કાશ્મીર: “ બેક ટુ પેરેડાઇઝ” પરિષદ | Kashmir: Back to Paradise Conference

India

કાશ્મીર; ભારતમાં આવેલું એક અતિ રમણીય સ્થળ છે. શાંતિ અને નિષ્પંદ મૌન થી આવૃત્ત; આ સ્થળ પુરાતન કાળથી વિચાર-વૈવિધ્ય અને પરંપરાઓનો સુંદર ઉત્સવ મનાવતું રહ્યું છે. પરંતુ છેલ્લા બે દાયકા થી, સતત ઘર્ષણયુક્ત પરિસ્થિતિઓને લઈને અહી તીવ્ર અશાંતિ પ્રવર્તે છે. આતંકી હુમલાઓ અને હિંસાની ઘટનાઓમાં અહી અકલ્પનીય વધારો થયો છે. સતત અશાંત પરિસ્થિતિને કારણે કાશ્મીરના સામાજિક અને સાંસ્કૃતિક વારસાને તો નુકશાન પહોંચ્યું જ છે, સાથે સાથે આર્થિક અને સામાજિક વિકાસની પ્રક્રિયામાં બહુ મોટો અવરોધ ઉભો થયો છે.

આર્ટ ઓફ લિવિંગ અહી, વિવિધ ક્ષેત્રોમાં, ઘર્ષણ-નિવારણ ની પ્રક્રિયામાં લગભગ બે દાયકાથી, પ્રવૃત્ત છે. આજે કાશ્મીરના રહેવાસીઓમાં; નૂતન આશાઓ અને આકાંક્ષાઓ જગાવવાનું કાર્ય અત્યંત આવશ્યક બની ગયું છે. આ સંદર્ભમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા કાશ્મીર ખાતે “બેક ટુ પેરેડાઇઝ” શીર્ષક હેઠળ એક પરિષદનું આયોજન થઇ રહ્યું છે.

તારીખ: ૨૩ નવેમ્બર-૨૦૧૬

અધ્યક્ષ: શ્રી શ્રી રવિશંકરજી, Founder, The Art of Living

માનનીય અતિથી: શ્રી કીરેન રીજ્જુ- ગૃહ મંત્રીશ્રી –(રાજ્ય કક્ષા)

સ્થળ: અભિનવ થીયેટર , કેનાલ રોડ- જમ્મુ

પરિષદ ઉદ્દેશ્ય:

  • આર્થીક સદ્ધરતા, કૌશલ્ય વિકાસ, શિક્ષણ, રોજગાર તથા કલા અને સંસ્કૃતિ ના પ્રસાર માટેના ઉપાયો અંગે વિમર્શ
  • શાંતિસભર તથા સમૃદ્ધ કાશ્મીર ની દિશામાં સંયુક્ત પ્રયાસો

આ પરિષદમાં, વિષયને અનુરૂપ વિવિધ મુદ્દાઓ પર તજજ્ઞો દ્વારા પેપર પ્રસ્તુતિ કરવામાં આવશે, તથા અંતમાં ચર્ચા સંવાદ પણ યોજવામાં આવશે. જેના કેટલાક મુદ્દાઓ આ પ્રમાણે છે:

  1. કાશ્મીરનો સંસ્કૃતિક વારસો: વિવિધ એશિયન વિચારધારાઓ નું મધ્યસ્થ કેન્દ્ર
  2. કાશ્મીર ઘર્ષણ: પ્રભુત્વ અને પ્રતિક્રિયા
  3. કાશ્મીર: ચિરસ્થાયી શાંતિ અંગે સંવાદ અને નવીનીકરણ
  4. કાશ્મીર: પ્રગતિકારક વિકાસ ની દિશામાં પ્રયાણ

પ્રસ્તુત પરિષદ, જમ્મુ અને કાશ્મીરના, ભિન્ન ભિન્ન પશ્ચાદ ભૂમિકા ધરાવતાં લોકો માટે, વિચારોના આદાન પ્રદાન માટે એક સામાન્ય મંચ બની રહેશે: જેમ કે ::

  1. ગુજ્જર બકરવાલ
  2. શાળા – કોલેજના શિક્ષકો અને અધ્યાપકો
  3. વ્યવસાયિક સંગઠન
  4. હૃદય પરિવર્તન પામેલા આતંકવાદીઓ
  5. પત્થર મારો કરીને વિરોધ દર્શાવતા લોકોનું સંગઠન
  6. સુફી વિચાર ધારાના પ્રતિનિધિઓ
  7. શીખ, બૌદ્ધ જેવાં સંપ્રદાયોના પ્રતિનિધિઓ
  8. રાજ્યમાં થી આમંત્રિત એનજીઓ
  9. સેના ને મદદ-કર્તા જૂથો
  10. કવિઓ અને લેખકો
  11. યુવા નેતાઓ
  12. મીડિયા પ્રતિનિધિઓ
  13. મહિલાઓ
  14. આમંત્રિત કાશ્મીરી પંડિતો
  15. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ અને ઔદ્યોગિક ક્ષેત્ર ના પ્રતિનિધિઓ
  16. ટ્રાવેલ એજન્ટ એસોસિએશન ઓફ કાશ્મીર ના પ્રતિનિધિઓ
  17. જમ્મુ – કાશ્મીર હોટેલીઅર કલબના પ્રતિનિધિઓ

આ પરિષદમાં માત્ર આમંત્રિતો જ ભાગ લઇ શકે છે. વધુ વિગતો માટે આપ ઈ મેલ દ્વારા સંપર્ક કરી શકો છો: sanjay.kumar@artofliving.org.