નવરાત્રી પૂજન નો વૈજ્ઞાનિક અભિગમ
આર્ટ ઓફ લિવિંગ ના આંતર રાષ્ટ્રીય કેન્દ્ર માં વર્ષ દરમ્યાન નો “નવરાત્રી ઉત્સવ” સૌથી વિશાળ કાર્યક્રમ છે. જેમાં હજારો લોકો ઉપસ્થિત રહે છે.આ ઉત્સવ માં અત્યંત ચોક્કસાઈ પૂર્વક પ્રાચીન વૈદિક પૂજા કરવામાં આવેછે.
આર્ટ ઓફ લિવિંગ ના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર “વેદ આગમ સંસ્કૃત મહા પાઠશાળા” (Ved Agma samskruth Maha Pathshala ) ના આચાર્ય હોવાના નાતે માનનીય શ્રી એ.એસ. સુંદર મૂર્તિ શિવમ પર આ પૂજા નો મોટો આધાર રહેલો છે. આચાર્ય હોવા ઉપરાંત આ પૂજાના પ્રધાનાચાર્ય પણ છે.તેઓશ્રી પુરોહિત કુટુંબ નાજ સભ્ય છે.તેઓશ્રી એ ૧૦૦૫ કુંભાભિષેકમ તથા ૨૧૦૦ થી વધુ સંખ્યામાં ચંડીયજ્ઞનું આયોજન વિશ્વભરમા કરેલ છે. આર્ટ ઓફ લિવિંગ ના નવરાત્રી પૂજન નું ૧૯૯૪ થી સંચાલન કરી રહ્યા છે. અહીં આ પ્રધાનાચાર્ય દ્વારા કેટલાક પ્રશ્નો ની ઊંડાણ પૂર્વક સમજુતી આપવામાં આવેલ છે.
નવરાત્રી ના બે મુખ્ય પ્રકાર છે. એક નવરાત્રી ચૈત્ર એટલેકે અપ્રિલ માં ઉજવવામાં આવે છે. જે વસંત નવરાત્રી તરીકે પણ ઓળખાય છે અને સામાન્યતઃ ઉત્તર ભારત માં તેની ઉજવણી કરવામાં આવે છે. દક્ષિણ ભારત માં આસો એટલેકે સપ્ટેમ્બર-ઓક્ટોબર માં નવરાત્રી ઉજવવામાં આવેછે. જે શરદ નવરાત્રી તરીકે પણ ઓળખાય છે.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના આશીર્વાદ થી આર્ટ ઓફ લિવિંગ માં શરદ નવરાત્રી ની પૂજા તથા ધાર્મિક વિધિ કરવામાં આવેછે. જેનો મુખ્ય આશય દરેક જીવ ના કલ્યાણ, શાંતિ અને ઉન્નતિ નો છે. દિવ્યશક્તિ ની આરાધના થી આશીર્વાદ પ્રાપ્ત થાય છે જેથી દરેકમાં શાણપણ સાથે નીચે દર્શાવેલ શક્તિ નો પણ આવિર્ભાવ થાય છે,
૧. ઈચ્છા શક્તિ ૨. ક્રિયા શક્તિ અને ૩. જ્ઞાનશક્તિ .
નવરાત્રી પૂજન તથા ધાર્મિક વિધિઓ , શૈવાગમ, શક્તિતંત્ર, રુદ્રયામલ, શારદા તિલક, પરશુરામ, કલ્પસૂત્ર, શ્રીવિદ્યા તંત્ર મંડલ, મંત્ર મહર્ણવાનાદ,દેવી મહાત્મ્ય જેવા પવિત્ર ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણેની સંપૂર્ણ ચોક્કસાઈથી કરવામાં આવેછે. આ ગ્રંથો ધાર્મિક વિધિ તથા પૂજા ને ચોક્કસાઈ પૂર્વક અને ચોક્કસ સમયે અથવા મુહૂર્તે કરવા માટે ની સચોટ માહિતી આપેછે. આ માર્ગદર્શિકા નું પાલન નિષ્ણાત આચાર્ય મારફત કરવામાં આવેછે. આ નિષ્ણાત આચાર્યો ની મદદ માં આપણા જ ગુરુકુળ માં સઘન તાલિમ મેળવેલ છાત્રો હોવાથી બધીજ પૂજા અને ધાર્મિક વિધિ ચોક્કસાઈ પૂર્વક ચોક્કસ સમયેજ થાય છે.
