પ્રત્યાઘાત ને બદલે પ્રતિક્રિયા
ઉન્માદની પરિસ્થિતિમાં શું તમે તમારા મનની સ્થિતિ જોઈ છે ? આવી પરિસ્થિતિ આપણને ઉશ્કેરે છે. જ્યારે લાગણીમાં ઉશ્કેરાટ હોય ત્યારે આપણે વળતો પ્રહાર કરીએ છીએ. વધુમાં આપણે બહુ સહેલાઈથી લાગણીઓમાં તણાઈ જઈએ છીએ. અને આપણું શાણપણ ગુમાવી દઈએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે મારી સાથે આવું કેમ થયું? મેં શું કર્યું છે? વગેરે વગેરે, અને ખરેખર શું કરવું જોઇએ તે વિચારતા જ નથી. આપણે ચિંતાતુર પણ હોઈએ છીએ અને વ્યાકુળ પણ હોઈએ છીએ કે પરિસ્થિતિ ક્યારે થાળે પડશે.આ જ વિચારોનો મારો સતત ચાલે એટલે આપણી વિચારવાની શક્તિ ઘટી જાય છે, અને આપણે પરિસ્થિતિને શાંતિથી વિચારીને હલ કરવાને બદલે તુરંત પ્રત્યાઘાત આપી દઇએ છીએ.
મનને શાંત થવા માટે તૈયાર કરો
ઉદ્વેગ ભરેલા મનમાં જાતજાતના વિચારો આવે છે. જે પ્રાણ શક્તિ હરી લે છે, અને આપણે એક્દમ થાકેલા-નખાઈ ગયેલા અને હતાશ થઈ જઇયે છીએ. તો આપણે આવા ઉદ્વેગમાંથી શાંતિ તરફ કેવી રીતે જઇ શકીએ? આવી પરિસ્થિતિમાં આપણું મન શાંત હોય ત્યારે કેવી પ્રતિક્રીયા આપીશું ? શ્રી શ્રી યોગાના અનુભવી શિક્ષક શ્રીરામ સર્વોથમ જણાવે છે કે "આપણે સીધેસીધું શાંત મન ન માંગી શકીએ પરંતુ આપણે મનને શાંત થતા કેળવી જરૂર
શકીએ. " ધ્યાન મનને શાંત થવા માટે તૈયાર કરે છે.
સંપૂર્ણ સજગતા(જાગૃતિ) સાથે કામ કરો
ધ્યાન મનમાં જમા થયેલા તણાવને દૂર કરે છે, અને તેને તાજગીપૂર્ણ અને નિર્મળ કરે છે. તે મનને વર્તમાનમાં લાવે છે, જ્યાં આપણું કાર્યક્ષેત્ર છે. શું આપણે ગઈકાલનું અત્યારે હસી શકીએ છીએ ? શું આપણે બે કલાક પછીનુ હસી શકીએ છીએ ? આપણે ફક્ત તેની રૂપરેખા નક્કી શકીએ . પરંતુ અત્યારે આપણે આ ક્ષણનું જ હસી શકીએ . જે આપણા હાથમાં છે. કોઈ પણ કાર્ય ફક્ત વર્તમાન ક્ષણમાં જ શક્ય છે. જ્યારે આપણે પૂર્ણ જાગૃતિ સાથે કાર્ય કરીએ છીએ, ત્યારે મન તે ક્ષણે પૂરેપૂરું સજાગ હોય છે, અને કાર્ય પરિપૂર્ણ અને કોઇપણ ભૂલ વગરનું થાય છે.
શાંતિની લહેર (તરંગો) ફેલાવો.
એક મજાની વસ્તુ એ છે કે આપણી અંદર આજુબાજુના વાતાવરણ પર અસર કરવાની શક્તિ છે. જે રૂમમાં કઈં ઝઘડો થયો હોય, ત્યાં દાખલ થઈએ તો બેચેની લાગશે , જ્યારે કોઈ રૂમમાં નાનુ બાળક રમતું હોય ત્યાં દાખલ થઈએ તો ઉત્સાહ અને આનંદમા આવી જઈશું. પછી ભલે આપણે થાકેલા હોઈયે . તેવી જ રીતે જો આંતરિક શાંતિ હોય તો ઉદ્વેગ ઓછો કરવામાં મદદ મળે છે. રોજનું થોડી મિનિટનું ધ્યાન ગમે તેવી પરિસ્થિતિમાં શાંત રહેવામાં મદદ કરે છે.
