ભ્રામરી પ્રાણાયામ ખૂબ અસરકારક છે અને તરત જ તમારા મનને શાંત કરે છે. આ ઍક શ્રેષ્ઠ કસરત છે શ્વાસની જેનાથી મનને હતશા, ચિંતાઓ અને તણાવ તેમજ ક્રોધથી છુટકારો મળે છે. ઍક ખુબજ સરળતાથી થતી પ્રક્રિયા છે ક્યાય પણ કરી શકાય છે. ઘરે કે ઑફિસ મા, તમારા મનને તણાવ રહિત કરવાનો ત્વરિત વિકલ્પ છે.
આ શ્વાસની પ્રક્રીયાનુ નામ ભારતીય મધમાખીના નામ પરથી ઉતરી આવ્યુ છે, જેનુ નામ ભ્રામરી છે. (ભ્રામરી=ભારતીય મધમખીની ઍક જાત; પ્રાણાયામ= શ્વાસની પ્રક્રિયા. ) આ પ્રણાયમનો બહાર નીકળતો શ્વાસ મધમાખીના અવાજ જેવો છે, જી જણાવે છે કે તેનુ નામ શા માટે પડ્યુ છે.
ભ્રામરી પ્રાણાયામ કેવી રીતે કરવુ
- સીધા બેસો, શાંત જગ્યા પર, હવાની અવરજવર વાળા ખૂણામા, તમારી આંખો બંધ રાખીને તમારા ચહેરા ઉપર ઍક સ્મિત રાખો.
- તમારી પહેલી આંગળીને તમારા કાન પર રાખો. ટૅમારા કાન અને દાઢી વચ્ચે કોમલાસ્થિ છે. તમારી પહેલી આંગળી તમારી કોમલાસ્થિ પર મુકો.
- ઍક ઉંડો શ્વાસ અંદર લો અને જેવો શ્વાસ બહાર કાઢો, તેમ ધીરેથી કોમલાસ્થિ દબાવો. તમે કોમલાસ્થિ દબાવીને રાખી શકો છો અથવા અંદર બહાર દબાવી શકો છો, જ્યારે તમે મોટો અવાજ કાઢતા હોવ મધમાખી જેવો..
- તમે નાનો અવાજ પણ કાઢી શકો છો. પણ સારા પરિણામ માટે મોટો અવાજ સારો છે.
પાછો શ્વાસ અંદર લો અને ૬-૭ વાર સરખી રીતે ચાલુ રાખો.
તમારી આંખો થોડી વાર માટે બંધ રાખો. શરીરમા થતી સંવેદનાઓને અને અંદરના શાંતપણને ચકસો. તમે ભ્રામરી પ્રાણાયામ તમારા વાસા પર આડા પાડીને અથવા જમણી બાજુ પડખુ ફરીને પણ કરી શકો છો. જ્યારે આડા પડીને પ્રાણાયામ કરો છો, ફક્ત હમિંગ અવાજ જ કરવાનો છે. અને પહેલી આંગળીને કાન પર મુકવાની ચિંતા છોડી દો. તમે દિવસમા ૩-૪ વખત ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો.
ભ્રામરી પ્રાણાયામ ના ફાયદાઓ
- તણાવ, ક્રોધ અને ચિંતા માથી મુક્ત થવા માટે આ ખુબજ અસરકારક શ્વાસની પ્રક્રિયા છે. હયપેરટેન્શન થી પીડાતા લોકો માટે ખુબજ અસરકારક છે.
- અગર તમને ગરમી લાગે છે અથવા .હલકો માથાનો દુખાવો થાય છે તૉ રાહત આપે છે.
- માઇગ્રેન ઘટાડવામા મદદ કરે છે.
- કેન્દ્રિતતા વધારવામા અને યાદશક્તિ વધારવામા મદદ કરે છે.
- આત્મવિશ્વાસ વધારે છે.
- બ્લડ પ્રેશર ઘટાડવામા મદદ કરે છે.
બિનસલહભર્યુ
કાઇ નહી. ઍક વખત આ પ્રાણાયામ બરાબર રીતે યોગા શિક્ષક પાસેથી શીખી લીધુ હોય , પછી કોઈ પણ , બાળકથી લઈને મોટી વ્યક્તિ આ પ્રાણાયામ કરી શકે છે. ખાલી પુર્વશરત ઍ છે કે આ પ્રાણાયામ ખાલી પેટે કરવુ જોઇઍ.
યોગા અને પ્રાણાયામ થી શરીર અને મનની સ્વાસ્થતમા ખુબજ વધારો થાય છે, તો પણ ઍ દવાઓની અવેજી નથી. ખૂબ મહત્વનુ છે કે યોગા કરવા માટે આર્ટ ઓફ લિવિંગ યોગ શિક્ષકની દેખરેખમા કરવુ. કોઈ પણ તબીબી પરિસ્થિતિમા ડોક્ટરની સલાહ લઈ અને આર્ટ ઓફ લિવિંગ યોગ શિક્ષકની સલાહ લઈને કરવુ. તમારા નજીકના આર્ટ ઓફ લિવિંગના કેન્દ્રમા થતા આર્ટ ઓફ લિવિંગ યોગ શિબિરની તપાસ કરો. તમને કોઈ માહિતી જોઇઍ છે શિબિરની અથવા પ્રતિસાદ શેર કરો. info@srisriyoga.in પર અમને લખો