સર્વપ્રથમ અને સૌથી અગત્ય નો મુદ્દો જરૂરી દ્રવ્ય નો સંગ્રહ તથા દ્રવ્ય ની ઉત્કૃષ્ટતા તથા તેનું પ્રમાણ અત્યંત આવશ્યક છે. આ દ્રવ્યો સામાન્યતઃ કેરાળા રાજ્ય , હિમાચલ પ્રદેશ, અને જમ્મુથી પ્રાપ્ત કરવામાં આવેછે.
બીજો અગત્ય નો મુદ્દો યજ્ઞશાળા નું ક્ષેત્ર તથા વિસ્તાર પસંદગી નો છે, આ પસંદગી “યજ્ઞશાળા લક્ષણ “ (yagnshala Lakshana) ની મદદ થી કરવામાં આવેછે.આ પદ્ધતિ યજ્ઞશાળા નિર્માણ અને માંડલા નું લેપન ( વૈજ્ઞાનિક પદ્ધતિ થી આકાર નું નિર્માણ) તરીકે પણ ઓળખાય છે. માંડલા ના પણ જુદા જુદા પ્રકાર હોય છે.મુખ્યત્વે ગણેશમાંડલું , નવગ્રહ માંડલું ,અને સુદર્શન માંડલું છે. પંચભૂત અથવા પંચતત્વ ની પૂજા કરવામાં આવેછે. જેમાં કળશ માં જળતત્વ , હવનકુંડ માં અગ્નિતત્વ ,મંત્ર ના રટણ દ્વારા વાયુતત્વ , મંડલા ના પૂજન થી ભૂમિ તત્વ, આ બધી પ્રાર્થના અવકાશ (આકાશ) ના સંદર્ભ માં કરવામાં આવે છે.
ત્યારબાદ પંચાસન વેદિકા રચવામાં આવેછે. પંચાસન વેદિકા એવો મંચ છે કે જેના પર ચંડીયજ્ઞ નો મૂળ કળશ ને મૂકવામાં આવેછે. આ મંચ નો પાયો કે જે સ્થિરતા નું પ્રતિક છે તેને કુર્માસન કહેછે, તેના ઉપર જાગૃતિ સૂચક અનાન્તાસન (સર્પાસન) હોય છે.તેની ઉપર શક્તિ નું પ્રતિક સિંહાસન હોય છે.તેના ઉપર અષ્ટાંગયોગ નું પ્રતિક એવું યોગાસન હોય છે.અને તેની ઉપર સભાનતાનું પ્રતિક પદ્માસન હોય છે. તેના પર કળશ નું સ્થાપન કરી આદ્યશક્તિ ની આરાધના કરવામાં આવે છે.
કળશ તૈયાર કરવા માટે પ્રથમ તેના પર પવિત્ર ધાગા વીંટળવામાં આવે છે,ત્યાર બાદ તેમાં પવિત્ર નદી નું જળ ચોક્કસ પ્રકાર ની જડીબુટ્ટી ભરવામાં આવેછે.કળશ ના મુખ પાસે આંબા ના પર્ણ ગોઠવી તેની વચ્ચે શ્રીફળ મૂકી અને ચંદન, કુમકુમ, દર્ભ,ચોક્કસ પ્રકાર ના સુગંધી ફૂલો વડે શણગારવા માં આવે છે.
યજ્ઞ ના પ્રારંભ પહેલાં વાસ્તુપૂજન થી ભૂમિ ને પૂજવામાં આવેછે. ત્યારબાદ યજ્ઞ શાળા ની ચારે દિશામાં, જુદા જુદા પ્રકાર ના નવ પ્રકારના અન્ન ની ઢગલી કરવામાં આવેછે. આ ઘટના અનાજ તથા ખેડૂત ને સન્માનવા માટેની છે.તથા આ પ્રાર્થના થી પૃથ્વી ની અન્ન ઉત્પાદન ની ક્ષમતા માં વધારો થાય છે.
