ઋષી વિદ્યાધરજી - Rishi Vidhyadhar Ji

 

પ્રશ્ન - આર્ટ ઓફ લિવિંગ બાબતે અમને જણાવશો ?

આર્ટ ઓફ લિવિંગ જેવુ સુંદર નામ છે , ઍવુ જ સૂચિત કરે છે. 'જીવન જીવવાની કળા' .દરેક વ્યક્તિ જીવે તો છે, ઍનુ અસ્તિત્વ હોય છે પરંતુ જે વ્યક્તિ હાર્ષો-ઉલ્લાસથી જીવન જીવે છે એની પાસે હમેશા ખુશ રેહવાની ઍક કળા હોય છે.

આજે જો આપણે લોકોને જોઇઍ તો તેઓ કેટલા ઉદાસ અને દુ:ખી હોય છે.  ઍમનુ મૌન પણ દુ:ખ ભર્યુ હોય છે. ઉલ્લાસભર્યુ નથી હોતુ . ઍવુ કઈંક આપણા જીવનમા હોવુ જોઇઍ જેના થકી ક્ષણે ક્ષણ આનંદમા વિતાવી શકિઍ , પ્રેમમા રહી શકિઍ .

આ જે કળા છે, તેના થકી જ આ સંસ્થા બની છે. 'જીવન જીવવાની કળા' ઍ પરમ પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રેરિત સંસ્થા છે. અને ઍમના  માર્ગદર્શન અને જ્ઞાન થકી કોઈ પણ પરિસ્થિતિમા પણ આપણે ખુશ, આનંદ અને પ્રેમમા રહી શકીએ છીઍ .આ કળા આજે આખા વિશ્વભરમા શીખવવામા આવે છે. 

 

પ્રશ્ન- તમે આમા કઈ રીતે જોડાયા?

હું સુરતનો રેહવાસી છું. હું યાર્ન અને ટેક્સટાઇલનો વ્યાપાર કરતો હતો.ખુબ જ સફળતા પણ મેળવી હતી .પરંતુ પૈસા ,પ્રસિદ્ધિ મેળવ્યા પછી પણ મને તેમા પૂર્ણતા નોહ્તિ અનુભવાતી  અને લાગતુ હતુ કે જીવનમા હજુ પણ કઈંક ખૂટે છે. અપૂર્ણતા છે. અને ઍનિ શોધમા મે ઘણી વ્યક્તિત્વ વિકાસની શીબીરોમા ભાગ લીધો , ઘણી જ સરસ હતી બધી શીબીરો.

પરંતુ જે દિવસે મે આર્ટ ઓફ લિવિંગનો પાર્ટ-૧ કોર્સ જે આજે હેપીનેસ પ્રોગ્રામ તરીકે જાણીતો છે તે કર્યો અને જ્યારે પ્રથમવાર સુદર્શન ક્રિયા કરી ત્યારે મને પૂર્ણતાનો અનુભવ થયો.

જેના માટે ઍવુ કહી શકાય કે જેની મને જન્મો જન્મથી શોધ હતી. જે મને અનુભવના સ્તરે પ્રાપ્ત થઈ. વાતો તો ઘણી સાંભળી હતી પરંતુ જીવનમા ઍનો અનુભવ નોહતો થયો, અને જ્યારે અનુભવના સ્તરે પૂર્ણતા પ્રાપ્ત થઈ તોમનમા ઍક સંકલ્પ ઉઠ્યો કે મારે આ જ્ઞાનના શિક્ષક બનવુ જોઇઍ.અને વધૂમા વધુ લોકો સુધી આ જ્ઞાન પોહોંચાડવુ જોઇઍ . કારણ કે દરેક વ્યક્તિ જીવનમા પૂર્ણતા ને જ શોધતી હોય છે. અને આ પૂર્ણતા કેવી રીતે સહજ શ્વાસ દ્વારા મેળવી શકિયે મનને વર્તમાનમા લાવીને. 

 

પ્રશ્ન- આ જે મનને વર્તમાનમા લાવવાની પ્રક્રિયા છે, તેને તમે વધુ વિસ્તારથી જણાવશો ?

