યોગ

યોગના આસનો શરીરને મજબુત બનાવવા અને આરામ આપવા માટે મહાન છે પરંતુ યોગ તેના કરતા ઘણું વધારે છે.

યોગાસનો શરીરને સશક્ત તેમજ વિશ્રામ કરાવવા માટે શ્રેષ્ઠ છે, પરંતુ "યોગ" શબ્દ ને  ઊંડાણ થી જાણવા અને સમજવા જેવું છે.  સંસ્કૃત  શબ્દ "युज " માંથી ઉત્પન્ન થયેલ આ શબ્દનો અર્થ છે - ઐક્ય પામવું, સમન્વિત કે ભેગું થવું. આપણા ભારત દેશનો આ પ્રાચીન જ્ઞાન ભંડાર  5000 થી પણ વધુ વર્ષ પહેલાનો છે. 

શરીર અને મનનું સુમેળ ભર્યું સંતુલન સાધવું, વિવિધ પ્રકારે  શ્વાસ લેવા અને છોડવા, આસાન કરવા અને ધ્યાન કરવું  : આ બધુંજ યોગ છે.

પ્રારંભિક અને અડવાન્સડ યોગ કાર્યક્રમો

સુદર્શન ક્રિયા™ શીખો