ત્યારબાદ હોમકુંડ ની રચના કરવામાં આવેછે. હોમકુંડ યજ્ઞશાળાની પૂર્વ દિશામાં સ્થાપવામાં આવેછે. આપણા આશ્રમ માં હોમકુંડ તરીકે પદ્મકુંડ ની રચના કરવામાં આવેલછે. જેમાં ચંડી યજ્ઞ કરવામાં આવેછે.કુંડ નો બીજો એક પ્રકાર યોનીકુંડ છે.કુંડ ની સ્થાપનાનો પ્રકાર આહુતિ માટે પ્રાપ્ત દ્રવ્ય ના જથ્થા પર આધારિત છે , એટલેકે પવિત્ર અગ્નિ માં આહુતિ માટેનો દ્રવ્ય નો પ્રાપ્ત જથ્થો.
ચતુસ્થંભ પૂજા (ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, અને ઐશ્વર્ય ) ને અંદર ના ભાગ માં સ્થાપિત કરવામાં આવેછે.બહાર ના ભાગ માં સોળ સ્થંભ ની સ્થાપના કરવામાં આવેછે. જે માનવ જીવન ના ૧૬ પાસાંઓ દર્શાવે છે. યજ્ઞશાળાની બહાર ના ભાગ માં આઠ ધજા ફરકાવવા માં આવેછે, જેની સાથે હાથી ના ચિત્ર નું નિરૂપણ કર્યું હોય આઠ પતાકા પણ ફરકાવવામાં આવેછે.
યજ્ઞશાળા ની અંદર ના ભાગમાં આઠ સાધન દર્પણ, પૂર્ણ કુંભ , બળદ (બળદ નું ચિત્ર ), બે ચામર, શ્રીવત્સમ (આકૃતિ) , સ્વસ્તિક (આકૃતિ) , શંખ અને દીપ રાખવામાં આવેછે. અંદર નાભાગ માં સુંદર રેખા ચિત્રો , રંગોળી, દોરવામાં આવેછે. યજ્ઞશાળા ને આંબાના પાન , કેળના પાન , શેરડી , દીપ વગેરે થી શણગારવામાં આવેછે.
યજ્ઞ શાળા ની સરહદ ને ચારે બાજુએ માટીમાં જલદી થી જવારા ઉગી શકે તેવું અનાજ મૂકવામાં આવેછે. આમ કરવાનું મુખ્ય કારણ જવારા મંત્ર નું શોષણ કરી ને સ્વીકાર કરેછે. પહેલાં ઔષધી મંત્રો દ્વારા જવારા જલદી ઊગી જાય અને ચંડી યજ્ઞ સરળતાથી થઇ શકે તેવા આશીર્વાદ માટે પ્રાર્થના કરવામાં આવેછે.
નવરાત્રી શક્તિ તત્વ ની આરાધના માટેનું પર્વ છે. નવરાત્રી શરદ ઋતુ માં ઉજવવામાં આવે છે , જેમાં શક્તિ ની ત્રણ જુદા જુદા સ્વરૂપ માં આરાધના કરવામાં આવેછે. આગમ પ્રમાણે આ ત્રણ શક્તિ એટલે ૧. ઈચ્છા શક્તિ ૨. ક્રિયા શક્તિ ૩. જ્ઞાન શક્તિ. કલ્પ અથવા પુરાણ મુજબ આ ત્રણ શક્તિ એટલે ૧. મહાકાલી ૨. મહાલક્ષ્મી અને ૩.મહાસરસ્વતી .
નવરાત્રીના નવ દિવસો દરમ્યાન “દેવી મહાત્મ્ય” અને શ્રીમદ દેવી ભાગવત નું પઠન કરવામાં આવેછે.
નવરાત્રી એક એવું અનન્ય પર્વ છે કે એક તરફ થી ઉત્સવ થાય છે તો બીજી તરફ મનુષ્ય પોતાના અસ્તિત્વ નું અન્વેષણ કરી શકે છે.
મનની છ વિકૃતિ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર નો અતિરેક કોઈ પણ વ્યક્તિમાં થઇ અને આધ્યાત્મિક માર્ગ માં અવરોધક બનેછે, શક્તિની કૃપાથી આ નવ દિવસો માં આ વિકૃતિઓ દૂર થઇ જાય છે. નવ દિવસ માં ધ્યાન અને ઉપાસના કરવી આવશ્યક છે.