ઉત્તર- આમ તો ઘણી બાબતો છે. પણ મુખ્ય ત્રણ કહીશ. પેહલુ છે કે આપનુ મન ક્યાં તો ભૂતકાળમા ક્યાં ભવિષ્યમા ભાગતુ રહે છે. જ્યારે મન ભૂતકાળમા હોય છે ત્યારે પશ્ચતાપની લાગણીમા ગ્રસ્ત રહે છે, મારે આવુ નોહતુ કરવા જેવુ , આશું થઈ ગયુ, આવુ નોહતુ થવુ જોઇતુ. મારી સાથે જ આવુ કેમ થતુ હશે. ? ,આણે મારી સાથે આવો વ્યહવાર નોહતો કરવો જોઈતો . મન પશ્ચતાપથી ઉદાસ રહે છે. દુખી રહે છે. અને દુખી મન રૉગગ્રસ્ત બની જાય છે.

તો પેહલુ છે મનનુ ભૂતકાળ અને ભવિષ્યકાળમા ભટકવુ. બીજો મનનો સ્વભાવ છે કે ઍ અમુક વાતથી સંમત થાય છે, તો કોઈથી અસંમત. જે બાબત તેને માન્ય હોય છે, તેને લઈને ઉત્સાહિત થઈ જાય, અને જે બાબત માન્ય નથી હોતી તેનાથી હતાશ અને નારાજ થઈ જાય. આ બંને પરિસ્થિતિ મનને કેન્દ્રમા નથી રેહવા દેતી.

ત્રીજો મનનો સ્વભાવ છે, કે આપણી કોઈ દસ પ્રશંશા કરે અને ઍક ટીકા કરે કે કથન કરે તો મન નકારાત્મક જ વીચાર્યા કરશે, 

ઍને  જ વાગોળ્યા કરશે , અને આ વિચારોથી મન દુ:ખી થાય છે. આજે મન રોગી છે, તો કાલે શરીર રોગિષ્ટ બનશે. આવુ પેહલા ઋષિ-મુનીઓ કેહતા. હવે તો વિજ્ઞાન પણ માને છે કે ૯૮% રોગ માનસિક કારણોને લીધે થાય છે. મનની નકારાત્મકતાને કારણે, જો ઍક વ્યક્તિ પોતાના મનની અને આસપાસની જવાબદારી લઈ લે  તો આ કેવી રીતે શક્ય બનશે.  

આજે ભૌતિકતાથી આપણે સુખી રહી શકિયે છીઍ , આરામદાયક જીવન જીવી શકિયે છીઍ, પણ માત્ર યોગ દ્વારા જ ખુશી અને આનંદ રહી શકિયે છીઍ. જીવનમા બંને જરૂરી છે. ભૌતિકવાદ પણ અને આધ્યાત્મ પણ ઍટલુ જ જરૂરી છે, સાચુ કહીયે તો આધ્યાત્મને વધુ મહત્વ હોવુ જોઇઍ. 

 

પ્રશ્ન- આપે જે તફાવત કહ્યો કે ખુશ રેહવુ અને સુખી રેહવુ . હેપીનેસ અને કમફર્ટ ઍ બધુ જ અર્થપુર્ણ છે. આજના જમાનામા આ ઍક જાતની ગૂંચવળ ઉભી થઈ ગઈ છે, કે જો આપણી પાસે વસ્તુઓ છે, ભૌતિક સુખ મળી ગયુ તો આંતરિક સુખ પણ મળી જ જશે. આ વીડંબણાને કેવી રીતે સમજી શકાશે ?

જ: જો આપણે થોડી ઇતિહાસમા ઝાંખી કરિયે , આપણા જીવનને જોઈયે તો નાનપણથી આજ સુધી આપણે ઘણી પ્રગતી કરી  છે, ઍ પ્રગતિના કારણે આપણે બધુ જ સુખ-સગવડથી જીવીયે છીઍ . આજે ઍક બટન દબાવતા બધુ જ કામ થઈ જાય છે. 

