યોગ : યોગ શું છે ? (Yoga in Gujarati)

યોગ શું છે?

આર્ટ ઓફ લિવિંગ યોગ શિબિરમાં શીખવેલા આસનો જેઓ રોજ કરે છે તેમના જીવનમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. લોકોને લાંબી બિમારીઓમાંથી રાહત અને વર્તનમાં ફેરફાર જોવા મળ્યા છે. આ શિબિરના સહભાગીઓ અને રોજ સાધના કરતા વ્યક્તિઓ જણાવે છે કે તેઓ આનંદ અનુભવે છે, ઉશ્કેરાટ ઓછો થયો છે, સહનશક્તિ વધી છે, મનની શાંતિ અને સમગ્રપણે તંદુરસ્તી અનુભવાય છે.

આર્ટ ઓફ લિવિંગ યોગા 

આર્ટ ઓફ લિવિંગ યોગા આ દસ કલાક નો વર્કશૉપ છે, જે ત્રણ થી પાંચ દિવસ મા ફલાયેલો છે જે  શરીર શ્વાસ અને મન ધી  ઍક્ત્ર કરીને  આનંદકારક અનુભવ આપે છે. એક સમાન ભાર મન અને આત્મા સંભાળ માટે તકનીકો પર મૂકવામાં આવે છે , જ્યારે આસન્સઃ સૌમ્ય અને ઉત્સાહી શ્રેણીના એકસાથે , શરીરના સુખાકારી માટે શીખવવામાં આવે છે. આર્ટ ઓફ લિવિંગ યોગા દ્વારા બહુપરીમાણીય નિયમિત સંયોજન યોગ મુદ્રાઓ , શ્વાસ યુકિતઓ, યોગ , જ્ઞાન અને ધ્યાન , વિદ્યાર્થીઓ એક સંપૂર્ણ લો ઘર પ્રેક્ટિસ મેળવે છે. તે નવા નિશાળીયા સાથે સાથે અનુભવ યોગ પ્રેક્ટિશનરો માટે યોગ્ય છે.તે નવા નિશાળીયા સાથે સાથે અનુભવ યોગ પ્રેક્ટિશનરો માટે યોગ્ય છે.આ વર્કશોપ ભણાવવામાં વ્યવહાર દ્વારા, સહભાગીઓ વજન ગુમાવી શકો છો અને આવા અનિદ્રા, અસ્થમા, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને આધાશીશી તરીકે ક્રોનિક રોગો સારવાર .

સર્વે માટે યોગ

યોગની સાધનાની ઍક ખૂબી ઍ છે કે તેના આસનો દ્વારા યુવાન કે વૃદ્ધને શરીરને ચુસ્ત, તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે. જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમે વધુ સારી રીતે  યોગના આસનોને સમજી શકો છો. તમે બાહ્ય દેખાવ અને યંત્રવત આસનો કરવાને  બદલે તેના મય થઈ જાવ છો.
                   યોગ આપણા માટે ક્યારેય અજાણ્યા નહોતા. આપણે નાના બાળક હતા ત્યારથી તે કરતા આવ્યા છીએ. પછી તે કૅટ સ્ટ્રેચ હોય કે જેનાથી કરોડરજ્જુ મજબૂત થાય છે કે પવનમુક્તાસન હોય કે જે પાચનમાં મદદરૂપ થાય છે. તમે જોશો કે નાનુ બાળક કોઈ ને કોઈ યોગાસન દિવસ દરમ્યાન કરતુંજ હોય છે. યોગનો ઘણા લોકો માટે અલગ અલગ અર્થ હોઈ શકે છે. અમારો સંકલ્પ છે કે તમને "યોગ-જીવનનો ઍક રાહ" શોધવામાં મદદ કરવી.

આયુર્વેદ-જીવનનું વિજ્ઞાન

આયુર્વેદ દુનિયાની મન અને શરીરને તંદુરસ્તી બક્ષતી સંપૂર્ણ અને શક્તિશાળી પદ્ધતિ છે. તે ફક્ત બિમારીની સારવારની જ પદ્ધતિ ઉપરાંત જીવનનું વિજ્ઞાન પણ છે. તે વ્યક્તિને પૂરેપૂરી માનવીય ક્ષમતાને જાણી સ્ફૂર્તીલા અને તંદુરસ્ત કેમ  રહેવું તેવુ શરીરનુ જ્ઞાન આપે છે.
તે કુદરતના નિયમોનો ઉપયોગ કરી વ્યક્તિને તંદુરસ્ત રહેવામાં મદદરૂપ થાય છે. જે માટે વ્યક્તિના શરીર, મન અને આત્માનું કુદરત સાથે સમતોલન પણ રાખે છે. આયુર્વેદને આપનાવવાથી યોગ સાધના પણ સારી થાય છે. ઍક સંપૂર્ણ જીતની પરિસ્થિતિ.આ પ્રકરણ તમને તંદુરસ્તીસભર જીવનશૈલી માટે આયુર્વેદના ઘણા નુસખાઓ અને માર્ગદર્શન આપશે.

પ્રાણાયામ-શ્વાસની પ્રક્રિયા અને ધ્યાન

પ્રાણાયામ ઍટલે વ્યક્તિનો શ્વાસ ઉપર કાબુ-શ્વસનની વ્યવસ્થિત પ્રક્રિયા કરવાથી લોહીને તથા મગજને વધુ પ્રાણવાયુ મળે છે જેનાથી પ્રાણને કે જીવનની ઉર્જાને કાબુમાં રાખવામાં મદદ મળે છે. પ્રાણાયામ યોગના આસનો સાથે પણ ઍટલાજ જોડાયેલા છે. યોગના આ બે સિદ્ધાંતોનું જોડાણ શરીર અને મનની શુદ્ધતા અને શિસ્તબદ્ધતા માટેનુ શ્રેષ્ઠ સ્વરુપ છે. પ્રાણાયમની પ્રક્રિયા આપણને ગહન ધ્યાનના અનુભવ માટે પણ તૈયાર કરે છે. પ્રણાયમની અલગ અલગ પદ્ધતિ વિષે આ પ્રકરણમાં જાણો.

પતંજલિ યોગસૂત્ર

આ પ્રકરણમાં શ્રી શ્રી રવિશંકરજી  પૌરાણિક ગ્રંથ, પતંજલિ યોગસૂત્ર, કે જેમાં યોગ --તેની ઉત્પત્તિ અને હેતુ વિષય ઉપર પ્રકાશ ફેંકે છે. આ યોગસૂત્રનું અર્થઘટન કરવાનો મુખ્ય હેતુ છે તેના સિદ્ધાંતો અને તેને કેમ જીવનમાં ઉતારવા તે સારી રીતે સમજી શકાય. તેના ઍક ઍક સૂત્રની સમજ શ્રી શ્રી રવિશંકરજીએ યોગીક જીવનશૈલીના ફાયદા વ્યવહારીક રીતે ઉપયોગી થાય તેમ સમજાવ્યા છે.

શું શારીરિક તકલીફોને લીધે જીવનમાં પાછા પડો છો? શું તમારી લાગણીઓ તમારા વ્યક્તિગત કે વ્યવસાયિક જીવનમાં બાધારૂપ થાય છે? યોગની મદદથી કેવી રીતે જીવનમાં ખાસ બદલાવ લાવ્યા સિવાય કુદરતી રીતે તકલીફોમાંથી બહાર આવવા આ સાથેનુ ફોર્મ ભરી વધુ માહિતી મેળવો.

 

 

 

 

 

 

Power of Yoga

Share your Yoga Experience