પૂજ્ય ગુરુદેવ ના આશીર્વાદ થી આપણી પાસે અધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધવા તૈયાર અને સહેલો રસ્તો ઉપસ્થિત છે.તેમના માર્ગદર્શનથી આપણ ને પણ અષ્ટ સિદ્ધિ
અણિમા,મહિમા,ગરિમા ------- વગેરે ની પ્રાપ્તિ થઇ શકે છે.
આપણા ધ્યેય ને સફળતાપૂર્વક પ્રાપ્ત કરવા માટે કોઈપણ પૂજામાં પ્રતિબદ્ધતા અત્યંત આવશ્યક છે. પૂજાના પ્રારંભ માં દિવ્યશક્તિ ને પ્રાર્થના કરવા માં આવેછે તેનેજ સંકલ્પ કહેવાય છે.આશ્રમ માં જયારે આટલો વિશાળ યજ્ઞ થતો હોય ત્યારે તેમાં સંકલ્પ લેવાથી સ્વયં પર તથા સમગ્ર વિશ્વ પર ભગવત કૃપાની અનરાધાર વર્ષા થાય છે. સ્વયં નું મન શુદ્ધ થવાથી દરેક વસ્તુનું સ્પષ્ટ જ્ઞાન થવા લાગેછે.જયારે કોઈ પણ વ્યક્તિ ફક્ત પોતા માટે કે પોતાના કુટુંબ માટે સંકલ્પ લેછે તેને આત્માર્થ કહે છે, અને સમગ્ર વિશ્વ ના કલ્યાણ માટે લેવામાં આવતા સંકલ્પ ને પરમાર્થ કહે છે.
કળા, તત્ત્વ , ભુવન, મંત્ર, પદ, અને વર્ણ ષડધ્વ તરીકે ઓળખાય છે અને તે શરીરના ષડરસ સાથે સંકળાયેલછે.
જયારે કોઈ વ્યક્તિ સ્વયં માટેકે પોતાના કુટુંબ માટે સંકલ્પ કરેછે, તેને આત્માર્થ સંકલ્પ કહેછે , અને જો સંકલ્પ વિશ્વ ના કલ્યાણ અર્થે લેવામાં આવેતો તેને પરમાર્થ સંકલ્પ કહે છે.
સાધના જો જૂથ માં કરવામાં આવે તો ઊંડા ધ્યાન ની શક્તિ માં વધારો થાય છે અને જે ફેરફારો થાય છે આપણા મન અને શરીર ઉપરાંત આસપાસ ના વાતાવરણ માં પણ ઉદ્ભવે છે.
ચંડી હોમ બે પ્રકારના છે; ૧. લઘુ ચંડી હોમ અને ૨. મહા ચંડી હોમ
લઘુ ચંડી હોમ માં પ્રથમ દેવી ને આમંત્રિત કરી અને નવાક્ષ્રર મંત્ર જપવામાં આવેછે,દેવી ની પૂજા કર્યા બાદ હોમ કરવામાં આવેછે જે ફક્ત એકજ વખત કરવામાં આવે છે અને તેથી થોડા કલાકોમાંજ પૂર્ણ થાયછે.
મહા ચંડી હોમ નવ વખત કરવામાં આવે તો તેને નવચંડી યજ્ઞ કહે છે, જો ૧૦૦ વખત કરવા માં આવે તો શતચંડી, ૧૦૦૦ વખત કરવામાં આવેતો સહસ્ત્રચંડી અને ૧૦૦૦૦ વખત કરવા માં આવે તો આયુથાચંડી યજ્ઞ કહેવાય છે.આ દરેક યજ્ઞ ની જુદી જુદી પદ્ધતિઓ છે. સામાન્યતઃ નવચંડી યજ્ઞ વધુ થાય છે.આર્ટ ઓફ લિવિંગ ના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં શતચંડી હોમ નું આયોજન થાય છે.
