શરીરની આસપાસ ફેલાતુ ચેતનાનુ આવરણ શરીરમા ઉત્તેજના જગાડે છે. જેનાથી આનંદ ઉદભવે છે,અને જ્યારે ચેતના સંકોચાય છે, ત્યારે પીડા અને દુ:ખ થાય છે. પીડા ઍ ચેતનાનુ સંકોચાવવુ જ છે.
જ્યારે શરીરના અમુક ભાગમા ચેતના પ્રસરે છે,ત્યારે આનંદ સુખનો અનુભા થાય છે. વારંવાર ચેતનાના આનંદનો અનુભવ નિષ્ક્રિયતા અને નીરસતા લાવે છે. જેમ રસોઈ બનાવનાર ને ઍ ખાવાનો આનંદ હોતો નથી,ઍક ને ઍક સંગીતને વારંવાર સાંભળવાનો આનંદ આવતો નથી,જે લોકો યૌન સંબંધી કાર્ય કરતા હોય તેમને યૌનમા આનંદ આવતો નથી. તમે જોશો કે જે ઉત્તેજનાથી ચેતના ખીલે છે,ત્યારે તે આનંદમા પરિવર્તીત થાય છે. સજગતા હોય ત્યારે ઉત્તેજનાનુ મહત્વ રહેતુ નથી ,તે હોય કે ન હોય કઈ જ ફરક પડતો નથી. જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે મીણબત્તી સળગાઓ તો પણ કોઈ ફરક પડતો નથી. તમને જ્યારે અનુભુતિ થાય કે બધી જ ઉત્તેજનાઓ ક્ષણિક છે,તમે તેનાથી ઉપર છો, તે જ મુક્તિ છે.
દર્દ ઈ બીજુ કઈ જ નથી પણ ચેતના જ છે જે ખિલવા માંગે છે. અને મુક્તિ ઝંખે છે. ઉત્તેજનાની ઝંખનાથી છુટકારો ઍ જ ખરેખર મુક્તિ છે, દુ :ખ કઈં કાયમી નથી . ચેતનાની પ્રકૃતી જ ખીલવાની છે. પરમાનંદ મેળવવાની છે . જેમ પાણીની પ્રકૃતી નીચે વેહવાની છે. વાયુની કુદરતી પ્રકૃતી દબાણમા રેહવાની નથી . તેજ રીતે ચેતનાની પ્રકૃતી ખિલવાની છે. અને આનંદમા પરિવર્તીત થવની છે. જેમ અનિંદ્રાનો દર્દી સુવાનુ ભૂલી ગયો છે, તેમ આપણામાથી મોટા ભાગના શાંતિ અને પરમાનંદ ભૂલી ગયા છે.
પ્રશ્ન : સત્સંગનો આનંદ કેવો છે?
જવાબ : સત્સંગનો આનંદ તમને ખિલવે છે.