તમને શાનાથી ગુસ્સો આવે છે? વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ? તમે કોઈ વસ્તુઑથી તો ગુસ્સે ન થઈ શકો. તો પછી ગુસ્સો વ્યક્તિ કે કોઈ પરિસ્થતિ સાથે સંકળાયેલો છે. તમારો પોતાનો પણ એવા વ્યક્તિઓમાં સમાવેશ થાય છે – ક્યાં તો તમે તમારી જાત પર ગુસ્સે છો અથવા તો પછી બીજા કોઈ પર.
તમે કોઈ ખામીના કારણે ગુસ્સો અનુભવો છો. જ્યારે તમારે કઈક કરવું હોય છે પરંતુ તમે કરી નથી શકતા ત્યારે તે અસમર્થતતા તમારામાં ક્રોધ નો ઉદભવ કરાવે છે.
જ્યારે તમે સક્ષમ અને શક્તિશાળી છો, તો પછી શા માટે ગુસ્સો આવશે? તમે કોઈ દિવસ કોઈ કીડી કે માખી પર ગુસ્સે નથી થતાં. તમને કોઈ નાની કક્ષા વાળી વ્યક્તિ કે પરિસ્થતિ ઉપર પણ ક્રોધ નથી આવતો. આપણે આપણાથી શ્રેષ્ઠ કે શક્તિશાળી વ્યક્તિ પર ક્રોધિત થઈ છીએ. જ્યારે આપણે જોઈએ કે આપણ ને ખ્યાલ આવે કે કોઈ વસ્તુ/પરિસ્થતિ આપણી આવડત અને ક્ષમતાથી પરે છે ત્યારે આપણને ક્રોધનો અનુભવ થાય છે. આપણને એવું લાગે કે કોઈ આપણે કહેલી વાત નથી માનતું ત્યારે પણ આપણાને ગુસ્સો આવે છે. જ્યારે આપણાને લાગે કે આપણા કરતા આપણા શબ્દોનુ મહત્વ વધારે છે ત્યારે ક્રોધ પ્રકટ થાય છે. એટલે ગુસ્સાથી દુઃખ પણ ઉત્પન્ન થાય છે.
ગુસ્સાથી તરત જ બહાર આવવું ખૂબ મહત્વનું છે
વાણી અને વર્તનમાં સર્વગુણ સંપૂર્ણતાની અપેક્ષા મોટેભાગે ક્રોધનું કારણ બને છે. ચોક્કસ રૂપે પૂર્ણ કર્મ કરવું લગભગ અશક્ય છે.કર્મમાં ફક્ત ૯૫% સાચી ચોક્કસાઈ શક્ય છે. જ્યારે વાણી અને મનમાં ૧૦૦% પૂર્ણતા શક્ય છે.
કઈ પુનરાવૃત્તિ પર તમે ગુસ્સે થાવ છો? તમારા ગુસ્સાની આવૃત્તિ એ તમારી ક્ષમતાથી વિપરીત પ્રમાણમાં હોય છે. તમે જેટલા વધુ શક્તિશાળી હશો એટલો ગુસ્સો ઓછો આવશે અને તમે જ્યારે નબળા પડશો ત્યારે તમને ક્રોધ આવવાનું જોખમ વધી જાય છે. એટલે એ તમારે જોવાનું રહ્યું કે નબળાઈ શું અને તમારી તાકાત કઈ છે.
બીજું પરિબળ છે તમારો દ્રષ્ટિકોણ, અને તમારી આસપાસના લોકો માટે અને આ જીવન માટેની ઊંડાણપૂર્વકની સમજશક્તિ. આ પણ એક ભાગ ભજવે છે. ત્રીજું પરિબળ છે લગાવ. લગાવ તમારામાં ક્રોધ જગાડે છે. તમને કેટલા અંશ સુધીનો લગાવ છે – તેના માટે કે તમને શું જોઈએ છે. તો, તમારા ગુસ્સા ની પાછળ એક અભિલાષા રહેલી હોય છે. તમારે તેને ઓળખવું જ પડશે. જો એ તમારી સગવડ માટે કે ઉત્કંઠા માટે તમારા અહમ માટે હોય તો આ દરેકની ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા તમે આપો છો. પણ જો તમારો ક્રોધ કરુણા કે દયા ખાતર છે, જો તમારા ક્રોધ કરવા પાછળનો ઉદ્દેશ્ય પરિસ્થિતિ અને વસ્તુને સાચી કરવાનો છે, તો તે અલગ વાત છે. આ પ્રકારનો ગુસ્સો ખરાબ ન કહી શકાય.