ધાર્મિક વિધિઓ - (RITUALS)
પૂજાનો પ્રારંભ ગુરુકૃપાથી એટલેકે ગુરુ ના માર્ગદર્શન તથા આશીર્વાદ થી કરવામાં આવેછે. ત્યારબાદ દેવોની કૃપા એટલે કે દિવ્ય ની મંજૂરી, વિઘ્નેશ્વર પૂજા( દરેક વિઘ્ન,અવરોધ ને દૂર કરવા માટે ભગવાન શ્રી ગણેશ પ્રાર્થના તથા પૂજા ) ત્યાર બાદ નીચે દર્શાવ્યા મુજબ ના અનુક્રમ માં પૂર્વાંગ પૂજા થાય છે.
આચાર્ય અનુગ્રહ - મુખ્ય પુરોહિત પૂજારી ના આશીર્વાદ. મુખ્ય પૂજારી ને બ્રહ્મા તરીકે ઓળખવામાં આવેછે.
યજ્ઞ ના દિવસ સમય અને સ્થાન ના નિર્દેશ નું પઠન કરી અને મહાસંકલ્પ લેવામાં આવેછે ,તેની સાથે યજ્ઞ નું નામ અને પ્રયોજન નો પણ નિર્દેશ કરવામાં આવેછે. આટલી વિધિ બાદ પૂજા નો પ્રારંભ થાય છે.
પૂજામાં કશું વિઘ્ન ના આવે તે માટે નવગ્રહ ની પૂજા તથા પ્રાર્થના કરવામાં આવેછે.નવગ્રહના પૂજન થી મળતા આશીર્વાદ થી જો નક્ષત્ર ,રાશી કે લગ્ન ની પસંદગી માં કોઈ ખોટ હોય તો તેનો ઉકેલ પણ આવી જાય છે.
નાંદી શોભનમ – ઋષિઓ અને વડીલોન આશીર્વાદ માટે પ્રાર્થના કરવામાં આવેછે.
મધુપર્ક પૂજા – દૂધ, મધ, ઘી, ને મિશ્રણ કરી તેના પર થોડા મંત્રોચ્ચાર કરી અનેજેટલા પૂજારીઓ યજ્ઞ કરવાના હોય તેમને પીવ્રવાવ માં આવેછે,જેથી પૂજા દરમ્યાન તેમની માનસિક સ્થિતિ મધુર અવસ્થા માં રહી શકે .
ગૌદાન – ગાય ની પૂજા કરી ને તેનું દાન કરવામાં આવેછે.
પૂણ્ય હવાચના – જે સ્થળે પૂજા કરવાની છે તેનું શુદ્ધિકરણ.
પન્ચાગવ્યમ - શરીર ની શુદ્ધિકરણ માટેના પંચ તત્વો .
વાસ્તુ શાંતિ - ભૂમિ દેવતાની પૂજા .
મ્રીત સંગ્રહણા - માટી સંગ્રહ કરવાની વિધિ
અંકુર પાન - નવ પાત્રમા જુદાં જુદાં નવ પ્રકાર ના અન્નજ પાણી અથવા દૂધ માં પલાળી ને રાખવાના.
રક્ષાબંધન – જમાના હાથે પીળા રંગ નોમ્પવિત્ર દોરો બાંધી ને આચાર્ય મારફત પૂજા નો સંકલ્પ.
ઉપરોક્ત પૂજન વિધિ યજ્ઞ પહેલાં કરવાની વિધિઓ છે જેને પૂર્વાંગ પૂજા કહે છે.
યજ્ઞ નો પ્રારંભ ------------
દીપ પૂજા - મુખ્ય કળશ ની બંને બાજુએ બે પ્રકાર ના દીપ પ્રગટાવવામાં આવેછે, કળશ ની ડાબી બાજુએ તલ ના તેલ નો દીવો પ્રગટાવવામાં આવેછે , આ દીપ ને દુર્ગા દીપ કહેછે. જમણી બાજુએ ઘી નો દીવો પ્રગટાવવામાં આવેછે, તેને લક્ષ્મી દીપ કહે છે.
ષોડશ માતૃકા પૂજા - ૧૬ દેવી માતાઓનું સ્થાપન અને આહ્વાહન.
આચાર્ય અને પૂજારીઓની વરણી - વેદ અને આગમ ની જુદી જુદી શાખાના નિષ્ણાત આચાર્ય અને પૂજારી ની વરણી કરવામાં આવેછે.
