બધા મીઠાઈની શોધમાં હોય છે, (અને) જેને તે મળે છે તે બીજાને વહેંચે છે

ગૂરુજી થોડા લોકો સાથે વરંડામાં હતા. તેમણે કાશી નામની વ્યક્તિને કુટીરમા મીઠાઈ લેવા મોકલ્યા, પણ કાશીએ પાછા આવીને જણાવ્યું કે અંદર ક્યાંય મીઠાઇ દેખાતી નથી. તે ફરી ફરીને ત્રણ વખત અંદર શોધવા ગયા અને છત્તાં શોધી ના શક્યા. પછી ગૂરુજી પોતે અંદર ગયા. મીઠાઈ લઈને આવ્યા અને તેમણે બધાને તે વહેંચી દીધી..

આવું જ જીવનમાં થાય છે. ઘણાને જીવનમાં મીઠાઈ જોઇએ છે. કેટલાક તેને શોધવા બહુ મહેનત કરે છે. પરંતુ માત્ર કોઈકને જ તે મળે છે. અને જ્યારે તે વ્યક્તિને તે મળે છે, ત્યારે તે દરેકને વહેંચી દે છે..

દરેક વ્યક્તિ સંપૂર્ણ આનંદ પામે છે અને તેમ છતાં કેટલાક એવા ય હોય છે જે આ આનંદથી વંચિત પણ રહી જાય છે!!