શિવ અને કૃષ્ણ એક જ છે

દેવદૂતો એ તમારા વિરાટ સ્વનો જ એક ભાગ છે. અનંતને પોતાના વિવિધ ગુણો છે. અને એમાંનાં ખાસ ગુણોને નામથી ઓળખાવાયા છે. તે જ તો છે દેવદૂતો. દેવદૂત એ બીજુ કઈં નહીં પણ તમારા વિરાટ સ્વનું જ એક કિરણ છે. તમે જ્યારે કેન્દ્રિત હોવ છો ત્યારે તેઓ તમને મદદ કરતા હોય છે. જે રીતે એક બીજમાંથી મૂળિયા, ડાળી, પાંદડા વગેરે બહાર આવે છે, તે જ રીતે તમે જ્યારે કેન્દ્રિત હોવ છો ત્યારે આ તમામ દેવદૂતો તમારા જીવનમાં પ્રગટ થાય છે. તમારી સોબતમા તેઓ આનંદ અનુભવે છે, પરંતુ તમને તેમની પાસેથી કઈં જ મેળવવું હોતુ નથી. દેવદૂતો તેમની જ નજીક આવે છે જેમને તેઓની પાસેથી કશુંય મેળવવાની અપેક્ષા નથી હોતી. દેવદૂત તમારા ફેલાયેલા હાથ જેવા છે, જેમ સૂર્યના સફેદ પ્રકાશમાં બધા જ રંગો સમાયેલા હોય છે. તેમ બધા જ દેવદૂતો તમારા ઉચ્ચતર સ્વમાં હાજર હોય છે. પરમ આનંદમાં હોવું તે જેમનો શ્વાસ છે, તટસ્થતા કે નિષ્પક્ષતા જેમનું ઘર છે. જે ચૈતન્ય એવું છે જે પરમાનંદમાં સ્થિત છે, નિર્દોષ છે, સર્વવ્યાપી અને નિસ્પૃહી છે તે શિવ છે. કૃષ્ણ એ શિવનું બાહ્ય અને દેખીતું પ્રગટ સ્વરૂપ છે. અને શિવ એ કૃષ્ણના અંતરમાં સ્થિત મૌન છે.