ચાર વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વવેદ તથા ઈતિહાસ, પૂરાણ અને શૈવાગમ નું પઠન(રટણ) કરવામાં આવેછે.
આચાર્ય અનુજ્ઞા – પ્રધાન આચર્ય ની યજ્ઞ માટે અનુજ્ઞા તથા આશીર્વાદ પ્રાપ્ત કરવા. પ્રધાનાચાર્ય ને બ્રહ્મા કહેછે.
પૂજાના સ્થળ,સમય અને દિવસ તથા હોમ નો નામ તથા ધ્યેય નો નિર્દેશ કરી મહાસંકલ્પ લેવામાં આવેછે.
અહીંથી પૂજા નો પ્રારંભ થાય છે.
ચંડી મહાયજ્ઞ મંડપ પૂજા – મુખ્ય ૫૩ પ્રકાર ની પૂજા સાથે દશે દિશાના દેવો ની પૂજા કરવામાં આવેછે.
દ્વાર, તોરણ, ધજા, પતાકા સ્થાપના – મંડપની આસપાસ ચોક્કસ દિશામાં ,ચોક્કસ પ્રકાર ના પર્ણ ના તોરણ બાંધવામાં આવે છે.
આચાર્ય આસન પૂજા – પ્રધાનાચાર્ય દેવી પૂજા નો પ્રારંભ કરી અને નવાક્ષરી મંત્ર નો જપ શરુ કરેછે.
ગૌદાન – ગાય ની પૂજા કરી તેનું દાન કરવામાં આવેછે , આ રીતે ગૌપૂજા થાય છે.
પડ્યાદી પત્ર પરિકલ્પના તૈયાર કરવામાં આવેછે.
કુંભ સ્થાપન – મુખ્ય કળશ કે જેમાં નદી નું પવિત્ર જળ ભરવામાં આવેલ છે તેની સ્થાપના કરવામાં આવેછે.
પુસ્તક પૂજા અને પારાયણમ પૂજા – દેવી સપ્તશતી ગ્રંથ ની પૂજા પછી સપ્તશતી નું પઠન કરવામાં આવેછે જે દેવી મહાત્મ્ય છે.
દેવી નું આહ્વાહન દેવીનું અહ્વહન કરી અને આમંત્રણ આપવામાં આવેછે.
અગ્નિ કાર્ય – અરુણી (ARUNI) ના લાકડાના બે ટુકડા ને ઘસી ને, ઘર્ષણથી ઉદ્ભવતા તણખા દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવેછે. દેવીનું ધ્યાન ધરી અને આ અગ્નિ માં આહુતિ આપવામાં આવેછે.આહુતિ ની સંખ્યા હોમ ના પ્રકાર પર નિર્ધારિત છે.જે ૧૦૦૦, ૧૦,૦૦૦, ૧૦૦,૦૦૦, --- વગેરે સંખ્યામાં હોય છે.
સપ્તશતી ૧૩ ભાગ માં વિભાજીત થયેલ છે અને દરેક ભાગમાં દેવી નું જુદું જુદું સ્વરૂપછે. આ ૧૩ દેવીઓને તેમના માટેના યોગ્ય મંત્ર થીઆહ્વહન કરવામાં આવેછે. અને દરેક ને ચોક્કસ સંખ્યામાં આહુતિ આપવામાં આવેછે.પરિણામ સ્વરૂપે દરેક દેવીના આશીર્વાદ અને અને તેને અનુરૂપ ફળ મળેછે.
૬૪ યોગિની અને ૬૪ ભૈરવ ની પણ પૂજા કરવામાં આવેછે.
કાદમ્બરી પૂજા
ગો પૂજા
ગજ પૂજા
અશ્વ પૂજા
કન્યકા પૂજા
સુહાસિની પૂજા
દંપતી પૂજા
દરેક દેવો ની મંગલ આરતી કરી ને આહુતિ
સૌભાગ્ય દ્રવ્ય સમર્પણ
શ્રી સૂક્ત ના મંત્રોચ્ચાર સાથે મુખ્ય હવન કુંડ માં ૧૦૮ જડીબુટ્ટી અને ફળો ની આહુતિ આપવામાં આવેછે.