પરંતુ માનસિક સ્તર પર લોકો ખુશ નથી, વધારે દુ:ખી ઍટલે છે કે જ્યાં સુખ નથી ત્યાં સુખ શોધે છે. ભગવત ગીતમા ભગવાન શ્રી કૃષ્ણઍ કહ્યુ છે કે 'અનિત્યમ અસુખમ્' કે સંસારમા જે ખૂલી આંખે દેખાય છે,ઍ શાશ્વત નથી ઍમા સુખ પણ નથી . અને આથી જ જે 

અશાશ્વત છે અને જેમા સુખ પણ નથી, તેમાથી સુખ શોધવુ ઍ આપણા દુ:ખનુ કારણ બની જાય છે. મહર્ષી નારદે આના માટે કહ્યુ છે કે જે વ્યક્તિ સુખનો ત્યાગ કરે છે, ઍ જ સુખી થાય છે. 

 

પ્રશ્ન- ઋષીજી તમે તો વ્યાપારથી જોડાયેલા હતા, ઍક જમાનો હતો જ્યારે લોકો જેટલો ત્યાગ કરતા ઍટલા મહાન ગણવામા આવતા, સાધુ- સન્યાસી. આજકાલ જે જેટલુ ભેગુ કરે છે, ધારણ કરે છે, પૈસા કમાય છે, ઍને મહાન ગણવામા આવે છે. તો આવુ કેવી રીતે થઈ ગયુ આપણા સમાજમા ?

જેમ જેમ ભૌતિકવાદ વધ્યો, ટેલીવિજન આવ્યુ, ઇંટરનેટ આવ્યુ, આપણે થોડી ઘણી પશ્ચિમી વિચારધારા તરફ વળ્યા અને આપણી મૂળ સંસ્કૃતીને વિસરવા લાગ્યા. અને આ આપણા જીવનમા પ્રવેશવા લાગ્યુ. આપણા ભારતની સૌથી મોટી ભેટ છે 'આધ્યાત્મ '.

આજે જોઈઍ તો કઈં કેટલી સભ્યતઓ વિશ્વમા ઉદભાવી અને બધી જ ધીરે ધીરે લુપ્ત થઈ પણ ગઈ. ઍક જ સભ્યતા આજની તારીખે પણ અડગ છે , ઍ છે ભારતીય સંસ્કૃતી. જ્યારે પણ કોઈ વ્યક્તિ આર્થિક પ્રગતી કરે છે,અને સાથે આધ્યાત્મ સાથે નથી જોડાયેલુ હોતુ તો તે ધીરે-ધીરે વૈભવ-વિલાસ તરફ વળી જાય છે. અને અંતે નાશ પામે છે.

ભગવદ ગીતામા આ બાબતે કહ્યુ છે, કે ત્રણ ગુણ છે, રાજો ગુણ, તમો ગુણ અને સતો ગુણ. દરેક વ્યક્તિ સતો ગુણમા પ્રગતી કરે છે, રજો ગુણમા વૈભવ , ઈન્દ્રીયોના સુખમા લિપ્ત રહે છે. અને તમો ગુણમા આળસ- પ્રમાદમા રહી નાશ  તરફ વળે છે.

ભગવદ ગીતામા કહ્યુ છે કે આંતર શુદ્ધિ , સત્વ વૃદ્ધિ મા જ બધા કાર્યોની શુદ્ધિ છે. જેમ જેમ વ્યક્તિ પ્રગતિની સાથે આધ્યાત્મ દ્વારા સત્વની વૃદ્ધિ કરે તો ઍ પ્રગતીને જાળવી રાખી શકે છે. આપણે આજે ઍ ભૂલી ગયા છે કે સતો ગુણ થી જ બધુ હોય છે, તો જીવનમા સતો  ગુણ વધારવા માટેના આપણી ભારતીય સંસ્કૃતિમા ઘણા ઉપાય છે.

જેટલા વેદ ઍટલા ઉપાય. જેમકે ૪ વેદ છે અને ૧૨ ઉપવેદ . આ દરેક વેદ ઉપાય છે સત્વ વધારવાનો . તો દરેક વ્યક્તિ આના થકી સુખી- ખુશી જીવન જીવી શકે છે અને આ ખુશી આપણા વંશજોને પણ આપે છે. આ રીતે આપણી આખી પરંપરા ચાલે છે.