એક ડાહ્યો વ્યક્તિ રહસ્યને છુપાવવાનો કોઇ પ્રયત્ન કરતો નથી. પરંતુ એ રહસ્યને જાહેર કરવા માટે પણ કોઇ પ્રયત્ન કરતો નથી. દાખલા તરીકે તમે પાંચ વર્ષના બાળક સાથે માસિકસ્ત્રાવ કે મૃત્યુ વિશે કોઇ વાત કરતા નથી, છતાં જેમ જેમ એ બાળક મોટું થતું જાય છે તેમ તેમ તે બાબત ઝાઝો સમય એનાથી અજાણી રહેતી નથી. તે સમય અને સંજોગો પ્રમાણે બધું જાણતો સમજતો થાય છે.
એક અણસમજુ વ્યક્તિ રહસ્યને છુપાવવાનો પ્રયત્ન કરે છે અને વળી એ ખોટા સમયે, ખોટી વ્યક્તિ પાસે, ખોટી જગ્યાએ રહસ્યને ખુલ્લું કરીને રહસ્યના મુલ્યનું સત્યાનાશ પણ કરી નાખે છે. રહસ્યો ને ગુપ્ત રાખવા ઍ ચિંતા અને અસુખ નુ કારણ છે, ઍક અજ્ઞાની રહસ્ય ની સાથે સુખી નથી ,અગર ખોલ્યુ હોય કે ના ખોલ્યુ હોય પણ ઍક જ્ઞાની સુખી છે રહસ્ય ની સાથે અગર ખોલ્યુ હોય ક ના ખોલ્યુ હાય!