વાશોધારા – ચમક મંત્રો નું રટણ
મહાપૂર્ણાહુતિ – અંત માં રાતી સાડી , ઘી, મધ, સુકું નાળીયેર, નવરત્નાસોર, નવ હીરા (Precious Gems), પંચલોહા અથવા પાંચ પ્રકાર ની ધાતુ ની આહુતિ આપવામાં આવેછે.
સંયોજન – આ બધી પૂજાની સંપૂર્ણ અસર અને કંપનો ને મૂળ કળશ માં તબદીલ કરવામાં આવેછે.
રકસાધારણા – હોમકુંડ માંથી ભસ્મ (ભભૂતિ) લઇ અને તેનો મુખ્ય કળશ પર લેપ કરવામાં આવેછે અને પછી પાછી પૂજા કરવામાં આવેછે.
કલશાભિષેકમ – કળશ ના પવિત્ર જળ નો દેવી પર અભિષેક કરવામાં આવેછે.
ખાસ વિશિષ્ટ પ્રાર્થના કરવામાં આવેછે. સમગ્ર પૃથ્વી ને આશીર્વાદ આપવામાં આવેછે.અને પૂજ્ય ગુરુદેવ પવિત્ર જળ નો યજ્ઞ માં એકત્રિત સર્વે પર છંટકાવ કરેછે.
ત્યાર બાદ ગુરુ પ્રસાદ આપીને બધાને આશીર્વાદ આપેછે.આમ ચંડી હોમ ના ૧૦૦૮ કરતા વધુ અંગછે.
વેદ આગમ સંસ્કૃત મહાપાઠશાળા ના છાત્રો રોજ યોગ, સુદર્શન ક્રિયા, અને ધ્યાન નો અભ્યાસ કરેછે.તેથી તેઓ હમેશા શારીરિક અને માનસિક રીતે સક્ષમ હોય છે. તેઓ હમેશાં ગુરુકુળના તંત્ર તથા ગુરુકુળના અભ્યાસ ની તાલીમ માટે ના નિયમોનું ચુસ્ત પાલન કરેછે.તેઓ ચંડી હોમ કરીશકે તે માટે તેમને મંત્ર ની દિક્ષા આપવામાં આવેછે.હોમ ની પદ્ધતિ ના દરેક પદ(Steps) તેમને બરાબર શિક્ષિત કરવામાં આવેછે.જેથી તેઓ હોમ ના દિવસે સમય ની પ્રતિબદ્ધતા બરાબર જાળવી શકેછે .મહા ચંડીહોમ ના એક અઠવાડિયા પહેલાં આગમા પાઠશાળા માં ચંડી હોમ કરી અને છાત્રો ને પ્રાયોગિક તાલીમ આપવામાં આવેછે.તેઓને દેવીમહાત્મ્ય ના રટણ માટે લગભગ ૧૨ અઠવાડિયા પ્રેક્ટીસ કરાવવામાં આવેછે.
ગણપતિ હોમ - કોઈ પણ કાર્ય સાથે હકારાત્મક (POSITIVE) તથા નકારાત્મક (NEGATIVE) ઊર્જા સંકળાયેલ હોય છે.આ ઊર્જા હમેશાં બહારથી આવે એવું નથી , આપણા શરીર અને મન માં પણ આ ઊર્જા સંકળાયેલ હોય છે. આથી દરેક અવરોધ ને દૂર કરવા માટે આપણે શ્રીગણેશ ને પ્રાર્થના કરીએ છીએ .આથી કોઈ પણ યજ્ઞ ની શરૂઆત કરતા પહેલાં ગણેશ યજ્ઞ કરવાની પ્રથા છે.
સુબ્ર્હમણ્યમ હોમ - ભગવાન સુબ્ર્હમણ્યમ વિજય (જીત ,સફળતા) ના દેવતા છે.કોઈ પણ પ્રયત્ન ની સફળતા માટે જ્ઞાનશક્તિ ની આવશ્યકતા છે .આથી બ્રાહ્મણ્ય મંત્ર નું રટણ કરવામાં આવેછે જેથી ભગવાન સુબ્ર્હમણ્યમ ઉપસ્થિત થાય છે.