ધ્યાન
- મનને મજબૂત કરે છે, જેથી તમે કોઈ પણ પરિસ્થિતિનો હસતા હસતા સામનો કરી શકો.
- તમને આંતરિક શાંતિ આપે છે.
- બહારની પરિસ્થિતિમાં પણ સકારાત્મક અસર કરે છે.
- લાગણીઓની સ્થિરતા વધારે છે .
- પ્રત્યાઘાત આપવાની પ્રકૃતિ ઓછી કરે છે અને પ્રતિક્રિયાની પ્રકૃતિ વધારે છે.
- એ મનને બહુ જ અસરકારક રીતે શાંત કરવાનો રસ્તો છે.
થોડી મિનિટ ફક્ત તમારા માટે - તમારા ધ્યાન નો સમય
તમને એવી મુંઝવણ છે ને કે રોજના કામ અને અન્ય જવાબદારીઓ માંથી કેવી રીતે થોડી મિનિટનો સમય ધ્યાન માટે કાઢવો ? સવારનો સમય ધ્યાન માટે ખૂબ જ સારો છે, જેથી કરી આખો દિવસ તમે શાંતિમય રહી શકો. તમારે જ્યારે પણ તમારા કામમાંથી વિરામ લેવાની ઈચ્છા થાય ત્યારે તમે ધ્યાન કરી શકો છો. દાખલા તરીકે સાંજની કોફી પીતા પહેલા . આ એવો સમય હશે કે જ્યારે તમે તમારી સાથે હશો. તમે આ સમયનો સદુપયોગ કરી શકશો અને થોડા સૂચનો થકી તમારા ધ્યાનના અનુભવને ગહન કરી શકશો.
ધ્યાનને સરળ બનાવો - આ સૂચનો અપનાવો
- સુખદાયક વાતાવરણ - શાંત જગ્યામાં ધ્યાન કરવું વધારે સલાહભર્યું છે. તે ધ્યાનમાં ખલેલથી બચાવશે અને તમને ગહન ધ્યાનના અનુભવ માટે મદદ કરશે.
- ધ્યાન નિયમિત કરવાની ટેવ પાડો-તો જ તમને હકારાત્મક અસરનો અનુભવ દિવસે દિવસે થતો જશે.
- સહાધ્યાયીઓ સાથે ધ્યાન કરો - તમારા અંગત, નીકટના સાથીઓ ભેગા થઈ સમૂહમાં ધ્યાન કરો . તે તમારા અનુભવ ને ગહન બનાવશે તથા તમને નિયમિત બનાવશે.
- ધ્યાન પહેલાં થોડા અંગ મરોડ કે વ્યાયામ કરો –આનાથી તમારા શરીરના વિવિધ ભાગોમાંથી દર્દ અને તણાવ તથા માનસિક દબાણ ઓછાં થશે ,અને આરામદાયક અને આનંદાયક ધ્યાન કરવામાં મદદરૂપ થશે.
- તમારા વિચારોનું નિરીક્ષણ કરો- તમારા વિચારોને આવવા દો તેને રોકવાનો પ્રયત્ન કરશો નહી. તેનાથી ધ્યાન સરળ બનશે..
- * પૂરા આરામથી કરો- રોજ ૧૦-૧૫ મિનિટ ચોક્કસથી ધ્યાન કરો , આંખો ખોલવાની ઉતાવળ કરશો નહી.
- જુઓ કે તમારુ પેટ ભરેલું ન હોય– જેના લીધે તમને ઉંઘ આવી શકે છે.
પ્રેરણા દાયક સ્ત્રોત. પરમ પૂજય શ્રી શ્રી રવિશંકરજી ની વાતો પરથી.
દિવ્યા દત્તા દ્વારા અને ગ્રાફિક્સ નિલાદ્રી દત્તા દ્વારા .
તમને કોઈ માહિતી જોઇઍ છે અથવા પ્રતિસાદ શેર કરો webteam.india@artofliving.org