ક્રોધની હારમાળા તોડવી
લોકોને એવું લાગે છે કે તેઓ સાચા છે એટલે તેઓ ઝગડે છે. હંમેશા સાચા હોવાની ભાવના તેઓને વધુ ઝગડવાની તાકાત આપે છે. જો કોઈને એવુ લાગે કે તેઓ ખોટા છે તો તેઓ પાસે એટલું ઝગડી શકવાની ક્ષમતા ના હોય. આ હર હંમેશ “અમે સાચા” હોવાની મર્યાદિત અને સંકુચિત માનસિકતાએ દુનિયામાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જી છે. દુનિયાના બધા યુદ્ધો આ કારણ એ જ થયા છે.
જો આપણે દીર્ધ અને નિષ્પક્ષ દ્રષ્ટિકોણ રાખીશું તો આપણને એક અલગ જ ચિત્ર જોવા મળશે. આપણી હંમેશા સાચા જ હોવાની સમજ એક માનસિક ખ્યાલ છે ખરું કારણ અને તેની અસર તો આ માનસિકતાથી આગળ છે. જ્ઞાન એ તેનું સચોટ અને અંતિમ કારણ છે.
ક્રોધની આ સતત ચાલતી સાઈકલ તોડવા માટેના થોડા સૂચનો નીચે મુજબ છે.
1. ગુસ્સા વાળા લોકોને ફટાકડા ની જેમ સંભાળો
ક્રોધિત લોકોને ફટાકડાની જેમ જોવો. દિવાળીમાં આપણે જેમ મનોરંજન અને ઉત્સવ માટે ફટાકડા ફોડીએ છીએ ત્યારે તેને પ્રગટાવી ને આપડે દૂર ભાગી જાઈએ છીએ અને દૂર ઊભા રહી ને તેનો પ્રકાશ નિહાળીએ છીએ. અને થોડી વારમાં તો તે સમાપ્ત થઈ જાય છે. એક ક્રોધિત વ્યક્તિ પણ એવો જ હોય છે.
પણ,આપણે આપણા ઘરની અંદર ફટાકડા નથી ફોડતા અને ના તો કોઈ કિંમતી વસ્તુ ફૂટતા ફટાકડાની નજીક રાખીએ છીએ. તો ખાલી જાણ રાખો કે ક્રોધિત વ્યક્તિઓની આસપાસ કોઈ કિંમતી વસ્તુઓ હોતી નથી.
ગુસ્સા વાળા લોકો વગર આ દુનિયામાં કોઈ મજા નથી. તો તમારી જાતને બચાવી રાખો અને દૂરથી તેમને જોયા કરો. તેમાં સામેલ થયા વિના મજા લો.
2. સજગતાથી ગુસ્સાને જીતી લો
તમને જયારે ગુસ્સો આવે છે અને તમે વ્યક્ત નથી કરતા ત્યારે અંદરથી તમને ગૂંગળામણ થવા લાગે છે. અને બીજી તરફ જો તમે ગુસ્સો કરો છો તો પાછળ થી પસ્તાવો થાય છે. તો મૂળ ચાવી એ છે આ બંને પરિસ્થિતિથી ઉપર આવો. જીવનને બીજા જ દષ્ટિકોણથી જોવો.
તમારી લાગણીઓને એક અલંકાર તરીકે જોવો. જેવી રીતે કેક પર અલગ રંગ અને દેખાવ માટે શણગાર હોય છે તેમ. તેને કેકમાં રહેલા પદાર્થથી કોઈ લેવાદેવા નથી હોતો. સમાન રીતે તમારી લાગણીઓથી તમારે ગુથાવું ના જોઈએ ના તો તમને પસ્તાવો થવો જોઈએ. જ્યારે તમારી ચેતનામાં વૃદ્ધિ થશે ત્યારે આવું થશે. જાગો અને જોવો તમે શું છો, અને કોની સાથે તમે આક્રમક બની રહ્યા છો.
