લોકોને ધ્યાન વિષે અલગ ખ્યાલ હોય છે. ઘણા લોકોને મતે, ધ્યાન કોઈક વસ્તુ પર એકાગ્ર થવુ એમ છે. શ્રી શ્રી રવિશંકરજી કહે છે, ધ્યાન એ અનેકાગ્રતા છે. ધ્યાન એ આ ક્ષણનો સ્વીકાર છે. - દરેક ક્ષણને પૂર્ણપણે જીવવુ એ છે. જો એકાગ્રતા વધવુ એ ધ્યાનનુ પરિણામ છે. કોઈ પોતાના સ્વ મા ઉંડુ જઈ શકે છે અને પુરી સજગતા સાથે વિશ્રામ કરી શકે છે. માર્ગદર્શક ધ્યાન ધ્વારા ધ્યાન પૂરુ પ્રયત્નહીન થઈ જાય છે જ્યારે એ ગુરુના માર્ગદર્શનમાં કરવામા આવે છે.
મોટે ભાગે આપણે પોતાની જાતને શરીરની સાથે ઓળખીએ છીઍ. માર્ગદર્શક ધ્યાન આપણે શરીરના સ્તરથી આત્માના સ્તર પર લઈ જાય છે. અને આવી રીતે આપણી આધ્યાત્મિક યાત્રા ઝડપી અને સુંદર બનાવે છે. માર્ગદર્શક ધ્યાનના સતત અભ્યાસથી ફ્ક્ત અભ્યાસીનુંજ જીવન નથી બદલાતું, પરંતુ તેની આસપાસનું પૂરુ વાતાવરણ બદલાય છે.
શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા, કે જેઓ એ વિવિધ માર્ગદર્શક ધ્યાનની અને ધ્યાનની શિબરોની આ દુનિયાને ભેટ આપી છે. . આર્ટ ઓફ લિવિંગ ના દરેક કાર્યક્રમો - આનંદની શિબિર, ભાગ ૨, સહજ સમાધી ધ્યાન, શ્રી શ્રી યોગા અને ડી ઍસ ઍન શિબિર ધ્યાન પ્રદાન કરે છે, અને અભ્યાસીઓને શીખવે છે કેવી રીતે ધ્યાન કરવુ.
અમુક માર્ગદર્શક ધ્યાન શ્રી શ્રી રવિશંકરજી દ્વારા અપાયેલા નીચેની હરોળમા છે.
- સૂર્ય ધ્યાન
- પૂર્ણ ચંદ્ર ધ્યાન
- પંચકોશ ધ્યાન
- ઑરા ધ્યાન
- હરી ઑમ ધ્યાન
- હાસ્ય મા ખિલવુ ધ્યાન
- ઑમ ધ્યાન
- સંતોષ ધ્યાન
- રામ ધ્યાન
- હર ધ્યાન
કેટલાક મુફ્ત ધ્યાન નો પ્રયાસ ઑનલાઇન માર્ગદર્શક ધ્યાન દ્વારા હમણાજ કરી શકો છો.
ઉપરની હરોળમા જણાવેલા ધ્યાન આર્ટ ઓફ લિવીંગની શોપ માં ઉપલબ્ધ છે.
"ઉંડા ધ્યાનમા તમે સમય છો, બધુ તમારામાં થઈ રહ્યુ છે, ઘટનાઓ તમારામાં થઈ રહી છે, જેમકે વાદળ આકાશમા આવી અને જઈ રહયા છે. જ્યારે તમે સમયની આગળ છો, તે મુશ્કેલ અને કંટાળો ઉપજાવનાર છે. જ્યારે સમય તમારાથી આગળ છે, ત્યારે તમે આશ્ચર્ય અને આઘાતમા છો. તમે ઘટનાઓને પચાવી નથી શકતા. જ્યારે તમે સમયની સાથે છો, ત્યારે તમે જ્ઞાની છો અને શાંત છો." - શ્રી શ્રી રવિશંકરજી