નવગ્રહ હોમ - નવગ્રહો ખૂબજ અગત્યના છે.તેમનું પરિભ્રમણ સમગ્ર પૃથીજનહીં પરંતુ
દરેક વ્યક્તિ પર પણ અસર કરેછે. આથી નવ જુદી જુદી આહુતીથી નવ ગ્રહો ને સન્માનવામાં આવેછે.આહુતિ સાથે દરેક ગ્રહને અનુરૂપ મંત્ર નું ઉચ્ચારણ કરવામાં આવેછે.ચોક્કસ ગ્રહ આપણા શરીર ના ચોક્કસ ભાગ પર અસર કરે છે.અને તેઓ અનાજ તથા સ્ફટિક અને હીરા પર પણ અસર કરેછે.પૃથ્વી પર બનતી દરેક ઘટના માં ગ્રહો ની અસર હોય છે.નવ ગ્રહ ને તેની નકારાત્મક ઊર્જા આપણા પર ન કરે અને આપણા માં રહેલ હકારાત્મક ઉર્જામાં વધારો કરે તેવી પ્રાર્થના કરવામાં આવેછે.
રુદ્રહોમ - રુદ્ર્હોમ આપણ ને શાંતિ આપેછે.તથા આપણા જીવન ની દરેક પ્રકારની ઉદાસીનતા દૂર કરેછે. આ હોમ માં નમક તથા ચમક સાથે રુદ્ર મંત્રો નું રટણ કરવામાં આવેછે.રુદ્ર મંત્રો નું સન્માન કરવાથી આપણે ધ્યાન માં વધુ ઊંડા ઉતારી શકીએ છીએ અને આપણામાં રહેલ સત્વ, રજ અને તમોગુણ ને સંતુલિત કરી શકીએ છીએ . રુદ્ર મંત્રથી ત્રણે ગુણ નો નાશ થઇ અને ઊંડા ધ્યાન માં શૂન્યાવકાશ (Nothingness) ની અનુભૂતિ થઈશકે છે.આર્ટ ઓફ લિવિંગ ના આંતર રાષ્ટ્રીય કેન્દ્ર માં ૧૧ આચાર્યો મારફત ૧૧ વખત રુદ્ર મંત્રો નું રટણ કરી અને રુદ્ર હોમ કરવામાં આવેછે , જેને એકાદશ રુદ્ર હોમ કહેછે.
સુદર્શન હોમ - સુદર્શન હોમ ખરાબ દ્રષ્ટિ થી અને તેની નકારાત્મક અસર થી બચાવી આનંદની અનુભૂતિ કરાવેછે.આ હોમ દરમ્યાન સુદર્શન મંત્ર અને વિષ્ણુસહસ્ત્રનામ નો પાઠ કરવામાં આવેછે.લક્ષ્મીમંત્ર તથા શ્રીસૂક્ત ના મંત્રોનું રટણ પણ સુદર્શન હોમ માં થાયછે.
ઋષિ હોમ - આ હોમ નવરાત્રી ના છેલ્લા દિવસે કરવામાં આવેછે.ઋષીઓ દિવ્યદ્રષ્ટા (DRISHTARAAHA) હોય છે એટલેકે તેઓએ ઊંડી સમાધિ માં પ્રવેશ કર્યો હોય છે અને આ અવસ્થા દરમ્યાન અવકાશ માંથી વેદ મંત્રોનું સહજ અવતરણ થતું હોય છે. આપણે ઋષિહોમ, ઋષિ ઓ કે જેમણે મનુષ્ય ની ઉન્નતી માટે પવિત્ર જ્ઞાન આપ્યુંછે,તેનો આભાર તથા અહોભાવ વ્યક્ત કરવા માટે કરીએ છીએ.આ હોમ માં સપ્તર્ષિ તથા અન્ય અગત્યના ઋષીઓ ની પ્રાર્થના કરવામાં આવેછે.જેનો પ્રારંભ ગુરુ પૂજાથી થાય છે.મારા જાણવા મુજબ ગુરુદેવ ની કૃપા તથા તેમની દ્રષ્ટિ ને લીધેજ આ યજ્ઞ ફક્ત આર્ટ ઓફ લિવિંગ ના આંતર રાષ્ટ્રીય કેન્દ્ર માં થાય છે .