નવરાત્રી દરમિયાન, આપણે સસ્તંગ કરીએ છીએ,ફરાળી આહાર અનુસરી એ છીએ કે જેથી આપણું મન ભક્તિના મોજામાં ડૂબકી લગાવી શકે. આ રીતે આપણે ક્રોધની દરેક તક અને બીજા નક્કામાને નકારી શકીએ છીએ.
3. આક્રમકતાનો સામનો તાકાત થી કરો
તમારા માં આક્રોશ કેમ જાગે છે? જ્યારે તમને એવો વિચાર આવે કે કોઈક તમારા થી મોટું છે,સાચું ને? એક વાર વિચાર કરો. જ્યારે કોઈ તમારા થી બહુજ મહાન હોય અથવા તો કોઈક નીચેની કક્ષા નું હોય કે જેને ગણકારી પણ ના શકાય, ત્યારે તમને આક્રોશ નથી હોતો. પરંતુ જ્યારે તમે એવું વિચારો તમારા અને સામેની વ્યક્તિ માં ૧૯-૨૦ નો જ ફરક છે ત્યારે તમને આક્રોશ આવે છે. આવું થવાનું કારણ તમરી પોતાની અજ્ઞાનતા છે. તમે પોતે તમારી શક્તિ અને તમારી આવડત ને નકારો છો.
એક મચ્છર ને મારવામાં તો તમને ગુસ્સો નથી આવતો! તમને ખબર છે કે તે એક મચ્છર છે અને એમાં એટલી ગુણવતા નથી કે તમને ગુસ્સો આવે. એ જ રીતના, તમારી તાકાત વિશે સભાન બનો.
4. થોડી અપૂર્ણતા મન માટે સ્વાસ્થ્ય કારક છે
બહુ વધારે પડતું સર્વગુણ સંપૂર્ણતા અને શ્રેષ્ઠતા નો આગ્રહ મગજ માં હિંસા અને ક્રોધ લાવે છે. અને થોડી પણ ચૂક સ્વીકારવી કઠિન પડે છે. ક્યારેક આપણી યોજના અનુસાર વસ્તુઓ ના પણ થાય. તો તેને સાચવવા હરહંમેશ તૈયાર રેહવુ જરૂરી છે.
અપૂર્ણતા ને થોડી જગ્યા આપો,જે જરૂરી છે. જે વધુ ધીરજ લાવશે. ધીરજ માં જેમ જેમ વધારો થશે તેમ તેમ ક્રોધ ઓછો થશે અને ઓછો ક્રોધ નો અર્થ હિંસા નાબૂદ થઈ જવી.
5. પ્રેમ ને જ્ઞાન ની ઢાલ આપો
તમે જેમને પ્રેમ કરો છો તેઓ જો તમારી અપેક્ષા મુજબ નો વ્યવહાર ના કરે તો તમને લાગી આવે છે. આખરે, તમે રસ્તા પર ચાલતા કોઈ પણ વ્યક્તિ થી તો દુઃખી નથી થવાના ને! પરંતુ, એ વ્યક્તિ કે જેમના પ્રત્યે તમને લાગણી છે આત્મીયતા છે જો તે તમને કેમ છો ના પૂછે કે તમારી સામે સ્મિત ના આપે તો તમને દુઃખ થાય છે.
જ્યારે લોકો ને લાગી આવે છે ત્યારે તેવો એકદમ કઠોર દિલ ના બની જાય છે.
પ્રેમ એ એક નાજુક સુંદર મજાની લાગણી છે. તે ખૂબ જ સહેલાઇ થી દુભાય જાય છે. અને ખૂબ જ ઝડપ થી નફરત,ગુસ્સો,દોષારોપણ,બદલો, કડવાહટ અને ઇર્ષા માં બદલાય જાય છે.
