ચિત અનુભવોને પારખે છે અને તેની સ્મૃતિનો પોતાનામાં સંગ્રહ કરે છે. ક્યારે ચિત્તનો સ્વભાવ નોંધ્યો છે? એ નકારાત્મકતાને વળગે છે. જીવન આનંદીત થવાના હજારો વિકલ્પો આપે છે, અને માત્ર દસેક દુ:ખદ ઘટનાઓ આપતું હોય છે. પણ ચિત્ત કોને પોતાની સાથે વળગીને રાખે છે? અહીં ત્યાંના થોડા અમસ્તા નકારાત્મક બનાવોને. ચિત્ત એ ઘણું રહસ્યમય છે. જો તમને દસ પ્રશંસા મળે અને એક નીંદા મળે, તો તમે વધારે શુ યાદ રાખશો?