જ્યારે તમે ઉતાવળમાં હોવ છો ત્યારે તમને બધી બાબતોનો સાચો ખ્યાલ આવતો નથી. જીવનમાં ઘણી વાર તમે ઉતાવળમાં હોવ છો. આ તમારા જીવનમાંથી આનંદ, રોમાંચ અને માધુર્ય છીનવી લે છે. જ્યારે તમે ઉતાવળમાં હોવ છો ત્યારે ક્યારેય પણ સત્યની નજીક નથી હોતા કારણ કે તમારી કલ્પના, અવલોકન અને અભિવ્યક્તિ અસહજ હોય છે.
મઝા માણવાની ઉતાવળ જીવનમાંથી મઝા છીનવી લે છે. તમારા જીવનમાં જે બધી ઉતાવળ છે તે તમને વર્તમાન ક્ષણના આનંદ અને મુક્તિથી વંચિત રાખે છે. ઘણી વાર વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તે કેમ ઉતાવળમાં છે. ઉતાવળમાં હોવું ઍ લગભગ ઍક જૈવિક પ્રક્રિયા બની જાય છે. જાગૃત થાવ અને તમારામાં જે ઉતાવળ છે તે પ્રત્યે સજાગ બનો!
ઍન ફેરો જણાવે છે:જાગૃત થાવ અને ધીમા પડો! (હાસ્ય!)
ઉતાવળમાં હોઇઍ ત્યારે ધીમા પડવાનું હાસ્યાસ્પદ લાગે છે. ઉતાવળ પ્રત્યે માત્ર જાગૃત થવાથી ફેર પડી જાય છે. ધીમા પાડવું એટલે સુસ્તી કે મુલત્વી રાખવું એવું નહીં. ઉતાવળમાં હોવું કે સુસ્ત હોવું ઍ બન્ને પરાકાષ્ઠા સહેલી છે. અભાવને લીધે, કઈંક મેળવવાની જરૂરને લીધે અજંપો ઉત્પન્ન થાય છે, જ્યારે ગતિશીલતા ઍ સંતોષની અભિવ્યક્તિ છે. સજાગ થવું ઍ જ સુવર્ણ નિયમ છે, અને સજાગ થવાથી ગતિશીલ બનાય જ.