કપાલભાતિ, શ્વાસોચ્છવાસની ઘણી શક્તિશાળી પ્રક્રિયા છે, જેના દ્વારા માત્ર વજન ઓછું નથી થતું પરંતુ તમારા સમગ્ર તંત્રમાં સંપૂર્ણ સમતુલન લાવે છે. ડૉ. સેજલ શાહ આર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક કપાલભાતિનું મહત્વ સમજાવે છે. “દરેક બહાર જતા શ્વાસ દ્વારા(ઉચ્છવાસમાં) આપણા શરીરના ૮૦% ઝેરી તત્વો બહાર ફેંકાય છે. કપાલભાતિ પ્રાણાયામની નિયમિતતા આપણા શરીરના બધાજ તંત્ર / પદ્ધતિઓને બિનઝેરી બનાવે છે”. “કપાલભાતિ ઍટલેજ તેજસ્વી કપાળ” અને નિયમિત કપાલભાતિ પ્રાણાયામ. દ્વારા ખરેખર કપાળ તેજસ્વી બને છે, ચમકે છે. અને  માત્ર કપાળ ચમકે છે ઍટલુંજ નહીં, પરંતુ બુદ્ધિ વધુ ધારદાર, તીક્ષ્ણ અને શુદ્ધ બને છે.

કપાલભાતિ પ્રાણાયામ કેવી રીતે કરશો

kapalbhati pranayama inline
  1. કરોડરજ્જુ સીધી રાખી, આરામદાયક સ્થિતિમાં બેસો.બંને હાથ ઘુંટણ પર અને હથેળીઑ ખુલ્લી, આકાશ તરફ રાખો.
  2. ઉંડો શ્વાસ લો.
  3. શ્વાસ છોડો ત્યારે તમારા પેટ અને નાભિ ને કરોડરજ્જુ તરફ પાછળ ખેંચો. જેટલું તમારાથી થઈ શકે તેટલું પાછળ તરફ ખેંચો. તમે તમારો જમણો હાથ પેટ પર રાખી શકો, જેથી પેટના સ્નાયુઓનું સંકોચન અનુભવી શકો. નાભીને અંદરની તરફ ખેંચો.
  4. નાભિ અને પેટને ઢીલા છોડશો એટલે શ્વાસ આપોઆપ ફેફસામાં જવા માંડશે.
  5. કપાલભાતિ પ્રાણાયામના ઍક રાઉંડમાં ૨૦ શ્વાસ લેવા.
  6. ઍક રાઉંડ પૂર્ણ થયા બાદ, આંખો બંધ રાખી વિશ્રામ કરો અને શરીરમાં થતા સ્પન્દનોને અનુભવો.
  7. આ રીતે કપાલભાતિ પ્રાણાયામના બીજા બે રાઉંડ કરો.

કપાલભાતીના પગલાંનો વિડિયો

કપાલભાતિ પ્રાણાયામના ફાયદા

  • પાચનક્રિયામાં વધારો કરીને વજન ઘટાડવામાં અસરકારક છે.
  • નાડીશોધન કરે છે. (સૂક્ષ્મ ઉર્જા (પ્રાણ ઉર્જા) ના  સ્ત્રોતને શુદ્ધ કરે છે
  • પેટના સ્નાયુઓને સંતુલિત કરે છે અને ડાયાબેટીસના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી છે.
  • રક્ત પરિભ્રમણ સુધારે છે અને ચહેરા પર ચમક લાવે છે.
  • પાચનમાર્ગના કાર્યમાં સુધારો કરે છે અને પોષકતત્વોને શોષવામાં અને પચાવવામાં મદદરૂપ થાય છે.
  • પેટ સુડોળ અને વ્યવસ્થિત રાખે છે.
  • ચેતાતંત્રને સક્રિય બનાવે છે, પ્રાણ પૂરે છે અને મગજના કોશોને ચેતનવંતા બનાવે છે
  • મનને શાંત અને ઉન્નત બનાવે છે.

કપાલભાતિ પ્રાણાયામ કોણે ન કરવા જોઈયે?

  • જો તમે કૃત્રીમ પેસમેકર ધરાવતા હો અથવા સ્ટેંટ હોય તો કપાલભાતિ પ્રાણાયામથી દૂર રહેવું.
  • સ્લિપ ડિસ્કને કારણે પીઠમાં દુખાવો હોય અથવા પેટની કોઈ સર્જરી કરાવી હોય અથવા ઍપિલેપ્સી કે હર્નિયાથી પીડાતા હોય તેમણે કપાલભાતિ પ્રાણાયામ કરવાનું ટાળવું.
  • ગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસુતિ પછી તરત  જ આ પ્રાણાયામ ન કરવા, તેમજ માસિક સ્ત્રાવ દરમ્યાન પણ નહીં કરવા કારણ કે આ વ્યાયામમાં પેટને સખત ખેંચાણ કરવું પડતું હોય છે.
  • હાઇપર ટેન્શન અને હ્રદયની સમસ્યા ધરાવતા દર્દીઓઍ આ પ્રાણાયામ યોગનિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ કરવા જોઈયે.

નિયમિત યોગાસાન કરવાથી શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને અઢળક તંદુરસ્તીના લાભો મળે છે. જો કે તે દવાનો વિકલ્પ નથી. ઍ ખૂબ મહત્વનું છે કે યોગાસનો, યોગમાં તાલિમ પામેલ શ્રી શ્રી યોગશિક્ષકના નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ  શીખવા અને કરવા જોઈયે.

અમુક આરોગ્ય વિષયક સ્થિતિમાં ડૉક્ટર અનેઆર્ટ ઓફ લિવિંગ યોગશિક્ષક ના માર્ગદર્શન અને સલાહ પછી યોગાસનો કરવા જોઈયે. આર્ટ ઓફ લિવિંગ ના નજીકના કેન્દ્રપર આર્ટ ઓફ લિવિંગ યોગશિબિર માટે તપાસ કરો.

    Wait!

    Don't leave without a smile

    Talk to our experts and learn more about Sudarshan Kriya

    Reverse lifestyle diseases | Reduce stress & anxiety | Raise the ‘prana’ (subtle life force) level to be happy | Boost immunity


    *
    *
    *
    *
    *