએ.તેમ છતાં અસરકારક સંચાર કેવળ શબ્દો કરતા વધુ મહત્વ નું છે. એકબીજા સાથે સ્નેહ ભર્યો વ્યવહાર રાખવો એ એક કેળવવા જેવું કૌશલ્ય છે.સંવેદનશીલ અને સમજદાર બનો.

કોમ્યુનિકેશન એ એક સંવાદ છે, એકપાત્રી નાટક નથી.

આપણે જેની સાથે વાતચીત કરતા હોઇએ તેમના દૃષ્ટિકોણ ને માન આપવું આવશ્યક છે. સંચાર કરતી વખતે સંવેદનશીલ અને સમજદાર બંને એક જ સમયે બની રહેવું એક કૌશલ છે. અમુક વ્યક્તિ ખૂબ જ ભાવુક હોય છે અને તેના કારણે વાતચીત કરતી વખતે તેમની વાણી માં સ્પષ્ટતા નથી રહેતી અને તેઓ યોગ્ય રીતે વ્યક્ત નથી કરી શકતા. 

તમારા મન ની સ્થિતિ મહત્વ ની છે! તમે કોઈ ના પર ગુસ્સો કરી ને એમના માં સુધારો નહિ લાવી શકો. આવું કરવાથી તમે તમારી પોતાની જ શાંતિ હણી નાખો છો.

જ્યારે તમે ક્રોધિત હોવ છો ત્યારે કોઈ ને પણ તમારી વાત સાંભળવી નથી હોતી ભલે તમે ગમે તેટલી સાચી વાત કહેતા હોવ.

– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

જ્યારે તમે માણસો સાથે વાતચીત કરો છો ત્યારે મગજ થી વિચારી ને કરો છો પરંતુ જ્યારે તમે  કુદરત ના સાનિધ્ય માં હોવ છો ત્યારે તમારું મન દિલ થી ગીતો ગાતું હોય છે ત્યારે મગજ નો કોઈ ઉપયોગ હોતો નથી. બાકી માણસો સાથે તો ખોટી બબડાટ જ કરતા હોવ છો તેમાં ક્યાંય હ્રદય નું કામ નથી. અને જ્યારે ગુરુ પાસે હોવ છો ત્યારે એકદમ ખાલી થઈ જાવ છો, બધા જ પ્રશ્નો, ચિંતા બધું જ ભૂલી જાવ છો પછી મૌન માં આત્મા દ્વારા સંચાર થાય છે.

વ્યવહાર માં સજગતના ની ભૂમિકા

જ્યારે તમે લોકો ને મળો છો ત્યારે મસ્તિષ્ક થી લોકો સાથે વાતચીત કરવાનું પસંદ કરો છો તમે ભાગ્યેજ તેમની જોડે ગીતો ગાવ છો. તમારો અહંકાર તમને આવું કરતા રોકે છે. સામાન્યરીતે ઘણા ને લોકો સાથે ગાવું સહેલું નથી લાગતું. જ્યારે તમે ગીતો ગાવ છો ત્યારે તમે મસ્તિષ્ક થી હર્દય ના સ્તર પર નીચે ઉતરો છો લાગણીઓ નો સંચાર થાય છે. અમુક લોકો ને માત્ર સંગીત સાંભળવું આરામદાયક લાગે છે. અમુક લોકો એકાંત માં ગાવાનું પસંદ કરે છે, અમુક લોકો બીજા નું ધ્યાન ખેંચવા કે પછી લોકો ને પોતાના ગાયન  થી સંમોહિત કરવા માટે ગાતા હોય છે, અમુક લોકો ખાલી એટલા માટે ગાતા હોય છે કેમકે બાકી ના બીજા લોકો ગીત ગાતા હોય છે. આ દરેક પ્રકાર નું ગાયન અહંકાર થી આવે છે.

મસ્તિષ્ક થી મસ્તિષ્ક ના વ્યવહાર માં તમે બોલો છો.
હર્દય થી હર્દય ના સંચાર માં તમે  ગીતો ગાવ છો.
આત્મા થી આત્મા નો વ્યવહાર તો મૌન માં જ થાય છે.

– ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર

અંહાંકર તોડવાથી સંચાર માં આવતા અવરોધો દૂર કરી શકાય છે

આપણા અસ્તિત્વ ના ઊંડાણ માં ભજન સમાયેલ છે. જો તમે લોકો સાથે ભજન ગાય શકો તો તમારો અહાંકાર તૂટી ને ચૂર ચૂર થઇ જશે. એક બાળક ખૂબ જ સરળતા થી અજાણી વ્યક્તિ સાથે ભજન ગાય શકે છે કેમકે બાળકો માં અહંકાર નથી હોતો.ખુલ્લા દિલ થી ગાવા માટે તમારે અહંકાર મુક્ત બનવું પડે. એવી જ રીતે, મસ્તિષ્ક ના સ્તર પર તમારો અહંકાર સુરક્ષિત છે, હ્રદય ના સ્તર નીચે આવશો તો અહંકાર તૂટી જશે અને આત્મા ના સ્તર પર તો ઓગળી જ જશે. તમામ કોમ્યુનિકેશન માં અંતર અહંકારને કારણે થાય છે.

પ્રભાવપૂર્ણ સંચાર એ એક કૌશલ્ય છે જે આપણા વ્યક્તિગત વિકાસ, સંબંધો અને એકંદરે સુખી જીવન જીવવાના પ્રમાણ મા વધારો લાવે છે. ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર દ્વારા સ્થાપિત, આર્ટ ઓફ લિવિંગ, ઘણા બધા પ્રોગ્રામ પ્રદાન કરે છે જે વ્યક્તિ ને જીવન ના દરેક તબ્બકે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આ વાતચીત ના વ્યવહાર નો પ્રોગ્રામ પણ કૌશલ્ય માં નિપુણતા મેળવવાના સાધનો અને આવડત પ્રદાન કરે છે.

આર્ટ ઓફ લિવિંગ ના અમુક પ્રોગ્રામ જેવાકે હેપ્પીનેસ પ્રોગ્રામ, જેમાં તમે “સુદર્શન ક્રિયા” જેવી અનોખી ક્રિયા શીખો છો, અને બીજો એક પ્રોગ્રામ છે” સહજ સમાધી ધ્યાન યોગ” જેમાં તમને સજ્ગતા કેળવવા, ભાવાત્મક બુદ્ધિ નો વિકસાવ અને તમારા વર્તુળ ને વધુ ગાઢ બનાવવાનું શીખી શકો છો. આ દરેક પ્રોગ્રામ તમને સંચાર, ધ્યાન, યોગ અને શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા પ્રત્યે નો એક ધાર્મિક અભિગમ પ્રદાન કરે છે જે તમને તમારી આંતરિક શાંતિ શોધવામાં માં મદદરૂપ બને છે. તદુપરાંત, સાંભળવાની શક્તિ માં વધારો કરે છે અને હ્રદય થી સંદેશ વ્યવહાર કરવાનું શીખવે છે.

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity


    *
    *
    *
    *
    *