તમે સમજથી કઈ રીતે આ સુંદર લાગણી ને વિકૃતિ માં પરિવર્તિત થતી બચાવી શકો છો? જ્ઞાન. એ જ સાચા ઢાલ રૂપી રક્ષાકવચ છે. જ્ઞાન થી પ્રિત ની પવિત્રતા જળવાય રહે છે, અને તેને દરેક પ્રકાર ના વિકાર થી દુર રાખે છે. એક સંત નો પ્રેમ હંમેશા પવિત્ર અને ચોખ્ખો હોય છે કેમકે તેને હંમેશા જ્ઞાન નું સુરક્ષિત કવચ હોય છે.
તદુપરાંત, તમે જ્યારે સાધના માં ખૂબ ઉંડે ઉતરો છો ત્યારે તમે ખૂબ સૂક્ષ્મ સ્તર પર પ્રેમ નો અનુભવ કરી શકો છો.
ભૂતકાળ માં બની ચૂકેલી ઘટના થી ક્રોધિત થવું એ મૂર્ખતા ની નિશાની છે. તમે હાલ વર્તમાન ની ક્ષણ માં કઈક બની રહ્યું છે તેના પર ગુસ્સે થાવ છો. પરંતુ ક્રોધ નો પ્રતિઘાત માં ક્રોધ કરવો…. કેવી મહા મૂર્ખતા! જો કોઈ વારંવાર ભૂલો કરતું હોય તો તમે ક્રોધ પ્રદશિત કરી શકો છો પરંતુ તે ગુસ્સા માં આગળ ખેચાય જવું યોગ્ય નથી.
આરોગ્ય વર્ધક ગુસ્સો – એક સ્વસ્થ ગુસ્સો એટલો જ સમય રહે જેટલો સમય પાણી માં બનાવેલી એક રેખા.
એનો અર્થ એવો નથી કે તમે જરા પણ ગુસ્સો ના કરો જ્યારે કોઈક ખોટું હોય, પણ તે ગુસ્સા માં વધારે પડતું આગળ તણાય જવું એ બુદ્ધિમત્તા નથી. સાધના તમારા મન ને કોઈપણ વિકાર થી બચાવે છે એવી વિકૃતિઓ કે જે તમને તમારા આત્મા – તમારી ચેંતના શક્તિ ના મૂળભૂત અસ્તિત્વ થી દુર લઇ જાય છે.
જ્યારે ગુસ્સો સરો અને જરૂરી છે
ક્યારેક ગુસ્સો દેખાડવો જરૂરી હોય છે. જ્યારે ક્રોધ ને માત્ર પ્રડશિત કરવાના હેતુ થી વાપરવામાં આવે ત્યારે તેનો ઉપયોગ એક હથિયાર તરીકે કરી શકાય. એટલે તમે ગુસ્સો તો થાવ પરંતુ અંદર થી શાંત અને સ્થિર રહો છો. આવા ગુસ્સા (ના પ્રદશન) થી તમારી લોહી નું દબાણ – બ્લપ્રેશર પણ નહિ વધે ના તો તમે ગુસ્સા ની અગ્ન જ્વાળા માં ગરમ થશો કે ગુસ્સા થી ધૂર્જી ઉઠશો.
એક માતા પોતાના બાળક પર કોઈક ને કોઈક વસ્તુ માટે ગુસ્સે થતી રહેતી હોય છે પણ તે સાથે સાથે તેના પતિ ની સામે જોઈ ને હસે પણ છે. તે કોઈક ને ખીજાય પણ છે અને કોઈ બીજા સામે નિખાલસતા થી હસી પણ લે છે. આવો ગુસ્સો ના તો તેને હેરાન કરે છે ના તો તેનું માથું દુખે છે. અને માં તો તેની ઊંઘ હરામ થાય છે. એટલા માટે ખાલી પ્રદશિત કરવા ખાતર નો ગુસ્સો યોગ્ય છે.
