લલિતા આનંદમય, ગતિશીલ અને સ્વયંપ્રકાશિત અભિવ્યક્તિ છે, સ્વયં માં પ્રાપ્ત તૃષ્ણા તથા જાગરૂકતા વગરની મુક્ત ચેતના છે જે કુદરતી રીતેજ આનંદમય અને કંપગતીઉર્જા છે અને એજ લલિતા નું સ્થાનછે.

લલિતા સહસ્ત્ર નામ શું છે ?

લલિતા સહસ્ત્ર નામમાં આપણે દિવ્ય માતાજીના સહસ્ત્ર (એક હજાર) નામનો જાપ કરીએ છીએ. દરેક નામ નું ચોક્કસ અર્થઘટન હોયછે.આપણે જો ચંદન ના વૃક્ષ નો વિચાર કરીએ તો આપણા મનમાં તેની સુગંધની અનુભૂતિ થાયછે તેજ રીતે દિવ્ય માતાજી ના સહસ્ત્ર નામના દરેક નામ માં જુદા જુદા પ્રકારના ગુણ તથા લક્ષણની અનુભૂતિ થાય છે.

નામના જાપ આપણને કેવી રીતે મદદરૂપ થાયછે ?

આપણા જીવન ની જુદી જુદી અવસ્થા જેવીકે બાલ્યાવસ્થા, કિશોરાવસ્થા , યુવાવસ્થા વગેરે, અવસ્થાના આ પરિવર્તન સાથે આપણી જરૂરીઆત અને ઈચ્છાઓ માં પરિવર્તન થતું જાયછે, જેની સાથે આપણી ચેતનાની ગુણવત્તામાં દરિયાઈ પરિવર્તનો (SEA CHANGES) જોવા મળેછે, આ સ્થિતિમાં જયારે નામનો જાપ કરવામાં આવેછે, ત્યારે દરેક નામ આપણને આપણી તે સમય ની જરુરીઆત મુજબ ચેતનાની ગુણવત્તા માં જીવન શક્તિ ,આનંદ શક્તિ નું સિંચન કરેછે. જીવન શક્તિ ના સિંચન ઉપરાંત દિવ્ય સહસ્ત્ર નામ આપણને આપણી આસપાસ ની દુનિયાની ઓળખાણ તથા મૂલ્યાંકન કરી પ્રસંશા કરવાની શક્તિ પણ આપેછે, જે સંપૂર્ણ પ્રગતિશીલ અસ્તિત્વ તરફ લઇ જાય છે.

દિવ્યની ભિન્ન ભિન્ન ગુણવત્તા ની પૂજા કરી આપણું સમગ્ર જીવન જીવન જીવવા માટે ના આ પથ ના પથદર્શક થવા માટે આપણે આપણા પ્રાચિન ઋષિઓના અત્યંત ઋણી છીએ.

સહસ્ત્રનામ નો જાપ એક ધાર્મિક વિધિ છે , જે મગજ ને શાંત કરી ચેતનાને ઊર્ધ્વ ગતિ આપેછે. આ જાપ આપણા ભટકતા મગજ ને પકડી રાખે છે, ફક્ત અર્ધો કલાક આ ક્રિયા ચાલે તો મગજ એક સ્થાને દિવ્યતાની સાથે કેન્દ્રિત થવાનું લક્ષણ દર્શાવે છે,તથા ભટકતું અટકી જાય છે, જે આરામ નું કુદરતી સ્વરૂપ છે.

લલિતા સહસ્ત્ર નામ ની ભાષામાં શું નોંધનિય છે ?

સહસ્ત્રનામ માં ભાષા સૌન્દર્ય છે. ભાષા અત્યંત સુંદર હોવા ઉપરાંત ગુહ્ય અર્થ તથા પ્રસાર્યતા(Transliteretion) પણ ધરાવે છે. ઉદાહરણ તરીકે પદ્મચક્ષુ નું અર્થઘટન સુંદર અને શુદ્ધ દ્રષ્ટિ એવો થાય છે, કમળ કાદવ માં ખીલેછે અને છતાં પણ શુદ્ધ અને સુંદર છે.પદ્મચક્ષુ જીવન ના બધાજ પડકારો વચ્ચે જીવી શકેછે તથા વિશ્વ ને સુંદર અને શુદ્ધતાથી નિહાળી શકેછે.

લલિતા નું ધ્યેય સહસ્ત્ર નામ માં વર્ણવેલ જુદી જુદી ગુણવત્તાના બંને સ્તર ની ,ઝલક સાથે વાંચકોને પરિચિત કરવાની છે.કોઈપણ એક લાક્ષણિકતા ને જુદા જુદા દૃષ્ટિકોણ થી ગૂંથી લેવામાં આવેલ છે , જે કોઈપણ લાક્ષણિકતા ને બહુવિધ પરિમાણો સાથે સાતત્ય જાળવી રાખે તે રીતે રજૂ કરવામાં મદદ રૂપ થાય છે.

આપણે જાણીએ છીએ કે આ ગ્રહ ઉપર આપણે સુંદર અને ઉચ્ચ હેતુ માટે આવેલા છીએ.જો લલિતા નું વાંચન શ્રદ્ધા અને જાગરૂકતાથી કરવામાં આવે તો લલિતા ચેતના માં સુધારણા કરી અને આપણને હકારાત્મકતા ,ગતિશીલતા, આનંદ થી તરબોળ કરી દેશે.તો આવો , આપણે પણ માણીએ અને વિશ્વ માં આનંદ સ્વરૂપ થઇ જઈએ.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના બહેન , ધ્યાન ના શિક્ષક ,આર્ટ ઓફ લિવિંગ ના મહિલા કલ્યાણ તથા બાળસંભાળ કાર્યક્રમ ના ડાયરેક્ટર , ભાનુમતી નરસિંહમન આ પુસ્તક ના લેખિકા છે.

આ લેખ લલિતા સહસ્ત્રનામ નો ટૂંકસાર છે , આ પુસ્તક sattvastore.com માંથી ખરીદી શકાય છે.તમે ભાનુદીદી ની પ્રસ્તુતિ પણ સંભાળી શકો છો.આ માટે ની CD, sattvastore.com પરથી ખરીદી શકાય છે.