કોઈ બીજા ના સારા માટે ગુસ્સે થવું વ્યાજબી છે પરંતુ નહિ કે તમારા પોતાના સ્વાર્થ ખાતર. તે માત્ર ને માત્ર તમને જ હાનિ પહોંચાડે છે. કોઈ તમારું અપમાન કરે છે અને તમે સામે ગુસ્સે થાવ છો તો એ તમારા માટે જ હાનિકારક છે. કોઈક ના સારા માટે અથવા તો કોઈ ને થતું નુકસાન રોકવા માટે કરવામાં આવેલો ગુસ્સો સાચા અર્થ માં ફાયદાકારક છે.
“હું, મને અને મારું” એ ગુસ્સા ના જનમકારક છે જેનાથી દુઃખ અને હતાશા છવાય જાય છે. જ્યારે તમને સ્પષ્ટ થાય છે કે કોઈક તેના રસ્તા માં મૂર્ખ બની રહ્યું છે અને તમે તેના સારા માટે તેના સુધારા માટે ગુસ્સો કરો છે તો તેવો ગુસ્સો ખરેખર ફાયદાકારક નીવડે છે.
ભૂતકાળ નો દબાયેલો ગુસ્સો
ક્રોધ એ કોઈ અલગ ઊર્જા નથી. એ એક જ ઊર્જા છે જે પ્રેમ, ક્રોધ, દયા અને ઉદારતા માં પ્રકટ થાય છે. તે 2 ઊર્જા નથી પરંતુ એક જ ઊર્જા અલગ અલગ રંગ માં જોવા મળે છે. જેવી રીતે વિદ્યુત એક જ છે જે ફ્રીઝ, લાઈટ અને પંખા એમ અલગ અલગ વસ્તુઓ માં વપરાય છે.
તમારી જાત ને એવું ના વિચારવા દેશો કે તમારી અંદર ગુસ્સો દબાયેલો પડ્યો છે. જો તમારા માં સમજશક્તિ ની વૃદ્ધિ થશે અને તમારીઆંખો સનાતન સત્ય માટે ખુલ્લી હશે તો તમને ખ્યાલ આવશે કે ભૂતકાળ નો હિસ્સો બીજું કઈ જ નહિ પરંતુ તમારી મૂર્ખતા અને જ્ઞાન માં અભાવ માં કારણે જ છે.
ગુસ્સા નો સોદો કરવનો સમજદારી નો રસ્તો
જો તમે ગુસ્સો કરો તો તમને પછતાવો થાય અને જો તમે ગુસ્સો ના કરો તો તમને એવું લાગે કે તમે તેને દબાવી દીધો. આ બંને પરિસ્થિત થી ઉપર આવવા માટે જીવન ને એક અલગ જ દ્દર્શ્ય થી જોવો – એક બહોળો દ્રષ્ટિકોણ અપનાવી જોવો.
જો તમે તમારા જીવન ને જોવાનો સંદર્ભ બદલો છો તો તમને જીવન એક સંઘર્ષ લાગશે જ નહિ. તમે જોશો કે આ બધી લાગણીઓ તમને ખરેખર તો બાંધતી જ નથી, ના તો તમને ગુંગળાવે છે અને ના તો તમને પછતાવા માં પાડે છે. તે ખાલી શણગાર છે. એવો રંગબેરંગી શણગાર કે જેને કેક ક્યાં પદાર્થ થી બનેલી છે તેના થી કોઈ લેવાદેવા નથી.
હિન્દુ પૌરાણિક કથા માં, એક વાર્તા છે વિષ્ણુ ભગવાન અને તેમના ગુસ્સા સાથે ના ઘર્ષણ ની. બે દાનવો, મધુ અને કૈટભ, જેઓ વિષ્ણુ ભગવાન ના કાન માં મેલ માંથી જન્મ્યા હતા, ભગવાન ને પરેશાન કરી રહ્યા હતા. મધુ નો અર્થ ક્રોધ અને કૈટભ નો અર્થ થાય નફરત. ભગવાન વિષ્ણુ હજારો વર્ષો સુધી લડતા રહ્યા પણ તે બંને થી જીતી ના શક્યા.
તો તેમને માતાજી ને બોલાવ્યા – દિવ્ય ચેતના. જ્યારે ચેતના માં સ્તર માં વૃદ્ધિ થાય છે ત્યારે ક્રોધ અને નફરત પીગળી જાય છે. પાણી ની મદદ થી દેવી એ મધુ અને કૈટભ નો સંહાર કર્યો. અહીંયા પાણી “પ્રેમ” દર્શાવે છે. તો પ્રેમ ની મદદ થી દિવ્ય ચેતના દ્વારા ક્રોધ અને નફરત નો નાશ કરી શકાય છે. જ્યારે ચેતના પ્રેમ થી પરિપૂર્ણ હોય છે ત્યારે ના તો ક્રોધ ના તો નફરત બાકી બચે છે. માત્ર અમર પ્રેમ જ રહે છે.
ચેતના ને કઈ રીતે ઉપર લાવવી?
એક ગુસ્સો એવા પ્રકાર નો હોય છે જે પૂર્ણ સજગતા થી દર્શાવામાં આવે અને બીજા પ્રકાર નો ગુસ્સો એ છે કે જેમાં સતર્કતા નથી હોતી અને અજ્ઞાનતા માં પ્રકટ થાય છે.
તો જ્યારે પણ તમને એવું લાગે કે ગુસ્સો આવી રહ્યો છે તેની થોડી ક્ષણ પેહલા તમે તમારા શરીર માં એક સંવેદના નો અનુભવ કરી શકો છો. તમારા માથા ના ઉપર ના ભાગ માં કળતર થવી અથવા તો કપાળ કે માથા ની નીચે નો ભાગ જકડાઈ જાય અથવા તો ગરદન અને ખભા પાસેના ભાગ માં જડતા નો અનુભવ થાય. તે ક્ષણે આ દરેક સંવેદના નું અવલોકન કરવું એ એક કળા છે. જ્યારે તમને આ અવલોકન કરવાની ની ટેવ પડી જાય ત્યારે તમે ખૂબ જ સહેલાઈથી ગુસ્સા ને કાબુ કરી શકો છો. આ કારણો સર ધ્યાન કરવું મહત્વ નુ છે. ધ્યાન થી જ ક્રોધ ને નિયંત્રિત કરી શકાય છે.
ધ્યાનની પ્રક્રિયા
પહેલા તમને જયારે ગુસ્સો આવતો ત્યારે તે વધી લાંબા સમયગાળા સુધી રહેતો.જો તમે થોડાક સમયથી જ ધ્યાન કરવાનું ચાલુ કર્યું હશે તો તમે જોયું હશે કે ગુસ્સો હજુ આવે તો છે પરંતુ બહુ જ જલ્દી શાંત પણ થઈ જાય છે. ગણી ને ચાર થી પાંચ મિનિટ માં તો ગુસ્સો ગાયબ થઈ જાય, સાચું ને? જો હા તો તમારે તેને સકારાત્મક દિશા તરફ નું એક મોટું પગલું સમજવું જોઈએ.
પહેલા જ્યારે તમને ગુસ્સો આવતો, જ્યારે તમે ધ્યાન નહતા કરતા ત્યારે, તે ગુસ્સાની આગળ જ્વાળા ખૂબ જ લાંબા સમય સુધી રહેતી – કલાકો ,દિવસો, મહિનાઓ અને કદાચ એક આખા વર્ષ સુધી. પણ હવે જ્યારે તમે દરરોજ ચોક્કસ રૂપે ધ્યાન કરો છો તો ગુસ્સો લાંબો નથી ટકતો. કેમ એવું? એનું કારણ છે કે હવે જ્યારે તમને ગુસ્સો આવે છે ત્યારે તમારું ધ્યાન હટીને તમારા શ્વાસ પર જાય છે – અને તમારા શ્વાસોશ્વાસ ગુસ્સા ને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. પહેલા કરેલા ધ્યાનમાં થયેલા અનુભવો તમને તાત્કાલિક શાંત અને સૌમ્ય અવસ્થામાં પાછા લઇ આવે છે અને ગુસ્સા ને આવતા વચ્ચે જ અટકાવી દે છે. કોઈ પણ ધ્યાન તમે કરો છો તો તે કદી વ્યર્થ જતું નથી.